Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજ્યમાં આગામી બે દિવસ પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

07:18 PM Apr 26, 2023 | Hiren Dave

ગરમીને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. આ વર્ષે પહેલીવાર મે મહિનો મે મહિના જેવો નહિ લાગે. પહેલીવાર મે મહિનામાં ઓછી ગરમી અનુભવાશે. ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં સતત આવી રહેલા પલટાને કારણે આ વર્ષે મે મહિનામાં ઓછી ગરમી લાગશે. પરંતુ હાલ હવામાન વિભાગે બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે.

અમદાવાદના આ વિસ્તારમાં વરસાદ શરૂ
અમદાવાદ શહેરના બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં SG હાઈવે, બોપલ, ગોતા, સેટેલાઈટમાં વરસાદી માહોલ જામ્યો છે, જ્યારે સરખેજ, વાસણા, જીવરાજ પાર્ક, પાલડીના વાતાવરણમાં પલટો આવ્યો છે. તેવી જ રીતે વાડજ, નારણપુરા, મેમનગર, શિવરંજનીમાં વરસાદ પડી રહ્યો છે.

અમરેલી વિસ્તારમાં વાતાવરણમાં પલટો

ધારી ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદી છાંટા શરૂ થયા છે. ધારીના સરસીયા ગામમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા છે. ધારી પંથકના ગ્રામ્ય વિસ્તારોમા વાતાવરણ પલટાતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. ધારીના સુખપુર કુબડામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ધારી પંથકના ગ્રામ્ય વિસ્તારોમા ભર ઉનાળે કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે

મહેસાણામાં ભારે પવન ફૂંકાયો
તો બીજી તરફ મહેસાણામાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદી ઝાપટા સાથે ભારે પવન ફૂંકાયો હતો અને ભારે પવન ફૂંકાવાને કારણે નગર પાલિકા હસ્તકના નાઇટ મેચ માટે ઉભા કરવામાં આવેલા લાઇટ પોલને નુકસાન થયું હતું. તેમજ મંડપ સહિત અનેક ચીજ વસ્તુઓ વેર વિખેર થઈ ગઈ હતી.

 

હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે ગુજરાતનાં ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર છે. રાજ્યમાં આગામી 2 દિવસ સુધી કમોસમી વરસાદની સંભાવના છે. જેમાં ખાસ કરી ને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા હોવાનું જણાવ્યું છે. આ સિવાય અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પવનની ગતિ તેજ રહેવાની આગાહી છે. આ સાથે વરસાદ સાથે રાજ્યમાં 39થી 40 ડિગ્રી વચ્ચે તાપમાન રહેશે. આ તરફ હવામાનની આગાહી પ્રમાણે તાપમાન 40 ડિગ્રીને પાર જવાની શક્યતા નહિવત્ છે. જોકે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.

ગરમીના દિવસોમા અમદાવાદ સૌથી વધુ તપે છે. અનેકવાર અમદાવાદમાં મે મહિનામા ગરમીનો પારો 45 ડિગ્રીથી ઉંચો જતો રહે છે. પરંતુ હાલની સ્થિતિ જોતા અમદાવાદ સહિત રાજ્યભરમાં મે મહિનામાં આગ ઝરતી ગરમી પડવાની સંભાવના ઓછી છે. આ વખતે ગુજરાતમાં ગરમીનો પારો બહુ ઉંચે નહિ જાય. આ અંગે હવામાન નિષ્ણાતોનં કહેવું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અને કમોસમી વરસાદ પણ પડશે. એપ્રિલ મહિનામાં સૌથી વધુ વાતાવરણનો પલટો અનુભવાયો છે. જેથી એપ્રિલમાં ગરમીનું પ્રમાણ ઓછું રહ્યું છે. આવામાં મે મહિનો પણ સારો જશે.

આ પણ વાંચો- જેમના કારણે રાહુલ ગાંધીએ બંગલો ખાલી કર્યો તે પૂર્ણેશ મોદીએ હજું પણ મંત્રીનો બંગલો ખાલી કર્યો નથી, કોંગ્રેસનો આક્ષેપ 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ