+

Chhotaudepur Election Voting: મતદાનએ મહાદાનની ઉક્તિને સાર્થક કરતા પાવીજેતપુર તાલુકાના દાદીમા

Chhotaudepur Election Voting: 85 વર્ષ થી વધુ ઉંમર, શારીરિક અશક્ત મતદારોને ઘરે જઈને મતદાન કરાવવાની ઝુંબેશમાં ગામ ખટાશ તાલુકો પાવી જેતપુર જીલ્લો છોટાઉદેપુરમાં પતિ પત્નીને વોટિંગ કરવાનું હતું. તેમાં મતદાનના…

Chhotaudepur Election Voting: 85 વર્ષ થી વધુ ઉંમર, શારીરિક અશક્ત મતદારોને ઘરે જઈને મતદાન કરાવવાની ઝુંબેશમાં ગામ ખટાશ તાલુકો પાવી જેતપુર જીલ્લો છોટાઉદેપુરમાં પતિ પત્નીને વોટિંગ કરવાનું હતું. તેમાં મતદાનના આગળના દિવસે જ પતિનું મૃત્યુ થયું હતું.આવા કપરા સમયમાં મતદાન કરાવવા માટે મતદાન ટીમ-1 ઘરે પહોચતા પતિના ક્રિયાકર્મ કરતા પણ એક વોટનું મહત્વ સમજીને ક્રિયાકર્મ પહેલા મતદાન કરીને દાદીમાં એ મતદાનએ મહાદાનની ઉકિતને સાર્થક કરી હતી.

  • પતિની ક્રિયાક્રમ પહેલા દાદીએ મતદાનને મહત્વ આપ્યું

  • ક્રિયાકર્મમાં આવેલા સૌ લોકોને મતદાન કરવા માટેની અપીલ કરી

  • મત ક્ષેત્રમાં ચારથી સાત ટીમો આ કામગીરી માટે બનાવવામાં આવી

છોટાઉદેપુર લોકસભા વિસ્તારમાં ઘર બેઠા મતદાનનો વિકલ્પ પસંદ કરનારા વયોવૃદ્ધ તેમજ દિવ્યાંગ મતદારોના ઘેર-ઘેર જઈ ચુંટણી તંત્રની ટીમો મતદાન કરાવી રહી છે. તેવામાં પાવીજેતપુર તાલુકાના ખટાશ ગામના દંપતીનું પણ મતદાન કરાવવાનું હોય ચૂંટણી કામગીરીની ટીમ તેઓના ઘરે પહોંચ્યા હતા. પરંતુ ત્યાં પહોંચતા ટીમને જાણ થઈ હતી કે વયોવૃદ્ધ દંપતિ માંથી દાદાનું અવસાન એક રોજ પહેલા થયું હતું.

આ પણ વાંચો: Ahmedabad Medical Association: અમદાવાદ મેડિકલ એસોસિએશનના ડૉક્ટર્સ દ્વારા પ્રિસ્ક્રિપ્શન સાથે અપાશે મતદાનનો મેસેજ

ક્રિયાકર્મમાં આવેલા સૌ લોકોને મતદાન કરવા માટેની અપીલ કરી

કેટલીક ધાર્મિક વિધિનું પ્રારંભ થવાનું હતું. ત્યારે મતદાનએ મહાદાન અને એક વોટનું પણ મહત્વ સમજીને ક્રિયાક્રમ પહેલા દાદીમાએ મતદાન કરી લોકશાહીના પર્વમાં તેઓની ભાગીદારીની ફરજ અદા કરી હતી. આ સાથે ભારત દેશના સૌ નાગરિકોને એક વોટની કિંમતનું મહત્વ સમજાવીને પોતાના પતિના ક્રિયાકર્મમાં આવેલા સૌ લોકોને મતદાન કરવા માટેની અપીલ કરીને સમાજમાં મતદાન જાગૃતતા ફેલાવવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડયું હતું.

આ પણ વાંચો: Election : અમદાવાદમાં યોજાયું સહકાર સંમેલન, CM અને CRપાટીલે PMમોદીના કર્યા વખાણ, કહી આ વાત

મત ક્ષેત્રમાં ચારથી સાત ટીમો આ કામગીરી માટે બનાવવામાં આવી

છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારમાં 750 થી વધુ મતદાતાઓએ ઘરબેઠા મતદાન કરવાના વિકલ્પને પસંદ કરવામાં આવ્યું. તો આ સાથે દરેક વિધાનસભા મત ક્ષેત્રમાં ચારથી સાત ટીમો આ કામગીરી માટે બનાવવામાં આવી છે. જેમાં મતદાન અધિકારી, સહાયક મતદાન અધિકારી, માઈક્રો ઓબ્ઝર્વર, વિડીયોગ્રાફર, પોલિટિકલ પાર્ટી તેમજ ઉમેદવારનો પ્રતિનિધિ પણ રાખવો હોય તો રાખી શકે છે. આ સાથે સમગ્ર પ્રક્રિયા દરમિયાન મતની ગોપનીયતા રહે, તે બાબતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Chhotaudepur Crime Story: અસામાજિક તત્વોએ મેળામાં યુવતીની છેડતી કરી, પરિવારના સભ્યોને….

Whatsapp share
facebook twitter