Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ફ્લાઇટમાં મુસાફરો ત્યારે ડરી ગયા જ્યારે પાયલોટે કહ્યું – Sorry મને વિમાન લેન્ડ કરતા નથી આવડતું

04:14 PM Aug 17, 2024 |
  • આકાશમાં દહેશત: પાયલોટે મુસાફરોને કહ્યું, ‘મને લેન્ડિંગ ન આવડતું’
  • આકાશમાં જીવન-મરણનો સંઘર્ષ કરતા મુસાફર
  • પાયલોટે મુસાફરોને જોખમમાં મૂક્યા

Shocking : કલ્પના કરો કે તમે પ્લેન (Plane) માં ઉડી રહ્યા છો અને અચાનક પાયલોટ (Pilot) જાહેરાત કરે છે કે તેને વિમાન કેવી રીતે લેન્ડ (Land) કરવું તે ખબર નથી. આ વાત માત્ર સાંભળી ને જ તમે ડરી જશો, પણ જરા વિચારો કે જે મુસાફરો એ આનો અનુભવ કર્યો હશે તેમની પર શું વીતી હશે? આવો જ એક કિસ્સો અમેરિકામાં બન્યો છે, જ્યાં પાયલોટે મુસાફરોની જિંદગી જોખમમાં મૂકી દીધી હતી અને પછી માત્ર “Sorry” કહી દીધું.

પાયલોટને વિમાન લેન્ડ કરવાનો અનુભવ નહોતો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલાસ્કાની ફ્લાઈટ 3491ને ઇમરજન્સીમાં સોલ્ટ લેક સિટી તરફ ડાયવર્ટ કરવી પડી, કારણ કે પાયલોટ (Pilot) ને વિમાન લેન્ડ કરવાનો અનુભવ નહોતો. તેણે આ વાત મુસાફરો સમક્ષ સ્વીકારી પણ હતી. વિમાનને બાદમાં ઉટાહના એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું હતું. ફ્લાઇટ દરમિયાન પાયલોટે અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે તે જેક્સન હોલ એરપોર્ટ પર વિમાન ઉતારવામાં જાણતો નથી. આ જ કારણ છે કે, વિમાનને સોલ્ટ લેક સિટી, ઉટાહ તરફ ડાયવર્ટ કરવું પડશે. તેણે મુસાફરોને કોકપિટમાંથી જાણકારી આપી કે તે ફ્લાઇટને લેન્ડ કરી શકતો નથી. વિમાનને લાંબા સમય સુધી હવામાં રાખી અને એરપોર્ટની આસપાસ ઉડાણ કરી અને પછી પ્લેનને ડાયવર્ટ કર્યું હતું.

મુસાફરોને 3 કલાક વિલંબ થયો

ફ્લાઈટમાં હાજર મુસાફરોના મતે, પાયલોટ (pilot) ની આ જાહેરાતથી તેઓ ભયભીત થઈ ગયા હતા. તેઓ લગભગ 90 મિનિટ સુધી વિમાનમાં ફસાયેલા રહ્યા અને પછી અલાસ્કા એરલાઈન્સે એક નવા પાયલોટ સાથે મુસાફરોને તેમના ગંતવ્ય પર પહોંચાડ્યા હતા. જોકે, વિમાન 3 કલાકના વિલંબ સાથે જેક્સન હોલ પહોંચી હતી.

જેક્સન હોલ એરપોર્ટ પર વિમાન લેન્ડ કેમ ન થયું?

એક મુસાફરે જણાવ્યા પ્રમાણે, મૂળ પાયલોટે વિમાન છોડી દીધું અને પછી સોલ્ટ લેક સિટીમાં એક નવો પાયલોટ સવાર થયો અને તેણે વિમાનને સુરક્ષિત રીતે જેક્સન હોલ પર ઉતાર્યું. જો કે, આ હજી સ્પષ્ટ નથી કે પાયલોટ પાસે કઈ લાયકાત ન હતી. જેક્સન હોલ એરપોર્ટ 6,451 ફૂટથી વધુની ઉંચાઈ પર છે અને તે ટેટોન રેન્જથી ઘેરાયેલું છે, જે પાયલોટ્સ માટે લેન્ડિંગમાં મુશ્કેલી ઉભી કરે છે.

આ પણ વાંચો:  Brazil : પ્લેન ગોળ ગોળ ફર્યું અને રમકડાની જેમ ઉપરથી પડ્યું, 61 લોકોના મોત, Video Viral