+

આ મહિલા સાંસદ ઉપર લાગ્યો કપડા ચોરી કરવાનો આરોપ, ગુમાવવું પડ્યું સંસદનું સભ્યપદ

Golriz Ghahraman : ઘણી વખત ઘણા દેશોના નેતાઓ ઘણા એવા કામ કરે છે જેનાથી તેમને શરમ અનુભવતા હોય છે. સામાન્ય રીતે આપણે સાંભળીએ છે કે કોઈ નેતા તેના ભ્રષ્ટાચાર કે…

Golriz Ghahraman : ઘણી વખત ઘણા દેશોના નેતાઓ ઘણા એવા કામ કરે છે જેનાથી તેમને શરમ અનુભવતા હોય છે. સામાન્ય રીતે આપણે સાંભળીએ છે કે કોઈ નેતા તેના ભ્રષ્ટાચાર કે કૌભાંડોને કારણે પોતાનું પદ સમય પહેલા જ ગુમાવવું પડતું હોય છે. પરંતુ હવે ન્યુઝીલેન્ડ દેશમાંથી એક નવીનતમ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક સાંસદે કપડા ચોરવાને કારણે સંસદનું સભ્યપદ ગુમાવવું પડ્યું છે.

 

સમગ્ર ઘટના એમ છે કે ન્યુઝીલેન્ડના એક મહિલા સાંસદ ઉપર કપડાની ચોરી કરવાનો આરોપ લાગ્યો છે. એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે, જેમાં સાંસદ Golriz Ghahraman બે કપડાની દુકાનોમાંથી સામાન ચોરી કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. આરોપોથી ઘેરાયા બાદ સાંસદ Golriz Ghahraman એ રાજીનામું આપી દીધું છે.

‘માનસિક રાહત માટે થોડો સમય જોઈએ છે’ – Golriz Ghahraman

Golriz Ghahraman

Golriz Ghahraman

રાજીનામું આપ્યા પછી, ગ્રીન પાર્ટીના સાંસદ Golriz Ghahraman એ કહ્યું કે – ‘તેમને માનસિક રાહત માટે થોડો સમય જોઈએ છે. પ્રથમ વખત આરોપો પર બોલતા, ગહરમને કહ્યું કે મારા માટે સ્પષ્ટ છે કે મારા કામને લગતા તણાવને કારણે મારું માનસિક સ્વાસ્થ્ય ગંભીર રીતે પ્રભાવિત થઈ રહ્યું છે.  હું મારી ક્રિયાઓ માટે બહાનું બનાવતી નથી, પરંતુ હું તેમને સમજાવવા માંગુ છું. લોકોએ તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી વર્તનના ઉચ્ચતમ ધોરણોની અપેક્ષા રાખવી જોઈએ.’

આ મહિલા સાંસદને જાતીય હિંસા અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી

ગ્રીન પાર્ટીના નેતાઓ મારમ ડેવિડસન અને જેમ્સ શોએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે  Ghahraman નું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, સાંસદ બન્યા બાદ Ghahraman ને સતત જાતીય હિંસા અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. ગોલ્રિજે 2017માં પોતાની રાજકીય ઇનિંગ્સ શરૂ કરી હતી. આ પહેલા તેઓ માનવાધિકાર વકીલ તરીકે કામ કરતા હતા. તે ન્યુઝીલેન્ડની પ્રથમ શરણાર્થી સાંસદ હતી.

આ પણ વાંચો — પાકિસ્તાનમાં ઘૂસી ઇરાને કર્યો હુમલો, આતંકવાદી સંગઠનને બનાવ્યું નિશાન

Whatsapp share
facebook twitter