+

24 કલાકમાં મેરીયુપોલ પર રશિયા કબજો કરી લેશે ! : ઝેલેન્સકીએ ઉઠાવ્યું આ પગલું

રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 57મો દિવસ છે અને આ યુદ્ધ હજુ પણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. રશિયા પોતાની તાકાત બતાવીને યુક્રેન પર પોતાના હુમલાને વધારે બમણી કરી રહ્યું છે જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી કોઈપણ રીતે ઝૂકવા તૈયાર નથી. રશિયન સેના દાવો કરી રહી છે કે આગામી 24 કલાકમાં યુક્રેનિયન શહેર માર્યુપોલ પર કબજો કરી લેવામાં આવશે. યુક્રેનના આર્મી કમાન્ડરે કહ્યું કે અમે અમારા અંતિમ શà
રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 57મો દિવસ છે અને આ યુદ્ધ હજુ પણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. રશિયા પોતાની તાકાત બતાવીને યુક્રેન પર પોતાના હુમલાને વધારે બમણી કરી રહ્યું છે જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી કોઈપણ રીતે ઝૂકવા તૈયાર નથી. રશિયન સેના દાવો કરી રહી છે કે આગામી 24 કલાકમાં યુક્રેનિયન શહેર માર્યુપોલ પર કબજો કરી લેવામાં આવશે. યુક્રેનના આર્મી કમાન્ડરે કહ્યું કે અમે અમારા અંતિમ શ્વાસ સુધી લડીશું અને આત્મસમર્પણ કરીશું નહીં અને  ઝેલેન્સકીએ જાહેરાત કરી કે તે તમામ રશિયન કેદીઓને મુક્ત કરશે અને બદલામાં રશિયા તમામ યુક્રેનિયન નાગરિકો અને સૈનિકોને મારીયુપોલમાં સુરક્ષિત રીતે નીકળી જવા દેશે.
બોરિસ જોન્સને રશિયન રાષ્ટ્રપતિ પુતિનને મગર સાથે સરખાવ્યા છે
થોડા દિવસ પહેલાં બોરિસ જોનસન યુક્રેનની મુલાકાત લીધી હતી અને યુક્રેનની શેરીઓમાં ઝેલેન્સકી સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન, તેમણે શહેરના લોકોને તેમની સ્થિતિ જાણવા માટે મળવાનું હતું અને તબાહીથી પામેલા વિસ્તારોનું વિશ્લેષણ પણ કર્યું હતું. તે જ સમયે, બોરિસે નિવેદન આપતા કહ્યું કે, પુતિનનું વર્તન એક મગર જેવું છે જેનું જડબું તમારા પગમાં ફસાઈ ગયું છે  અને બોરિસે પશ્ચિમી દેશોને યુક્રેનને હથિયારોની સપ્લાય ચાલુ રાખવાની અપીલ કરી હતી.
3 લાખ લોકો ભાગવામાં સફળ રહ્યા
યુક્રેનનું કહેવું છે કે 24 ફેબ્રુઆરીએ રશિયન આક્રમણની શરૂઆત થઈ ત્યારથી ખોલવામાં આવેલા માનવતાવાદી કોરિડોર દ્વારા લગભગ 3,00,000 લોકો દેશભરમાં યુદ્ધમાંથી બચવામાં સફળ થયા છે. યુએનએ કહ્યું છે કે રશિયન હુમલા બાદથી 50 લાખથી વધુ યુક્રેનિયન નાગરિકોએ તેમનો દેશ છોડી દીધો છે. જિનીવામાં યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ (UNHCR) એ બુધવારે શરણાર્થીઓની કુલ સંખ્યા 50 લાખ 10 હજાર ગણાવી છે.
Whatsapp share
facebook twitter