+

આ બોલિવૂડ સ્ટાર્સે આપી સૌથી વધુ 200 કરોડની ફિલ્મો

અત્યારે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા સુપરસ્ટાર છે જેમના કરોડો ચાહકો છે. આ જ કારણ છે કે આ સ્ટાર્સમાં બોક્સ ઓફિસનો અસલી બાદશાહ કોણ છે તેની ચર્ચા હંમેશા થતી રહે છે. આજે આ રિપોર્ટમાં અમે તમને એવા બોલિવૂડ સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમની ફિલ્મોએ અત્યાર સુધી 200 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે. ચાલો વધુ જાણીએ એ સ્ટાર્સ વિશે....સલમાન ખાન આ યાદીમાં સલમાન ખાન નંબર વન પર છે. અભિનેત
અત્યારે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા સુપરસ્ટાર છે જેમના કરોડો ચાહકો છે. આ જ કારણ છે કે આ સ્ટાર્સમાં બોક્સ ઓફિસનો અસલી બાદશાહ કોણ છે તેની ચર્ચા હંમેશા થતી રહે છે. આજે આ રિપોર્ટમાં અમે તમને એવા બોલિવૂડ સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમની ફિલ્મોએ અત્યાર સુધી 200 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે. ચાલો વધુ જાણીએ એ સ્ટાર્સ વિશે….સલમાન ખાન 


આ યાદીમાં સલમાન ખાન નંબર વન પર છે. અભિનેતાની દાદાગીરી બોક્સ ઓફિસ પર પણ દેખાઈ રહી છે. 100 કરોડ ઉપરાંત સલમાને સૌથી વધુ 200 કરોડની કમાણી કરનારી ફિલ્મો આપી છે. અત્યાર સુધીમાં તેની છ ફિલ્મોએ આ કારનામું કર્યું છે. ટાઈગર ઝિંદા હૈ, બજરંગી ભાઈજાન, સુલતાન, કિક, ભારત અને પ્રેમ રતન ધન પાયો જેવી ફિલ્મો આમાં સામેલ છે.આમિર ખાન


મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતા આમિર પણ આ લિસ્ટમાં છે. સલમાન બાદ તેણે સૌથી વધુ 200 કરોડની ફિલ્મો આપી છે. વાસ્તવમાં આ ક્લબની શરૂઆત આમિર ખાને જ કરી હતી. આ આંકડો પાર કરનારી તેમની ફિલ્મ 3 ઈડિયટ્સ પ્રથમ હતી. આ પછી પીકે, ધૂમ 3 અને દંગલ જેવી ફિલ્મોએ પણ આ ક્લબમાં પોતાની જગ્યા બનાવી.અજય દેવગન 


સુપરસ્ટાર અજય દેવગન ત્રીજા સ્થાને છે. અજય અત્યાર સુધી ઘણી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળ્યો છે. હાલમાં જ તેની ફિલ્મ દૃષ્યમ 2 બોક્સ ઓફિસ પર 200 કરોડનો આંકડો પાર કરી ગઈ છે. ફિલ્મ હજુ પણ સારો દેખાવ કરી રહી છે. આ ફિલ્મ પહેલા તેની ગોલમાલ અગેઇન અને તાનાજી પણ આ કારનામું કરી ચૂકી છે.શાહરૂખ ખાન
આ યાદીમાં બોલિવૂડના બાદશાહ ચોથા નંબર પર છે. પોતાની એક્ટિંગથી કરોડો દિલો પર રાજ કરનાર શાહરૂખની બે ફિલ્મો 200 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. રોહિત શેટ્ટી દ્વારા દિગ્દર્શિત ચેન્નાઈ એક્સપ્રેસ 200 કરોડની ક્લબમાં પ્રવેશનારી પ્રથમ હતી. આ પછી ફરાહ ખાન દ્વારા નિર્દેશિત હેપ્પી ન્યૂ યર એ પણ ક્લબમાં જગ્યા બનાવી.અક્ષય કુમાર



આ યાદીમાં અક્ષય કુમાર છેલ્લા સ્થાને છે. અક્ષય કુમાર એક વર્ષમાં સૌથી વધુ ફિલ્મોમાં કામ કરવા માટે જાણીતો છે. અત્યાર સુધી તેણે 100 કરોડની ઘણી ફિલ્મો આપી છે. આ સિવાય અક્ષયની બે ફિલ્મો મિશન મંગલ અને ગુડ ન્યૂઝે બોક્સ ઓફિસ પર 200 કરોડથી વધુની કમાણી કરી છે.


ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter