Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

BJP નેતાનો મોટો આક્ષેપ, Balasore Train Accident પાછળ TMCનો હાથ

10:32 AM Jun 06, 2023 | Viral Joshi

બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ હવે તેના પર રાજનીતિ શરૂ થઈ ચુકી છે. TMC માંથી ભાજપમાં જોડાયેલા અને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા અને ભારતીય જનતા પાર્ટીના નેતા સુવેન્દુ અધિકારીએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે, ઓડિશાના બાલાસોરમાં ટ્રેન અકસ્માત તૃણમૂલ કોંગ્રેસનું કાવતરું છે.

TMC નું કાવતરું ગણાવ્યું

સુવેન્દુ અધિકારીના કહેવા મુજબ, આ ઘટના TMC નું કાવતરું છે. જ્યારે અન્ય રાજ્યમાં આ ઘટના બની ત્યારે ગઈકાલથી તેઓ આટલા પરેશાન કેમ છે. તેઓ CBI તપાસથી કેમ ડરે છે? ઓડિશામાં ઘટનાસ્થળે પહોંચેલા મમતા બેનર્જી અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ વચ્ચે ત્યાં બધાની સામે ચર્ચા થઈ હતી. ત્યારથી ટીએમસી રેલ મંત્રીના રાજીનામાની માંગ કરી રહી છે.

હકીકત બહાર આવવી જોઈએ

તેમણે કહ્યું કે, CBI ની તપાસમાં પણ આ હકીકત બહાર આવવી જોઈએ અને જો તે નહીં આવે તો તેઓ તેની સામે કોર્ટમાં જશે. તેણે આરોપ લગાવ્યો છે કે, TMC એ રેલવે અધિકારીઓના ફોન ટેપ કર્યા હતા. સુવેન્દુના આરોપોનો જવાબ આપતા TMC એ કહ્યું કે, તેણે માનસિક સંતુલન ગુમાવી દીધું છે.

TMC આક્રમક

ઉલ્લેખનીય છે કે, બાલાસોર ટ્રેન દુર્ઘટનાને લઈને મમતા સરકાર સતત ભાજપ પર નિશાન સાધી રહી છે. TMC નું કહેવું છે કે, ભાજપ મૃત્યુ આંક છુપાવી રહી છે. આ સિવાય ટીએમસી દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને સરકારી નોકરી ન આપવા બદલ ભાજપથી નારાજ છે. મમતા બેનર્જીએ કહ્યું, ‘બાલાસોર અકસ્માતમાં કેટલાક લોકોએ તેમના હાથ અને પગ ગુમાવ્યા. આવા લોકો માટે અમારી સરકારે નિર્ણય લીધો છે કે, અમે તેમના પરિવારના એક સભ્યને ખાસ હોમગાર્ડ તરીકે નોકરી આપીશું.

આ પણ વાંચો : જેટલા લોકો કોરોનામાં નથી મર્યા તેનાથી વધારે વેક્સિનેશ બાદ હાર્ટ એટેકથી મર્યાં : બાબા રામદેવ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.