+

Vibrant Gujarat Global Summit : આ વખતની સમિટ ઐતિહાસિક બની રહેશે, વાંચો શું કહ્યું ઉદ્યોગ મંત્રીએ

જાન્યુઆરી માસમાં વાઇબ્રન્ટ ગુજરાત ગોલ્બલ સમીટ 2024 (Vibrant Gujarat Global Summit 2024) યોજાવા જઇ રહી છે ત્યારે ગુજરાત ફર્સ્ટે રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે ખાસ વાતચીત કરી હતી. બળવંતસિંહ રાજપૂતે…

જાન્યુઆરી માસમાં વાઇબ્રન્ટ ગુજરાત ગોલ્બલ સમીટ 2024 (Vibrant Gujarat Global Summit 2024) યોજાવા જઇ રહી છે ત્યારે ગુજરાત ફર્સ્ટે રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે ખાસ વાતચીત કરી હતી. બળવંતસિંહ રાજપૂતે કહ્યું કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Gujarat Global Summit 2024) ઐતિહાસિક બની રહેશે અને વાઇબ્રન્ટ ગુજરાતના MOUનું અમલીકરણ નથી થતું તે વિપક્ષના આક્ષેપો ખોટા છે.

વિશ્વની દરેક મોટી કંપની ગુજરાતમાં રોકાણ કરવા ઈચ્છે છે

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Gujarat Global Summit ) પહેલા ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરતાં રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું કે આ વખતની વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (Vibrant Gujarat Global Summit 2024) ઐતિહાસિક બની રહેશે. જગવિખ્યાત ઉદ્યોગપતિ એલોન મસ્કની કંપની ટેસ્લા ગુજરાતમાં રોકાણ કરવાની છે તે અંગે બળવંતસિંહ રાજપૂતે કહ્યું કે વિશ્વની દરેક મોટી કંપની ગુજરાતમાં રોકાણ કરવા ઈચ્છે છે અને ટેસ્લા (Tesla) સાથે હાલ વાટાઘાટો ચાલી રહી છે અને વાઇબ્રન્ટ સમિટ સમયે જ ખ્યાલ આવશે.

MOUનું અમલીકરણ નથી થતું તે વિપક્ષના આક્ષેપો ખોટા

MOUના મૂડી રોકાણ અને રોજગારીના આંકડાઓ મુદ્દે બળવંતસિંહ રાજપૂતેકહ્યું કે MOUનું અમલીકરણ નથી થતું તે વિપક્ષના આક્ષેપો ખોટા છે. તેમણે કહ્યું કે ભૂતકાળમાં થયેલા MOUની 80 ટકા અમલવારી થઈ છે. ઉદ્યોગો અનુરૂપ શ્રમિકો મળી રહે તે સમયની માગ છે તેમ જણાવતાં તેમણે કહ્યું કેવાઇબ્રન્ટમાં જિલ્લાઓને પણ ધ્યાને રાખવામાં આવ્યા છે અને મુખ્ય વાઇબ્રન્ટ પહેલા ડિસ્ટ્રીક વાઇબ્રન્ટ સમીટ યોજાઈ હતી. તેમણે એમ પણ કહ્યું કે ઉદ્યોગોએ માર્કેટમાં ટકવા ઉત્પાદનની પડતર કિંમત ઘટાડાવી પડશે. ઉદ્યોગોમાં ઉપયોગી સ્કિલ પ્રમાણેના લેબરની ફોર્સ ઉભી કરવા માટે અમે કામ કરી રહ્યા છીએ.

રાજ્યમાં નવા ઔદ્યોગિક પાર્ક

બળવંતસિંહ રાજપૂતે કહ્યું કે રાજ્યમાં નવા ઔદ્યોગિક પાર્ક બની રહ્યા છે કે જ્યાં કોમન ફેસિલિટી આપવામાં આવે છે અને કોમન ફેસિલિટીના કારણે ઔધોગિક ઉત્પાદનની પડતર કિંમતમાં ઘટાડો આવે છે.

આ પણ વાંચો—REALITY CHECK : યમરાજ બનીને ફરતા ડમ્પર ચાલકો સામે સાવધ રહેવું જરુરી

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Whatsapp share
facebook twitter