Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યાં આ જાણીતા સેલેબ્સ, જાણો કોના લગ્ન થયાં –કોણ થયું અલગ

06:50 AM Apr 23, 2023 | Vipul Pandya

જ્યાં એક તરફ કેટલાક સેલેબ્સ પોતાના પ્રેમને છુપાવીને રાખે છે તો બીજી તરફ કેટલાક બોલ્ડ બનીને પોતાનો પ્રેમ ખુલ્લેઆમ વ્યક્ત કરે છે. સાથે જ કેટલાક એવા પણ છે જે લિવ ઇન રિલેશનશિપમાં રહે છે. ટીવી સેલેબ્સ તેમની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે તેમની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. ક્યારેક સેલેબ્સની લાઈફસ્ટાઈલ ચર્ચામાં આવે છે તો ક્યારેક તેમની લવ લાઈફ.
આવો આવા જ કેટલાંક સ્ટાર્સ કેટલાક ટીવી સેલેબ્સ વિશે જાણીએ જેઓ પોતાની લવ લાઇફને લઇને ચર્ચામાં રહ્યાં તેમજ તેમના પાર્ટનર સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યા છે. તેમાંથી કેટલાકના લગ્ન થયા અને કેટલાકના બ્રેકઅપ થયાં, તો કેટલાક હજુ પણ સાથે રહે  છે.


અંકિતા લોખંડે- વિકી જૈન: જ્યાં અંકિતા લોખંડે અને વિકી જૈનને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે, તો બીજી તરફ સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તેઓને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા છે. અંકિતા વિકી પહેલા સુશાંત સિંહ રાજપૂતને ડેટ કરી રહી હતી, પરંતુ સુશાંતના મૃત્યુ બાદ વિકી-અંકિતાના સબંબંધને લઇને ભારે ટ્રોલ કરવામાં આવી હતી. પરંતુ બંનેએ પોતાના પ્રેમના જોરે બધાના દિલ જીતી લીધા. અંકિતા અને વિકી પણ કેટલોક સમય લિવ-ઈન રિલેશનશિપમાં હતા અને હવે લગ્ન બાદ બંને નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા છે.


કરણ સિંહ ગ્રોવર- બિપાશા બાસુ: ચાહકોને હેન્ડસમ હંક કરણ સિંહ ગ્રોવર અને બંગાળી બ્યુટિ બિપાશા બાસુની જોડી ચાહકોને ખૂબ પસંદ છે. ટીવીથી બોલિવૂડની દુનિયામાં એન્ટ્રી કરનાર કરણ બિપાશાને એક ફિલ્મ દરમિયાન મળ્યો હતો. 2015માં મળ્યા બાદ બંને મિત્રો બન્યા અને પછી રિલેશનશિપમાં આવ્યાં . કરણ અને બિપાશા થોડો સમય લિવ-ઈન રિલેશનશિપમાં હતા અને પછી બંનેએ 2016માં લગ્ન કરી લીધા. 



કાશ્મીરા શાહ- કૃષ્ણા અભિષેક: અભિનેત્રી કાશ્મીરા શાહ અને કોમેડિયન કૃષ્ણા અભિષેકની જોડી ફેન્સની પહેલી પસંદ છે. બંને એકબીજાથી ખૂબ જ અલગ છે છતાં એકબીજાના સારા મિત્રો છે. કાશ્મીરા અને ક્રિષ્નાના લગ્ન 2013માં થયા હતા, જ્યારે તે પહેલા બંનેએ 9 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા અને થોડો સમય લિવ-ઈન રિલેશનશિપમાં પણ રહ્યા હતા.


ગુરમીત ચૌધરી- દેબીના બેનર્જીઃ ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જીની ગણના ક્યુટ કપલ્સમાં ગણાય છે. ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જી લગભગ પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા અને લિવ ઇનમાં પણ રહેતા હતા. અને બંનેએ લગ્ન કરી લીધા. ગુરમીત ચૌધરી અને દેબીના બેનર્જીની એક સુંદર પુત્રી પણ છે. આ ત્રણેયને ચાહકો ખૂબ પસંદ કરે છે.
 


દિવ્યા અગ્રવાલ- વરુણ સૂદ: દિવ્યા અગ્રવાલ અને વરુણ સૂદની ગણતરી પાવર પેક્ડ કપલ્સમાં થતી હતી. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો પણ શેર કરતા હતા. ચાહકો આ બંનેને પતિ-પત્ની તરીકે જોવા માંગતા હતા પરંતુ તેમની ઈચ્છા પુરી ન થઈ અને થોડા સમય પહેલા બંનેનું બ્રેકઅપ થઈ ગયું. દિવ્યા અગ્રવાલ અને વરુણ સૂદ લિવ-ઈન રિલેશનશિપમાં હતા અને કહેવાય છે કે બંનેએ સાથે ઘર પણ ખરીદ્યું હતું.


એલી ગોની- જસ્મીન ભસીન: એલી ગોની અને જસ્મીન ભસીનની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. એલી ગોની- જસ્મીન ભસીનની લવ સ્ટોરી બિગ બોસ 14 થી શરૂ થઈ હતી. રિલેશનશિપમાં આવતા પહેલા બંને ખૂબ સારા મિત્રો હતા. બંને હાલમાં લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે, જોકે આ અંગે સત્તાવાર રીતે કંઈ કહી શકાય નહીં. 


એજાઝ ખાન- પવિત્રા પુનિયાઃ એક્ટર એજાઝ ખાન અને પવિત્રા પુનિયા લિવ ઇન રિલેશનશિપમાં છે. અહેવાલો અનુસાર, એજાઝ થોડા સમય પહેલા પવિત્રાના ફ્લેટમાં શિફ્ટ થયો હતો. પવિત્રાએ કહ્યું હતું કે, ‘દરેક વ્યક્તિ અમારા લગ્ન વિશે પૂછે છે, પરંતુ અમે લગ્નની જેમ ખુશ છીએ. જ્યારે તમે લાંબા સમય સુધી કોઈની સાથે રહો છો, ત્યારે તમે એકબીજાને બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ તરીકે જોવાનું બંધ કરી દો છો.