+

દેશમાં આજે કોરોનાના આંકડામાં થયો વધારો, બુધવારની સરખામણીએ 20 ટકા વધ્યા કેસ

દેશમાં કોરોનાવાયરસનો કહેર એકવાર ફરી વધી રહ્યો હોય તેવું સામે આવી રહેલા આંકડાઓ પરથી લાગી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં…

દેશમાં કોરોનાવાયરસનો કહેર એકવાર ફરી વધી રહ્યો હોય તેવું સામે આવી રહેલા આંકડાઓ પરથી લાગી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 12,591 કેસ નોંધાયા છે, જે બુધવારની સરખામણીમાં 20 ટકા વધુ છે. આ સાથે, સક્રિય કેસોની સંખ્યા વધીને 65,286 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન કુલ 29 લોકોના મોત થયા છે, જેમાં 11 જૂના મોતનો ઉમેરો થયો છે.

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે, જેના કારણે લોકોની સાથે સરકારની પણ ચિંતા વધી ગઈ છે. વળી, દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા કેસોની સંખ્યા 12,591 છે. ઉપરાંત, સક્રિય કેસોની કુલ સંખ્યા 65,286 છે. બુધવારે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 10,542 નવા કેસ નોંધાયા હતા. આ દરમિયાન દેશમાં 38 લોકોના મોત થયા હતા. જેમાં કેરળમાં જ 11 લોકોના મોત થયા છે. દેશમાં આજે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. સક્રિય કેસની સંખ્યા વધીને 65,286 થઈ ગઈ છે. જોકે, રાહતની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 10,827 લોકો કોરોનામાંથી સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોનાની વધતી જતી ઝડપને કારણે દૈનિક ચેપ દર 4.39% પર પહોંચી ગયો છે. વળી, સાપ્તાહિક ચેપ દરમાં પણ વધારો નોંધવામાં આવ્યો છે. જાણકારી અનુસાર સાપ્તાહિક દર 5.1 ટકા પર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાનો મૃત્યુદર 1.18 ટકાની નજીક છે. વળી, દેશમાં અત્યાર સુધીમાં 220.66 લોકોને કોરોના ડોઝ આપવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેરળ, દિલ્હી અને મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધુ સંક્રમિત રાજ્યોમાં સામેલ છે.

આ પણ વાંચો – સરકારની ‘નલ સે જલ’ યોજના ગટરમાં, કામ ખુદ જ ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યું છે, જાણો પૂરી વિગત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter