Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રાજ્યના વાતાવરણમાં એકવાર ફરી આવશે પલટો, આગામી દિવસોમાં કમોસમી વરસાદની આગાહી

08:02 AM Apr 23, 2023 | Vipul Pandya

રાજ્યમાં એકવાર ફરી વાતાવરણમાં પલટો આવવાની સંભાવનાઓ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યમાં માવઠુ પડી શકે છે. ઉનાળાની શરૂઆત થતા જ માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે. 
રાજ્યમાં ઠંડીએ જ્યારે બાય બાય કહી દીધુ છે અને ઉનાળાની શરૂઆત હવે બસ થઇ ગઇ છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, દક્ષિણ ગુજરાતના ડાંગ, નર્મદા અને તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા હોવાના કારણે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ત્રણ દિવસ માવઠુ પડી શકે છે. 7થી 9 માર્ચ સુધી કમોસમી વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. માવઠાને કારણે પાકમાં નુકશાનની ભીતી સેવાઇ રહી છે. ખેડૂતોનો શિયાળુ પાક તૈયાર થઇ રહ્યો છે ત્યારે ફરી એકવાર વરસાદની આગાહીએ તેમની ચિંતા વધારી દીધી છે. ડબલ ઋતુના અહેસાસ વચ્ચે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. જેમાં સોમવારે માવઠાની શક્યતા છે. જયારે રાજ્યના અન્ય ભાગોમાં ઠંડા પવન ફૂંકાશે.
રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 30 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે. તેવા સમયે છેલ્લા બે દિવસથી લધુત્તમ તાપમાન ઘટાડો થયો છે. ગુજરાતમાં આગામી 7 માર્ચથી માવઠાની આગાહી કરાઇ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળની ખાડિયા લો પ્રેશર સર્જાશે જેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર પણ જોવા મળશે. જેના કારણે પાંચથી દસ માર્ચ વચ્ચે વાતાવરણમાં પલટો આવશે અને સાત, આઠ અને નવમી માર્ચે વરસાદ પડી શકે છે. જોકે, આખા રાજ્યમાં નહીં પરંતુ ડાંગ-તાપી જેવા દક્ષિણ પૂર્વ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.