Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Warm Night : આજે રાત્રે 12 વાગે પણ રહેશે આટલી ગરમી…!

02:55 PM May 23, 2024 | Vipul Pandya

Warm Night : રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને સતત હીટવેવની અસર જોવા મળી રહી છે. હીટવેવ અને આકરી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે ગરમીનો પારો 46 ડિગ્રીની ઉપર જઇ શકે છે અને સવારે 9થી સાંજે 6 કલાકના ગાળામાં 10 ડિગ્રી તાપમાન વધી જઇ શકે છે. ખાસ કરીને warm night ની અસરના કારણે આજે રાત્રે તો ગરમી તમારા હાંજા ગગડાવી શકે છે. આજે રાત્રે 9 વાગે 41 ડિગ્રી તાપમાન રહેશે

ગરમ ફૂંકાવાના કારણે અને આકરા તાપના કારણે ઘરની બહાર નિકળવું દુષ્કર

હીટ વેવના કારણે ગુજરાતવાસીઓની હાલત કફોડી બની રહી છે. પરસેવો છુટી જાય અને ગભરામણ થાય તેવી ગરમી પડી રહી છે. ગરમીના કારણે લૂ લાગવી અને હીટ સ્ટ્રોકના બનાવો પણ બની રહ્યા છે ત્યારે ગુજરાતમાં આજે તાપમાનનો પારો 46 ડિગ્રીની ઉપર જઇ શકે છે તેવી આગાહી કરાઇ છે. ગરમ ફૂંકાવાના કારણે અને આકરા તાપના કારણે ઘરની બહાર નિકળવું દુષ્કર થઇ ગયું છે. લોકો ગરમીથી ત્રસ્ત થઇ ગયા છે. હીટ વેવના કારણે રાજ્યમાં ક્યાંક રેડ એલર્ટ તો ક્યાંક ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે

આજે ગુજરાતના ઘણા વિસ્તારોમાં પારો 46 ડિગ્રી રહી શકે

હજું પણ રાજ્યમાં 5 દિવસ રેડ અને ઓરેન્જ એલર્ટની સ્થિતી રહી શકે છે એટલે કે તાપમાન 45 ડિગ્રીની આસપાસ રહી શકે છે. હીટવેવ પણ રહેશે. આજે ગુજરાતના ઘણા વિસ્તારોમાં પારો 46 ડિગ્રી રહી શકે છે અને રાતે પણ વોર્મ નાઇટની અસર રહેશે જેથી રાત પણ તમને પરસેવો છોડાવી દેશે. આજે પણ અમદાવાદમાં રેડ એલર્ટ રહેશે જ્યારે રાજ્યના 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.

રાત્રે 9 વાગે પણ તાપમાનનો પારો 41 ડિગ્રી રહેશે

ધગધગતા તાપના કારણે લૂ લાગવી કે હીટ સ્ટ્રોકની ઘટનાઓ વધી ગઇ છે. ભયંકર ગરમીના કારણે હોસ્પિટલોમાં કેસ વધવા લાગ્યા છે. સવારે 9 વાગ્યાથી જ પારો સતત ઉંચો જઇ રહ્યો છે અને બપોરે તો ચરમસીમાએ પહોંચ્યો છે. આજે બપોરે 12 વાગ્યાથી જ તાપમાનનો પારો 40 ડિગ્રી પહોંચ્યો હતો અને બપોરે 3 વાગે 45 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. રાત્રે 9 વાગે પણ તાપમાનનો પારો 41 ડિગ્રી રહેશે. આગામી 2 દિવસ પણ હીટવેવની આગાહી કરાઇ છે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે.

આ પણ વાંચો— Heat Wave : રાજ્યમાં જીવલેણ બની ગરમી, 10ના મોત