+

આજે મંગળ પુષ્ય નક્ષત્ર, આ મુહર્તમાં કરો ખરીદી, થશે અનેક લાભો

દિવાળી ( Diwali)પહેલા ખરીદી માટે ઘણા શુભ સમય છે. આવો જ એક શુભ યોગ છે પુષ્ય નક્ષત્રનો. આ વખતે મંગળવાર 18 ઓક્ટોબરે પુષ્ય નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં તેને નક્ષત્રોનો રાજા કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ નક્ષત્રમાં કરવામાં આવેલી ખરીદી લાંબા સમય સુધી શુભ ફળ આપે છે. આ નક્ષત્રમાં જ્વેલરી, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, ઘર સજાવટની વસ્તુઓ વગેરે ખરીદી શકાય છે.પુષ્ય નક્ષત્ર કà«
દિવાળી ( Diwali)પહેલા ખરીદી માટે ઘણા શુભ સમય છે. આવો જ એક શુભ યોગ છે પુષ્ય નક્ષત્રનો. આ વખતે મંગળવાર 18 ઓક્ટોબરે પુષ્ય નક્ષત્રનો સંયોગ બની રહ્યો છે. જ્યોતિષશાસ્ત્રમાં તેને નક્ષત્રોનો રાજા કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ નક્ષત્રમાં કરવામાં આવેલી ખરીદી લાંબા સમય સુધી શુભ ફળ આપે છે. આ નક્ષત્રમાં જ્વેલરી, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, ઘર સજાવટની વસ્તુઓ વગેરે ખરીદી શકાય છે.
પુષ્ય નક્ષત્ર કેટલો સમય રહેશે?
આ વખતે પુષ્ય નક્ષત્ર 18 ઓક્ટોબર, મંગળવારની સવારે 05:12 થી 19 ઓક્ટોબર, બુધવારે 08:02 સુધી રહેશે. એટલે કે 18 ઓક્ટોબરે પુષ્ય નક્ષત્ર આખો દિવસ રહેશે. આવો સંયોગ બહુ જ ઓછો બને છે જયારે પુષ્ય નક્ષત્ર આખો દિવસ રહે. મંગળવારે પુષ્ય નક્ષત્ર હોવાથી આ દિવસે વર્ધમાન નામનો શુભ યોગ રહેશે. આ સાથે સિદ્ધ અને સાધ્ય નામના અન્ય બે શુભ યોગ પણ આ દિવસે રહેશે.
ખરીદી માટે શુભ સમય
– સવારે 08:18 થી 09:15 સુધી
– સવારે 09:15 થી 10:12 સુધી
– બપોરે 12:06 થી 01:03 સુધી
– બપોરે 03:54 થી 04:52 સુધી
– સાંજે 06:52 થી 07:55 સુધી
– રાત્રે 08:57 થી 10:00 સુધી
પુષ્ય નક્ષત્રને લઈને ગ્રાહકોમાં ઉત્સાહ જોવા મળે છે
આજે પુષ્ય નક્ષત્ર છે, જે દિવાળી પહેલાનું સૌથી મહત્વપૂર્ણ નક્ષત્ર છે. આ મુહૂર્તમાં સોનું, ચાંદી, જમીન, મકાન, મિલકત વગેરેની ખરીદી ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રને જાણીને કહેવાય છે કે આ દિવસે ખરીદી કરવી ખૂબ જ શુભ હોય છે અને ખરીદી કરવાથી હંમેશા લાભ મળે છે.
Whatsapp share
facebook twitter