+

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો બન્યો ડાંગ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થઇ ગયું છે. આ પરિણામ તમે સવારે 8 કલાકથી બોર્ડની વેબસાઇટ પર જોઇ શકશો. વળી ધોરણ 10નું પરિણામ 6 જૂને જાહેર કરવામાં આવશે.ધોરણ 12 સમાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઇ ગયું છે. તમામ વિદ્યાર્થીઓ પોતાના પરિણામને બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જોઇ શકે છે. વિદ્યાર્થીઓની લાંબા સમયની આતુરતાનો આખરે અંત આવ્યો àª
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થઇ ગયું છે. આ પરિણામ તમે સવારે 8 કલાકથી બોર્ડની વેબસાઇટ પર જોઇ શકશો. વળી ધોરણ 10નું પરિણામ 6 જૂને જાહેર કરવામાં આવશે.
ધોરણ 12 સમાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઇ ગયું છે. તમામ વિદ્યાર્થીઓ પોતાના પરિણામને બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જોઇ શકે છે. વિદ્યાર્થીઓની લાંબા સમયની આતુરતાનો આખરે અંત આવ્યો છે. ભારે ઉત્સાહ સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓ શાળાએ પહોંચી રહ્યા છે. આજે સવારે 12માં ધોરણનું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઇ ગયું છે. 8 વાગ્યાથી બોર્ડની વેબસાઇટ પર પણ વિદ્યાર્થીઓ પરિણામ જોઇ શકે છે. વળી ધોરણ 10નું પરિણામ 6 જૂને જાહેર થવાનું છે. ઓનલાઈન પરિણામ ચેક કરવા માટે વિદ્યાર્થીઓ સૌ પ્રથમ ગૂગલમાં સર્ચ કરતા gseb.org વેબસાઇટ પર જાઓ. ત્યારબાદ GSEB HSC Result 2022 / GSEB SSC Result 2022 આ બંનેમાંથી કોઇ એક લિંક પર ક્લિક કરો. ત્યારબાદ 6 અંકનો સીટ નંબર દાખલ કરો. ત્યારબાદ Submit બટન પર ક્લિંક કરો. ત્યારબાદ તમારી સ્ક્રીન પર તમારું પરિણામ તમને જોવા મળી જશે.  
મહત્વનું છે કે, રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઇ ગયું છે. મળી રહેલી માહિતી અનુસાર, ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.51 ટકા પરિણામ આવ્યું છે. રાજ્યમાં કુલ 2.90 લાખ ઉમેદવારો પાસ થયા છે. સૌથી વધુ સુબીર, છાપી, અલારસાનું 100 ટકા પરિણામ આવ્યું છે. રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો ડાંગ બન્યો છે. જ્યા 95.41 ટકા પરિણામ આવ્યું છે. વળી સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો વડોદરા બન્યો છે. જ્યા 79.87 ટકા પરિણામ જાહેર થયું છે. ઉપરાંત સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ડભોઈ બન્યું છે. જ્યા 56.43 ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો અહીં 79.87 ટકા પરિણામ જાહેર થયું છે. વળી અમદાવાદ જિલ્લાની વાત કરવામાં આવે તો તે 95.90 ટકા છે. 
આ ઉપરાંત કચ્છ જિલ્લાનું 91.24 ટકા પરિણામ, જામનગર જિલ્લાનું 89.39 ટકા પરિણામ, જૂનાગઢ જિલ્લાનું 86.50 ટકા પરિણામ, ભરૂચ જિલ્લાનું 84.52 ટકા પરિણામ, આણંદ જિલ્લાનું 84.91 ટકા પરિણામ, સાબરકાંઠા જિલ્લાનુ 90.19 ટકા પરિણામ, સુરેન્દ્રનગર જિલ્લાનું 91.23 ટકા પરિણામ, રાજકોટ સેન્ટરનું પરિણામ 88.72 ટકા, સુરત સેન્ટરનું પરિણામ 87.52 ટકા, ભાવનગર સેન્ટરનું 93.09 ટકા પરિણામ, જૂનાગઢ સેન્ટરનું 86.50 ટકા પરિણામ આવ્યું છે. ઉપરાંત અમરેલીનું 85.97 ટકા પરિણામ, ખેડાનું 79.15 ટકા પરિણામ, પંચમહાલનું 86.07 ટકા પરિણામ, બનાસકાંઠાનું 93.60 ટકા પરિણામ, મહેસાણાનું 87.86 ટકા પરિણામ, રાજકોટનું 88.72 ટકા પરિણામ, વલસાડનું 83.50 ટકા પરિણામ, દમણનું 82.71 ટકા પરિણામ, પાટણનું 88.85 ટકા પરિણામ, નવસારીનું 84.67 ટકા પરિણામ, દાહોદનું 87.36 ટકા પરિણામ, પોરબંદરનું 85.30 ટકા પરિણામ, નર્મદાનું 80.07 ટકા પરિણામ, ગાંધીનગરનું 87.84 ટકા પરિણામ, તાપીનું 87.16 ટકા પરિણામ, અરવલ્લીનું 90.86 ટકા પરિણામ, બોટાદનું 93.87 ટકા પરિણામ, છોટાઉદેપુરનું 90.58 ટકા પરિણામ, દ્વારકાનું 91.16 ટકા પરિણામ, ગીર-સોમનાથનું 89.61 ટકા પરિણામ, મહીસાગરનું 92.77 ટકા પરિણામ, મોરબીનું 89.20 ટકા પરિણામ અને દીવનું 94.75 ટકા પરિણામ આવ્યું છે. 
વળી, સામાન્ય પ્રવાહમાં 2092 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ આવ્યો છે તો સામાન્ય પ્રવાહમાં 25432 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ આવ્યો છે. 62,734 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ મેળવ્યો છે. વળી 10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી 1 શાળા છે. અંગ્રેજી માધ્યમની શાળાઓની વાત કરીએ તો તેનું પરિણામ 86.85 ટકા આવ્યું છે. જ્યારે ગુજરાતી માધ્યમની શાળાઓનું પરિણામ 87.22 ટકા આવ્યું છે.  
ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ 3 જૂન, શુક્રવારના રોજ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યાવસાયિક પ્રવાહ, UUB પ્રવાહ અને સંસ્કૃત માધ્યમની પરીક્ષાનું પરિણામ 4 જૂન, 2022ના રોજ સવારે 8 વાગ્યે જાહેર થશે. GSEB 12મી સાયન્સ અને સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન લેવામાં આવી હતી જેમાં 5 લાખથી વધુ વિદ્યાર્થીઓ બેઠા હતા.
Whatsapp share
facebook twitter