- ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં બે દિવસ રેડ એલર્ટ
- મધ્યપ્રદેશ પર સર્જાયેલી સિસ્ટમ રાજસ્થાન તરફ વધી
- 15 કિમીની ઝડપે રાજસ્થાન તરફ વધી રહી છે સિસ્ટમ
- આગામી થોડા કલાકમાં ડીપ ડીપ્રેશનમાં ફેરવાશે સિસ્ટમ
- ગુજરાતના ડીસાથી 250 કિમી દૂર સિસ્ટમ સક્રીય છે
- 29 ઓગસ્ટ સુધી ગુજરાત તરફ આગળ વધશે સિસ્ટમ
- ગુજરાત, ગોવા, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે
- ભારે વરસાદથી ગુજરાતમાં આકસ્મિક પૂરનો ખતરો!
- આણંદ, અરવલ્લી, બનાસકાંઠામાં ફ્લેશ ફ્લડ આવી શકે
- ભરૂચ, છોટાઉદેપુર, ડાંગ, ગાંધીનગરમાં ફ્લેશ ફ્લડનું એલર્ટ
- મહેસાણા, ખેડા, મહિસાગર, નર્મદામાં ફ્લેશ ફ્લડનું એલર્ટ
- નવસારી, પાટણ, સાબરકાંઠામાં પણ ફ્લેશ ફ્લડ આવી શકે
- સુરત, તાપી, વડોદરા, વલસાડમાં ફ્લેશ ફ્લડનું એલર્ટ
- ભાવનગર, જામનગર, મોરબી, કચ્છમાં ફ્લેશ ફ્લડનું એલર્ટ
- 55 કિમીની ઝડપે તોફાની પવન સાથે વરસાદની આગાહી
- ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે કેન્દ્ર સરકાર ચિંતિત
Alert : આગામી 72 કલાક ગુજરાત માટે ભારે રહેવાના છે અને રેડ એલર્ટ (Alert) જાહેર કરાયુ છે કારણ કે મધ્યપ્રદેશ પર સર્જાયેલી સિસ્ટમ રાજસ્થાન તરફ આગળ વધી રહી છે. હાલ 15 કિમીની ઝડપે આ સિસ્ટમ રાજસ્થાન તરફ આગળ વધી રહી છે અને આ સિસ્ટમ થોડા કલાકમાં ડીપ ડીપ્રેશનમાં ફેરવાઇ જશે. સિસ્ટમ ગુજરાતના ડીસાથી 250 કિમી દુર છે જેથી ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આગામી 72 કલાક ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે.
ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં બે દિવસ રેડ એલર્ટ
ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં બે દિવસ રેડ એલર્ટ જાહેર કરાયું છે. મધ્યપ્રદેશ પર સર્જાયેલી સિસ્ટમ રાજસ્થાન તરફ આગળ વધી રહી છે. આ સિસ્ટમ 15 કિમીની ઝડપે રાજસ્થાન તરફ વધી રહી છે અને આગામી થોડા કલાકમાં ડીપ ડીપ્રેશનમાં ફેરવાઇ જશે.
ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં બે દિવસ રેડ એલર્ટ
મધ્યપ્રદેશ પર સર્જાયેલી સિસ્ટમ રાજસ્થાન તરફ વધી
15 કિમીની ઝડપે રાજસ્થાન તરફ વધી રહી છે સિસ્ટમ
આગામી થોડા કલાકમાં ડીપ ડીપ્રેશનમાં ફેરવાશે સિસ્ટમ
ગુજરાતના ડીસાથી 250 કિમી દૂર સિસ્ટમ સક્રીય છે
29 ઓગસ્ટ સુધી ગુજરાત તરફ આગળ વધશે સિસ્ટમ…— Gujarat First (@GujaratFirst) August 26, 2024
આ પણ વાંચો–—ગુજરાતમાં મેઘરાજા થયા મહેરબાન; અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ, જાણો ક્યા કેટલો વરસ્યો વરસાદ
આ સિસ્ટમ હાલ ગુજરાતના ડીસાથી 250 કિમી દૂર સક્રીય
આ સિસ્ટમ હાલ ગુજરાતના ડીસાથી 250 કિમી દૂર સક્રીય છે અને 29 ઓગસ્ટ સુધી ગુજરાત તરફ આગળ વધશે જેથી આગામી 72 કલાક સુધી ગુજરાત, ગોવા, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે. અતિ ભારે વરસાદના કારણે ગુજરાતમાં આકસ્મિક પૂરનો ખતરો ઉભો થયો છે. આણંદ, અરવલ્લી, બનાસકાંઠામાં ફ્લેશ ફ્લડ આવી શકે છે.
ફ્લેશ ફ્લડનું એલર્ટ
ઉપરાંત ભરૂચ, છોટાઉદેપુર, ડાંગ, ગાંધીનગર, મહેસાણા, ખેડા, મહિસાગર, નર્મદા, નવસારી, પાટણ, સાબરકાંઠામાં પણ ફ્લેશ ફ્લડ આવી શકે છે. સુરત, તાપી, વડોદરા, વલસાડમાં ફ્લેશ ફ્લડનું એલર્ટ જાહેર કરાયું છે. ભાવનગર, જામનગર, મોરબી, કચ્છમાં ફ્લેશ ફ્લડનું એલર્ટ છે. રાજ્યમાં 55 કિમીની ઝડપે તોફાની પવન સાથે વરસાદની આગાહી કરાઇ છે.
આ પણ વાંચો––Heavy Rain: રવિવારે રાત્રે ગુજરાતના અનેક વિસ્તારોમાં….
દેશના 22 રાજ્યમાં બે દિવસ ભારે વરસાદનું એલર્ટ
આ સાથે દેશના 22 રાજ્યમાં બે દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયુ છે. ગુજરાત અને રાજસ્થાનમાં બે દિવસ વરસાદનું રેડ એલર્ટ છે અને મહારાષ્ટ્ર અને ગોવામાં વરસાદ અંગે રેડ એલર્ટ જાહેર કરાયું છે. મધ્યપ્રદેશ, ઝારખંડ, ઓડિશામાં ઓરેન્જ એલર્ટ જાહેર છે અને જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, યુપી, બિહાર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને છત્તીસગઢમાં પણ યલો એલર્ટ જાહેર કરાયુ છે.
ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે કેન્દ્ર સરકાર ચિંતિત | Gujarat FIrst @GujaratFirst @AmitShah @AmitShah @sanghaviharsh @CMOGuj #Rain #Monsoon #HeavyRain #Gujarat #GujaratFirst #AmitShah #CMBhupendraPatel #HarshSanghvi #FlashFlood pic.twitter.com/5HBSyDdkyx
— Gujarat First (@GujaratFirst) August 26, 2024
ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે કેન્દ્ર સરકાર ચિંતિત
ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે કેન્દ્ર સરકાર ચિંતિત છે. ગૃહમંત્રી અમિતભાઈ શાહે CM ભૂપેન્દ્રભાઈ સાથે આ મુદ્દે વાત કરી છે. અમિત શાહે ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાથે પણ વાતચીત રાજ્યમાં સતત વરસાદ બાદની સ્થિતિની જાણકારી મેળવી હતી અને સ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર તરફથી મદદની ખાતરી આપી હતી.
આ પણ વાંચો––Ahmedabad: મોડી રાત્રે મેઘરાજાએ અમદાવાદને ધમરોળ્યું, અનેક વિસ્તારો થયા જળબંબાકાર