- Google Pixel 9 સિરીઝ આજે થશે લોન્ચ
- Tensor G4 ચિપસેટ સાથે આ નવી સિરીઝ કરી શકે જાહેરાત
- માર્કેટમાં આવી રહ્યા છે Googleના આ સ્માર્ટફોન
- ભારતમાં આજે રાત્રે 10.30 વાગ્યે થશે લોન્ચ
Google આજે તેની સૌથી મોટી ઇવેન્ટ “મેડ બાય ગૂગલ” નું આયોજન કરી રહ્યું છે, અને તે માટે ફેન્સે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આ ઇવેન્ટમાં, Google તેની પ્રીમિયમ Pixel 9 સીરીઝ સાથે અનેક નવા ઉત્પાદનોને લોન્ચ કરશે. Pixel 9 સીરીઝમાં Google Pixel 9,Pixel 9 Pro,Pixel 9 ProXL અને Pixel 9 Pro Fold જેવી નવા સ્માર્ટફોન્સની રજૂઆત કરવામાં આવશે.
આ સિવાય Google Pixel Watch 3 અને Pixel Buds Pro2પણ લોન્ચ કરશે. Pixel Watch 3 માં 41mm અને 35mm ડિસ્પ્લે વિકલ્પો સાથે AI ફીચર્સની સાથે આવશે. Pixel Buds Pro 2 નવી ડિઝાઇન અને મોટા સ્પીકર ગ્રીલ સાથે, એગ-શેપ સાઈઝમાં હશે. મેડ બાય ગૂગલ ઈવેન્ટનો લાઈવ સ્ટ્રીમિંગ ભારતીય સમય અનુસાર રાત્રે 10.30 વાગ્યે જોવા મળી શકશે. તમે આ ઇવેન્ટને Googleના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ અને YouTube પર લાઈવ જોઈ શકાશે.
Today is the Google Pixel Launch Event at 10:30PM IST on YouTube. Are you excited friends?
-Pixel 9, Pixel 9 Pro, Pixel 9 Pro XL & Pixel 9 Fold
-Pixel Buds Pro 2
-Pixel Watch 3
-Some more surprising launches expected?#Google #Pixel9 #PixelWatch3 #PixelBudsPro2 #TeamPixel #X pic.twitter.com/jIj6c9zkpZ— Azhar Ali (@iamAzharAli_786) August 13, 2024
આ પણ વાંચો – આ સસ્તા iPhone માં આવશે iPhone 16 જેવા ફીચર, જાણો ક્યારે થશે RELEASE
Tensor G4 ચિપસેટ સાથે આ નવી સિરીઝ રજૂ કરી શકે છે.
Google Pixel 9 સીરીઝમાં, Pixel 9 ના પ્રારંભિક ભાવ $900 (લગભગ ₹75,562) હોઈ શકે છે, Pixel 9 Pro $999 (લગભગ ₹83,874) અને Pixel 9 Pro XL $1200 થી શરૂ થઈ શકે છે. Google,Tensor G4 ચિપસેટ સાથે આ નવી સિરીઝ રજૂ કરી શકે છે. Googleની આ ઈવેન્ટમાં વધુ નવું જોવા માટે ચાહકો ખૂબ ઉત્સાહિત છે, અને તે નવીનતમ પ્રોડક્ટ્સને માર્કેટમાં લઈ આવવાની તૈયારી કરી રહ્યું છે.
આ પણ વાંચો –Fact Check: BSNL લોન્ચ કરશે 200 MP સાથે BSNL 5G Smartphone!
કંપની Pixel Watch 3 લોન્ચ કરશે
તેની મેડ બાય ગૂગલ ઈવેન્ટમાં Pixel 9 સીરીઝ લોન્ચ કરવાની સાથે, Google ચાહકો માટે Google Pixel Watch 3 પણ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ વખતે ચાહકોને Google Pixel Watch 3માં 41mm અને 35mm ડિસ્પ્લે સાઇઝનો વિકલ્પ પણ મળશે. આવનારી સ્માર્ટવોચમાં AI ફીચર્સ પણ સપોર્ટ કરી શકાય છે. જો તમે સંગીતના શોખીન છો તો તમારા માટે સારા સમાચાર છે. Google આજની ઇવેન્ટમાં નવા Pixel Ear Buds લોન્ચ કરશે. આજે, Pixel Buds Pro 2, Pixel Buds Proનું અપગ્રેડ વેરિઅન્ટ પણ લોન્ચ થશે. Pixel Buds Pro 2 ને ગૂગલની નવી ડિઝાઇન, મોટી સ્પીકર ગ્રીલ મળશે. આ Pixel Buds Pro 2 એગ શેપ સાઈઝમાં લોન્ચ થઈ શકે છે. ગૂગલ આજની ઇવેન્ટમાં એન્ડ્રોઇડ 15 રજૂ કરી શકે છે.