+

Ambaji : માઈભક્તો માટે મોટા સમાચાર! આવતીકાલે બપોર બાદ મંદિર બંધ, જાણો શું છે કારણ ?

પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિર આવતીકાલે બંધ રહેશે પ્રક્ષાલન વિધિ માટે બપોર બાદ મંદિર દર્શન માટે બંધ રહેશે મેળો પૂર્ણ થયા બાદ પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે માતાજીનાં આભૂષણ સહિત માતાજીની…
  1. પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિર આવતીકાલે બંધ રહેશે
  2. પ્રક્ષાલન વિધિ માટે બપોર બાદ મંદિર દર્શન માટે બંધ રહેશે
  3. મેળો પૂર્ણ થયા બાદ પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે
  4. માતાજીનાં આભૂષણ સહિત માતાજીની સવારીની સફાઈ કરાશે

શક્તિપીઠ અંબાજીમાં (Ambaji) ભાદરવી મહામેળાનું ગઈકાલે સુખદ સમાપન થયું હતું. મહામેળાનાં 7 દિવસ દરમિયાન કુલ 32.54 લાખ શ્રદ્ધાળુઓ ઊમટ્યા હતા અને માં અંબાજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. જો કે, હવે આવતીકાલે પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિર બંધ રહેશે. માઈભક્તો આવતીકાલે બપોર બાદ માતાજીનાં દર્શન નહીં કરી શકે. પ્રક્ષાલન વિધિ માટે આવતીકાલે બપોર બાદ મંદિર બંદ રહેશે. સાથે જ 20 સપ્ટેમ્બરે અંબાજી મંદિરમાં દર્શનનાં સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો – Gujarat: અંબાજી ભાદરવી પૂનમ મેળામાં ST વિભાગની તિજોરી છલકાઈ, આટલા કરોડની આવક નોંધાઈ

આવતીકાલે અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાશે

‘ભાદરવી પૂનમ મહામેળા’ માં શક્તિપીઠ (ShaktiPeeth) અંબાજી યાત્રાધામ (Ambaji) ‘બોલ મારી અંબે, જય જય અંબે’ નાં નાદથી ગૂંજી ઊઠ્યું હતું. ગુજરાત સહિત દેશ-વિદેશથી મોટી સંખ્યામાં માઈભક્તો અંબાજી પહોંચ્યા હતા. વિવિધ પગપાળા સંઘમાં પણ મોટી સંખ્યામાં માઈભક્તો જોડાયા હતા અને તેમનામાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મહામેળા (Bhadarvi Poonam Mahamela) દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું. જો કે, ગઈકાલે ભાદરવી પૂનમ મહામેળાનું સમાપન થયું હતું. ત્યારે, આવતીકાલે પ્રક્ષાલન વિધિ નિમિત્તે બપોર બાદ પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરમાં દર્શન બંધ રહેશે.

આ પણ વાંચો – Modasa: ST Bus માં મુસાફર મહિલાએ મહિલા Conductor ને માર માર્યો, Video થયો Viral

આવતીકાલે બપોર બાદ મંદિર બંધ, દર્શનનાં સમયમાં પણ ફેરફાર કરાયો

જણાવી દઈએ કે, મેળો પૂર્ણ થયા બાદ અંબાજી મંદિરમાં (Ambaji) પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે, જેમાં માતાજીનાં આભૂષણ સહિત માતાજીની સવારીની સફાઈ કરવામાં આવે છે. આ વિધી 20 સપ્ટેમ્બરે ભાદરવા વદ ત્રીજ, શુક્રવારે સુધી યોજાશે. આથી, 20 સપ્ટેમ્બરે અંબાજી મંદિરમાં દર્શનનાં સમયમાં પણ ફેરફાર કરાયો છે, જેની ભક્તોને મંદિર ટ્રસ્ટ દ્વારા નોંધ લેવા વિનંતી કરાઈ છે.

20 મી સપ્ટેમ્બરે દર્શનનાં સમયમાં ફેરફાર કરાયો :

> સવારે 7.30 થી 8.00 કલાકે મંગળા આરતી
> સવારે 8.00 થી 11.30 કલાકે સવારનાં દર્શન
> બપોરે 12.00 કલાકે રાજભોગ
> 12.30 થી 1.00 કલાક સુધી બપોરનાં દર્શન
> 1.00 વાગ્યાથી રાત્રીનાં 9.00 કલાક સુધી મંદિર બંધ
> રાત્રે 9.00 કલાકે રાત્રિ આરતી
> રાત્રિની આરતી બાદ મંદિર બંધ રહેશે
> 21 મી સપ્ટે.થી મંદિર રાબેતા મુજબ ખુલ્લુ રહેશે

આ પણ વાંચો – Vadodara તાલુકા પોલીસની દાદાગીરી! કોઈ વાંક વિના જ પોલીસે લાકડી માર્યા હોવાનો આરોપ

Whatsapp share
facebook twitter