- નકલી સરકારી કચેરી બાદ હવે નકલી આર્બિટ્રેટર કોર્ટનો પર્દાફાશ (Ahmedabad)
- અમદાવાદનાં એક શખ્શનું સૌથી મોટું કારસ્તાન
- આરોપી જાતે બની ગયો આર્બિટ્રેટર કોર્ટનો જજ, આપ્યાં હુકમ
- જમીન બાબતે આર્બિટ્રેટર કોર્ટ તરીકે હુકમ કરી છેતરપિંડી આચરી
અમદાવાદમાંથી (Ahmedabad) એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અત્યાર સુધી બોગસ દસ્તાવેજ, નકલી ટોલનાકા, બોગસ સરકારી અધિકારી, નકલી સરકારી કચેરીનાં બનાવ આપણી સમક્ષ આવ્યા છે. પરંતુ, હવે એક શખ્સે તો નકલી આર્બિટ્રેટર કોર્ટનું કૌભાંડ રચી ખોટા હુકમ કરી છેતરપિંડી આચરી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. શહેરમાં નકલી જજ સામે ફરિયાદ દાખલ કરવા સેશન્સ કોર્ટે (Sessions Court) હુકમ કર્યો છે.
નકલી સરકારી કચેરી બાદ નકલી આર્બિટ્રેટર કોર્ટનો પર્દાફાશ!
પ્રાપ્ત અહેવાલ અનુસાર, અમદાવાદમાં (Ahmedabad) મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન નામનાં ભેજાબાજે આર્બિટ્રેટર કોર્ટ (Court of Arbitrator) તરીકે હુકમ કરી છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. કારંજ પોલીસ સ્ટેશનમાં (Karanj Police Station) મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન સામે નોંધાયેલી ફરિયાદમાં થયેલા આરોપ મુજબ, મોરિસે વિવાદિત જમીન પચાવી પાડવા માટે આર્બિટ્રેટર કોર્ટ જેવો માહોલ ઊભો કર્યો હતો અને હુકમ કર્યો હતો.
આ પણ વાંચો – કાયદા શાખાનાં વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, HC એ બાર કાઉન્સિલને આપ્યો આ આદેશ
આરોપીએ ખોટી કોર્ટ ઊભી કરી, નકલી વકીલ, સ્ટાફ ઊભો કર્યો
આરોપ મુજબ, મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન આર્બિટ્રેટર એટલે કે જજ હોય તે રીતે એક તરફી કાયદાનાં પ્રબંધો વિના કાર્યવાહી કરતો હતો. આરોપીએ ખોટી ટ્રિબ્યુનલ એટલે કે કોર્ટ ઊભી કરીને ન્યાયની કોર્ટ હોય તેવું વાતાવરણ ઊભું કર્યું હતું. કોર્ટ સ્ટાફ અને વકીલો ઊભા કરી પોતે જજની જેમ વર્તીને જાતે જ ક્લેઇમ સેટલમેન્ટ કરી દાવો તૈયાર કરી અને કરાવી સરકારી જમીન ખાનગી વ્યક્તિને આપી હતી. કરોડોની સરકારી જમીન ખાનગી વ્યક્તિનાં નામે કરી અસલ કોર્ટમાં દરખાસ્ત કરી હતી. જો કે, તેનો ફાંડો ફૂટી જતાં સિટિ સિવિલ કોર્ટનાં (City Civil Court) રજિસ્ટ્રાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ પણ વાંચો – Gandhinagar : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ દળની 14મી નેશનલ કોન્ફરન્સ
સેશન્સ કોર્ટના હુકમ બાદ નકલી જજ સામે ફરિયાદ દાખલ
આ મામલે ખોટો આર્બિટ્રેશન ઓર્ડર કોર્ટમાં રજૂ કરી છેતરપિંડી કર્યા મામલે પણ ફરિયાદ કરવા કોર્ટે હુકમ કર્યો છે. ફરિયાદ બાદ તેની અરજી મુખ્ય સચિવ, રેવન્યુ સચિવ, ગૃહ વિભાગનાં સચિવ, રાજ્ય સરકાર અને અમદાવાદ (Ahmedabad) કલેક્ટરને તેની કોપી મોકલી આપવા પણ આદેશ કરાયા છે. માહિતી મુજબ, આરોપી મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચયન અને તેની સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ વિરુદ્ધ IPC કલમ 420, 465, 467, 471,120 (બી) અંગે ગુનો દાખલ કરવા કોર્ટે હુકમ કર્યો છે.
આ પણ વાંચો – Gandhinagar : સરકારી કર્મચારીઓને રાજ્ય સરકારે આપી દિવાળી ભેટ, બોનસ તરીકે ચૂકવાશે આટલી રકમ!