+

Quad Summit: જો બિડેનના વતનની આ ભવ્ય હવેલીમાં ભેગા થશે આ 4 યાર….

અમેરિકાના વિલ્મિંગ્ટન શહેરમાં ક્વાડ સમિટમાં 4 શક્તિશાળી નેતા ભેગા થશે રાષ્ટ્રપતિ જો બિડેનના વતનની હવેલીમાં યોજાશે બેઠકો નેમોર્સ એસ્ટેટ ખાતે 300 એકરની લીલીછમ જગ્યા અને 105 રૂમો સાથેની 47,000 ચોરસ…
  • અમેરિકાના વિલ્મિંગ્ટન શહેરમાં ક્વાડ સમિટમાં 4 શક્તિશાળી નેતા ભેગા થશે
  • રાષ્ટ્રપતિ જો બિડેનના વતનની હવેલીમાં યોજાશે બેઠકો
  • નેમોર્સ એસ્ટેટ ખાતે 300 એકરની લીલીછમ જગ્યા અને 105 રૂમો સાથેની 47,000 ચોરસ ફૂટની હવેલી

Quad Summit AT Wilmington Mansion : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે રવાના થયા છે. પીએમ મોદી ત્યાં ક્વાડ સમિટ (Quad Summit)2024માં ભાગ લેશે આ વર્ષની ક્વાડ સમિટ ખૂબ જ ખાસ છે. આ ક્વાડ સમિટ ખાસ એટલા માટે છે કારણ કે રાષ્ટ્રપતિ જો બિડેનના હોમ ટાઉનમાં અને તેમની ખાસ હવેલીમાં આ સમિટ થવાની છે. ડેલવેરના વિલ્મિંગ્ટન શહેરમાં જો બિડેનનું ‘ડ્રીમ હાઉસ’ (Wilmington Mansion) પણ છે. વ્હાઇટ હાઉસ છોડ્યા પછી, બિડેન ઘણીવાર સપ્તાહના અંતે સમય એટલે કે વીક એન્ડ પસાર કરવા માટે આ હવેલીમાં આવે છે. હવે જ્યારે ક્વાડમાં વિશ્વના નેતાઓ ડેલવેરમાં ભેગા થશે, ત્યારે બિડેનની આ હવેલી ફરી એકવાર સમાચારમાં છે. કારણ કે અમેરિકી રાષ્ટ્રપતિએ ફરી એકવાર પોતાના ચાર ખાસ મિત્રો માટે પોતાનો મહેલ ખોલી દીધો છે. તે પોતાના જૂના મકાનમાં ઘણી વિશેષ સભાઓ કરશે અને તેમની સાથે સમય વિતાવશે.

જો બિડેનની વિલ્મિંગ્ટન હવેલી

વોશિંગ્ટનથી લગભગ 110 માઈલ દૂર વિલ્મિંગ્ટનમાં સ્થિત તેમના ઘર પર જૉ બિડેનને હંમેશા ગર્વ છે. તે અવારનવાર અહીં વ્હાઇટ હાઉસથી દૂર સમય વિતાવે છે. બિડેનની આ હવેલી વર્ષ 2022 માં ચર્ચામાં આવી હતી, જ્યારે ગેરેજમાં તેની કોર્વેટ સ્પોર્ટ્સ કારની બાજુમાં વર્ગીકૃત દસ્તાવેજો મળી આવ્યા હતા.

આ પણ વાંચો–પીએમ મોદીની Quad Summit,જાણો કેમ ચીનની ચચરી રહી છે…

બિડેનના ‘ગ્રીનવિલે’માં કેટલા રૂમ છે

વિલ્મિંગ્ટનમાં જો બિડેનના આ ભવ્ય દેખાતા ડ્રીમ હોમનું નામ ગ્રીનવિલે છે. ગ્રીનવિલે હવેલી તેમના કબજામાં આવ્યાના ઘણા સમય પહેલા ડુ પોન્ટ્સ, ગનપાવડર-વેપારી પરિવારની હતી. તેણે નેમોર્સ એસ્ટેટ ખાતે 300 એકરની લીલીછમ જગ્યા અને 105 રૂમો સાથેની 47,000 ચોરસ ફૂટની હવેલી, ચૅટો-શૈલીની હવેલીનું નિર્માણ કર્યું. આ ભવ્ય હવેલી પછીથી જો બિડેનનું ઘર બની ગયું. આ હવેલી 1930માં બનાવવામાં આવી હતી.

હવેલીમાં પૂલ, બગીચો અને બાસ્કેટબોલ કોર્ટ

બિડેનની આ હવેલી 10,000 ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલી છે, આ બે માળની હવેલીમાં 5 બેડરૂમ, અઢી બાથરૂમ અને ત્રણ ફાયરપ્લેસ છે. બિડેને તેમના ઘરને “સ્ટેશન” કહ્યું હતું આ હવેલીએ તેમના 1988 ના રાષ્ટ્રપતિ અભિયાન માટે મુખ્ય મથક તરીકે સેવા આપી હતી. આ હવેલીના બહારના ભાગમાં પ્લાસ્ટર અને એક ગેબલ રુફ છે. બે એકર જમીનમાં એક મોટો પૂલ, બગીચો અને પાર્કિંગ એરિયા તથા એક બાસ્કેટબોલ કોર્ટ છે.

વિલ્મિંગ્ટન હવેલી બિડેન માટે ખાસ છે

કોરોના લોકડાઉન દરમિયાન, બિડેન વ્હાઇટ હાઉસ છોડીને આ હવેલીમાં રહેવા ગયા હતા. તે માત્ર તેના પરિવાર સાથે અહીં સમય વિતાવે છે પરંતુ તેમની ઓફિસનું કામ પણ કરે છે. બિડેનની આ હવેલી તેમનો કમ્ફર્ટ ઝોન માનવામાં આવે છે.

ટ્રમ્પના પુત્ર એરિક ટ્રમ્પે એક ફોટો ટ્વીટ કરીને આ હવેલી વિશે ઘણા ખુલાસા કર્યા હતા

ટ્રમ્પના પુત્ર એરિક ટ્રમ્પે એક ફોટો ટ્વીટ કરીને આ હવેલી વિશે ઘણા ખુલાસા કર્યા હતા. તેણે કહ્યું કે જ્યારે બિડેને તેને ખરીદ્યું ત્યારે તે એટલું ભવ્ય લાગતું ન હતું કે બિડેને તેને ભવ્ય બનાવવા માટે છેલ્લા બે દાયકામાં ઘણો ખર્ચ કર્યો છે. તેમણે વર્ષ 1974માં આ હવેલી પર $185,000 ખર્ચ્યા હતા.

આ પણ વાંચો—US electionમાં આજથી વ્યક્તિગત મતદાન શરુ…

Whatsapp share
facebook twitter