+

ભારતીય ટીમની તાકાત બમણી થઈ! આ મહાન ખેલાડીની થઈ અચાનક એન્ટ્રી

India Teamનો Star Batsman શ્રેયસ અય્યર ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. જેના કારણે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. હવે તેની જગ્યાએ BCCIએ એક યુવા ખેલાડીને ટીમ ઈન્ડિયામાં સામેલ કર્યો છે. આ ખેલાડી વિસ્ફોટક બેટિંગમાં માહેર છે. આ ખેલાડીએ પોતાની બેટિંગથી બધાના દિલ જીતી લીધા છે.રજત પાટીદાર ઘરેલુ મેચોમાં મધ્યપ્રદેશ તરફથી રમે છેરજત પાટીદાર ઘરેલુ મેચોમાં મધ્યપ્રદેશ તરફથી રમે
India Teamનો Star Batsman શ્રેયસ અય્યર ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. જેના કારણે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. હવે તેની જગ્યાએ BCCIએ એક યુવા ખેલાડીને ટીમ ઈન્ડિયામાં સામેલ કર્યો છે. આ ખેલાડી વિસ્ફોટક બેટિંગમાં માહેર છે. આ ખેલાડીએ પોતાની બેટિંગથી બધાના દિલ જીતી લીધા છે.
રજત પાટીદાર ઘરેલુ મેચોમાં મધ્યપ્રદેશ તરફથી રમે છે
રજત પાટીદાર ઘરેલુ મેચોમાં મધ્યપ્રદેશ તરફથી રમે છે. તેણે ઓક્ટોબર 2015માં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ મેચ રમી હતી. આ પછી, તેણે ડિસેમ્બર 2015 માં લિસ્ટ Aમાં પણ પ્રવેશ કર્યો. તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સારું પ્રદર્શન કર્યું છે. જો આપણે રજતના એકંદર પ્રદર્શન પર નજર કરીએ તો તેણે 51 લિસ્ટ A મેચમાં 1648 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 સદી અને 8 અડધી સદી ફટકારી છે. રજતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 158 રનનું રહ્યું છે. તેણે ફર્સ્ટ ક્લાસ મેચોની 84 ઇનિંગ્સમાં 3668 રન બનાવ્યા છે. રજતે આ ફોર્મેટમાં 11 સદી અને 20 અડધી સદી ફટકારી છે.
આ ખેલાડીને તક મળી
શ્રેયસ અય્યર પીઠની ઈજાને કારણે ન્યુઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે. હવે પસંદગીકારોએ તેમના સ્થાને રજત પાટીદારને તક આપી છે. રજત શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તે કોઈપણ બોલિંગ આક્રમણને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. ત્યારે  મુજબ  રજતનું તાજેતરનું પ્રદર્શન ઘણું સારું છે. તેણે વિદર્ભ સામે રમતા સદી ફટકારી હતી. એમપી માટે રજતે 121 રનની ઇનિંગ રમી હતી. જ્યારે અગાઉ તેણે રેલવે અને ચંદીગઢ સામે અડધી સદી ફટકારી હતી. તેણે ચંદીગઢ સામે 88 રન બનાવ્યા હતા. રજતે છેલ્લી 7 મેચમાં સતત અડધી સદી ફટકારી છે. આ દરમિયાન તેણે સદી પણ ફટકારી હતી. તે મધ્યપ્રદેશની અંડર-19 અને અંડર-22 ટીમો માટે પણ રમી ચૂક્યો છે. રજત આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમે છે.
IPLમાં ઘણી મહત્વની ઈનિંગ્સ રમી છે
રજત પાટીદાર IPLમાં RCB ટીમ તરફથી રમે છે. તેણે RCB ટીમ માટે ઘણી શાનદાર ઇનિંગ્સ રમી છે. IPL 2022 તેણે 8 મેચમાં એક સદી અને બે અડધી સદી સાથે 333 રન બનાવ્યા હતા, જેમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે 112 રનની ઇનિંગનો સમાવેશ થાય છે.
રણજી ટ્રોફીમાં તાકાત બતાવી
IPL સિવાય રજત પાટીદાર ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ તોફાની પ્રદર્શન કરી ચૂક્યો છે. તેણે મધ્ય પ્રદેશ માટે રણજી ટ્રોફીની ફાઇનલમાં સદી ફટકારી હતી અને 658 રન સાથે બીજા સ્થાને રહીને સિઝન પૂરી કરી હતી. તેણે 50 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 3668 રન બનાવ્યા છે જેમાં 11 સદી સામેલ છે. આ સાથે જ તેણે 51 લિસ્ટ મેચમાં 1648 રન બનાવ્યા છે.તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ 18, 21 અને 24 જાન્યુઆરીએ ત્રણ વનડે રમશે. ન્યુઝીલેન્ડ સામેની આ સીરીઝ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે ઘણી મહત્વની રહેશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter