Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આજે ડોલર સામે રૂપિયામાં જોવા મળી 13 પૈસાની મજબૂતાઇ

10:29 AM May 04, 2023 | Vipul Pandya

ભારતીય રૂપિયો ગઈ કાલે અમેરિકી ડોલરની સરખામણીએ ડોલર દીઠ રૂ. 78.40ની સપાટીએ પહોંચ્યો હતો. રૂપિયો તેની સર્વકાલીન નીચી સપાટીએ પહોંચ્યો હતો. ગઈકાલના કારોબારમાં ડોલર સામે રૂપિયો 78.39 પર બંધ થયો હતો. આજે શરૂઆતના કારોબારમાં 13 પૈસાની મજબૂતી સાથે 78.26 પર ટ્રેડ થઈ રહ્યો છે.

વિદેશી ભંડોળના સતત આઉટફ્લો અને સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં ઘટાડાને કારણે બુધવારે રૂપિયો યુએસ ડોલર સામે 19 પૈસા ઘટીને 78.39ના નવા રેકોર્ડ સાથે અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ પહોંચ્યો હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે વિદેશમાં ડોલરની મજબૂતાઈએ પણ રૂપિયાના સેન્ટિમેન્ટ પર અસર કરી છે.
રેલિગેર બ્રોકિંગના કોમોડિટી અને કરન્સી ડિવિઝનના વાઇસ પ્રેસિડેન્ટ સુગંધા સચદેવાએ જણાવ્યું હતું કે, ‘ઘરેલું ઇક્વિટીમાંથી અવિરત આઉટફ્લો અને મજબૂત થતા ડોલરની વચ્ચે થોડા સમય માટે 78 માર્કની આસપાસ ફર્યા પછી, ભારતીય રૂપિયાએ ડોલર સામે નવો રેકોર્ડ બનાવ્યો’.  LKP સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસિસના વાઇસ પ્રેસિડેન્ટ જતિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ‘ફેડ રિઝર્વના આક્રમક વલણ અને ભારતીય બજારોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા આક્રમક વેચાણને કારણે રૂપિયો 78.30ની સપાટીએ નબળો પડ્યો છે.
છ મુખ્ય ચલણો સામે યુએસ ડોલરની સ્થિતિને પ્રતિબિંબિત કરે છે, 0.05 ટકા વધીને 104.48 પર પહોંચ્યો હતો. વૈશ્વિક તેલ સૂચકાંક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 4.46 ટકા ઘટીને બેરલ દીઠ $109.54 થયો હતો. શેરબજારના કામચલાઉ ડેટા મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારો શેરબજારમાં ચોખ્ખા વેચાણકર્તા હતા. બુધવારે તેણે રૂ. 2,920.61 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.