+

અરણીવાડામાં ભૂ માફિયાઓને ગ્રામજનોએ પકડી ખનીજ વિભાગને સોંપ્યા

ગામવાસીઓએ આ ખનન માફિયાઓને પકડી પાડ્યા આ વખતે 100 વધુ વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે ચોરીનો પર્દાફાશ થતાં ભૂ માફિયાઓમાં ખળભળાટ મચી ગયો Banaskantha News : વધુ એકવાર ગુજરાતમાંથી ભૂ…
  • ગામવાસીઓએ આ ખનન માફિયાઓને પકડી પાડ્યા

  • આ વખતે 100 વધુ વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે

  • ચોરીનો પર્દાફાશ થતાં ભૂ માફિયાઓમાં ખળભળાટ મચી ગયો

Banaskantha News : વધુ એકવાર ગુજરાતમાંથી ભૂ માફિયાઓનો કાફલો ઝડપી પાડવામાં આવ્યો છે. આ વખતે બનાસકાંઠાના કાંકરેડ તાલુકામાં કાયદાને ઘોળીને પી ગયા હોય, તેવી રીતે બનાસનદીમાં ખનન ચલાવતા હતાં. જોકે આ વખતે પોલીસ તંત્ર નહીં, પરંતુ ગામવાસીઓએ આ ખનન માફિયાઓને પકડી પાડ્યા છે. આ વખતે 100 વધુ વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે. આ આંકડો અત્યાર સુધીનો સૌથી વધુ માનવામાં આવી રહ્યો છે.

6 ખનન માફિયાઓને ઝડપી 20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

મળતી માહિતી અનુસાર બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અરણીવાડામાં રોયલ્ટી વિના ખનન ચોરી કરવામાં આવતી હતી. તેના કારણે ગ્રામજનોએ વોચ ગોઠવી હતી. અને આ તપાસ દરમિયાન ખનન કરતા ટ્રકને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા હતાં. તે ઉપરાંત અગાઉના મહિનાઓમાં પણ ખાણ ખનિજ વિભાગે કાંકરેજના અરણીવાડા-ઇમુડેઠા રોડ પરથી ગેરકાયદેસર 6 ખનન માફિયાઓને ઝડપી 20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ પણ વાંચો: VADODARA : શહેરમાં 1,723 મોટા તથા અસંખ્ય નાની શ્રીજીની મૂર્તિઓની સ્થાપના, વિસર્જન માટે 8 કૃત્રિમ તળાવ

ચોરીનો પર્દાફાશ થતાં ભૂ માફિયાઓમાં ખળભળાટ મચી ગયો

તો અરણીવાડામાંથી ખનન માફિયાઓની કમાન કોણ સંભાળી રહ્યું હતું. તેની તપાસમાં ખનીજ વિભાગની ટીમ તપાસ કરી રહી છે. તે ઉપરાંત ખનીજ વિભાગની ટીમએ બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં તપાસ માટે એક્શન મોડ ઓન કર્યો છે. તો આ અત્યાર સુધીની સૌથી મોટી ખનીજ ચોરીનો પર્દાફાશ થતાં ભૂ માફિયાઓમાં ખળભળાટ મચી ગયો છે. તેના કારણે તેઓ ભૂગર્ભમાં ઘૂસી ગયા છે. બનાસકાંઠા જિલ્લામાં ખાણખનીજ વિભાગ દ્વારા સમયાંતરે દરોડાની કાર્યવાહી કરવામાં આવે છે.

આ પણ વાંચો: રાજકોટ પાલિકાએ 12 હજાર ખાડા પૂરવા માટે સરકાર પાસે માગ્યા 77 કરોડ

Whatsapp share
facebook twitter