+

ASI : જ્ઞાનવાપી સંકુલમાં કરાયેલા સર્વેનો રિપોર્ટ જિલ્લા કોર્ટમાં રજૂ

ASIએ જ્ઞાનવાપી સંકુલ (Gnanawapi complex) માં કરાયેલા સર્વેનો રિપોર્ટ જિલ્લા કોર્ટમાં રજૂ કર્યો હતો. ASIએ 24 જુલાઈના રોજ સર્વેની કામગીરી શરૂ કરી હતી. હવે આ મામલે આગામી સુનાવણી 21મી ડિસેમ્બરે…

ASIએ જ્ઞાનવાપી સંકુલ (Gnanawapi complex) માં કરાયેલા સર્વેનો રિપોર્ટ જિલ્લા કોર્ટમાં રજૂ કર્યો હતો. ASIએ 24 જુલાઈના રોજ સર્વેની કામગીરી શરૂ કરી હતી. હવે આ મામલે આગામી સુનાવણી 21મી ડિસેમ્બરે થશે. તમને જણાવી દઈએ કે 11 ડિસેમ્બર, 2023ના રોજ ASI દ્વારા કહેવામાં આવ્યું હતું કે અધિક્ષક પુરાતત્વવિદ્ અવિનાશ મોહંતીની તબિયત ખરાબ હોવાને કારણે તેઓ કોર્ટમાં હાજર રહીને રિપોર્ટ દાખલ કરવામાં અસમર્થ છે. તેથી રિપોર્ટ ફાઈલ કરવા માટે વધુ એક સપ્તાહનો સમય આપવો જોઈએ. વારાણસી જિલ્લા ન્યાયાધીશની કોર્ટે વધુ એક સપ્તાહનો સમય આપ્યો હતો અને રિપોર્ટ દાખલ કરવાની તારીખ 18 ડિસેમ્બર નક્કી કરી હતી.

મુસ્લિમ પક્ષે કોર્ટમાં અરજી કરી

ASI દ્વારા સર્વે રિપોર્ટ રજૂ કરવામાં આવે તે પહેલા મુસ્લિમ પક્ષે કોર્ટમાં અરજી કરી હતી. મુસ્લિમ પક્ષે કોર્ટ પાસે માંગણી કરી છે કે વારાણસીના જ્ઞાનવાપી (Gnanawapi ) સંકુલમાં કરાયેલા ASI સર્વેનો રિપોર્ટ સીલબંધ પરબીડિયામાં રજૂ કરવામાં આવે અને કોઈને પણ એફિડેવિટ વિના રિપોર્ટને સાર્વજનિક કરવાની મંજૂરી આપવામાં ન આવે.

1500 પેજમાં સર્વે રિપોર્ટ

જ્ઞાનવાપી (Gnanawapi ) કેસમાં ASIના એડિશનલ ડિરેક્ટરે વારાણસીના ડિસ્ટ્રિક્ટ જજને સીલબંધ રિપોર્ટ સોંપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ રિપોર્ટ 1500થી વધુ પેજનો છે, જેમાં જ્ઞાનવાપીના સર્વેની સત્યતા દર્શાવવામાં આવી છે. જ્ઞાનવાપીના સર્વે દરમિયાન ASIને તૂટેલા શિલ્પો, વાસણો, મૂર્તિઓ જેવા 250 અવશેષો મળ્યા હતા. આ ડીએમની દેખરેખ હેઠળ લોકરમાં જમા કરવામાં આવ્યા હતા. આ તમામ અવશેષો પણ કોર્ટમાં રાખવામાં આવ્યા છે.

સીલબંધ પરબીડિયામાં રિપોર્ટ સબમિટ કર્યો

જ્ઞાનવાપી (Gnanawapi ) સંકુલનો સર્વે રિપોર્ટ આખરે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. ASIના એડિશનલ ડાયરેક્ટરે તેને સીલબંધ કપડાંમાં રજૂ કર્યો હતો. હિંદુ પક્ષે રિપોર્ટ રજૂ કરવાની રીત પર નારાજગી વ્યક્ત કરી છે. હિંદુ પક્ષોએ અહેવાલને સીલબંધ કપડામાં રજૂ કરવા સામે વાંધો ઉઠાવ્યો છે.

આ પણ વાંચો—-VARANASI : PM મોદી દ્વારા કરાયું દુનિયાના સૌથી મોટા ધ્યાન કેન્દ્રનું ઉદ્ધાટન, ગુજરાતી ઉદ્યોગપતીના મદદથી તૈયાર કરાયું છે આ મહામંદિર

Whatsapp share
facebook twitter