+

Ambaji : ‘ભાદરવી પૂનમ મહામેળા’માં પ્રથમ વખત ‘વોટરપ્રૂફ ડોમ’, માઈભક્તોને અપાય છે ખાસ અત્યાધુનિક સુવિધાઓ

ભાદરવી પૂનમ મહામેળા નિમિત્તે અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર બે દિવસમાં મેળામાં 4.98 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં આ વર્ષે પ્રથમવખત વોટરપ્રૂફ ડોમ ઊભા કરાયાં ડોમમાં ડબલ લેયર બેડ, મોબાઇલ ચાર્જિંગ, મેડિકલ કેમ્પની…
  1. ભાદરવી પૂનમ મહામેળા નિમિત્તે અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર
  2. બે દિવસમાં મેળામાં 4.98 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યાં
  3. આ વર્ષે પ્રથમવખત વોટરપ્રૂફ ડોમ ઊભા કરાયાં
  4. ડોમમાં ડબલ લેયર બેડ, મોબાઇલ ચાર્જિંગ, મેડિકલ કેમ્પની સુવિધા

શક્તિપીઠ અંબાજી યાત્રાધામ (Shaktipeeth Ambaji Yatradham) ખાતે ભાદરવીનાં મેળા નિમિત્તે ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. દૂર-દૂરથી માઈભક્તો પગપાળા સંઘ કરી દર્શન માટે અંબાજી પહોંચી રહ્યા છે. બે દિવસ દરમિયાન મેળામાં 4.98 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. જો કે, માઈભક્તોને દર્શન કરવામાં કોઈ અગવડતા ભોગવવી ન પડે તે માટે સ્થાનિક તંત્ર દ્વારા વિવિધ તૈયારી કરવામાં આવી છે. આ વર્ષે ભાદરવી પૂનમનાં મેળામાં પહેલીવાર વોટરપ્રૂફ ડોમ (Waterproof Dome) તૈયાર કરાયો છે.

આ પણ વાંચો – Ambaji: ભાદરવી પૂનમના મહાકુંભમાં ભક્તોનું ઘોડાપૂર, બે દિવસમાં 4.98 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

ભાદરવી પૂનમનાં મેળામાં પહેલીવાર વોટરપ્રૂફ ડોમ ઊભા કરાયા

ઉલ્લેખનીય છે કે, 12 થી 18 સપ્ટેમ્બર સુધી અંબાજી (Ambaji) ખાતે ‘ભાદરવી પૂનમ મહામેળો 2024’નું (Bhadarvi Poonam Mahamela 2024) આયોજન કરવામાં આવ્યું છે. ભાદરવી પૂનમનાં મેળાને લઈ ગુજરાત સહિત દેશ-વિદેશથી માઈભક્તો દર્શાર્થે યાત્રાધામ અંબાજી પહોંચી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર, પોલીસ વિભાગ, સ્થાનિક તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા માઈભક્તો માટે વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. આ વર્ષે ભાદરવી પૂનમનાં મેળામાં પહેલીવાર વોટરપ્રૂફ ડોમ (Waterproof Dome) તૈયાર કરવામાં આવ્યા છે. આ ડોમ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. સૌથી મોટી વાત એ છે કે માઈભક્તો માટે આ વોટર પ્રૂફ ડોમ વિનામૂલ્યે એટલે કે નિઃશુલ્ક છે.

આ પણ વાંચો – Surat: અનોખી રીતે ગણેશ ચતુર્થીની ઉજવણી, 5100 દિવામાંથી મૂર્તિ બનાવી જમાવ્યું આકર્ષણ

નિઃશુલ્ક ડોમમાં બેડ લેવા રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત

યાત્રાધામ વિકાસ બોર્ડ (Yatradham Vikas Board) દ્વારા દાંતા રોડ પર અને હડાદ માર્ગ પર આવા 5 ડોમ ઊભા કરવામાં આવ્યા છે. આ ડોમમાં આરામ માટે ડબલ લેયર અલગ-અલગ બેડની સુવિધા છે. આ સિવાય, પથારી, ચાદર, મોબાઇલ ચાર્જિંગ અને મેડિકલ કેમ્પ જેવી સુવિધાઓ ઊભી કરાઈ છે. નોંધ લેવાની વાત એ છે કે આ ડોમાં નિ:શુલ્ક બેડ લેવા માટે પહેલા રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ત્યાર બાદ રજિસ્ટ્રેશન કરાવનારનાં હાથમાં બેન્ડ બાંધવામાં આવશે અને પછી બેડ આપવામાં આવશે.

આ પણ વાંચો – VADODARA : જુનીગઢીના ગણેશજીની વિસર્જન યાત્રા શરૂ, પોલીસનો લોખંડી બંદોબસ્ત

Whatsapp share
facebook twitter