+

અમદાવાદમાં વિધિવતરીતે ચોમાસું બેઠું, રાજ્યના અનેક વિસ્તારોમાં મેધમહેર

ગુજરાત પણ મેઘ મહેરબાન થયો છે. આજે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ મનમૂકીને વરસી રહ્યો છે. તોફાની પવન સાથે વરસાદ પડવાથી અનેક સ્થળે વૃક્ષ તૂટી પડવા અને વાહનોને નુકસાન પહોંચ્યાની ઘટના ઘટી છે. અમદાવાદમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ આજે વિધિવત રીતે મેઘરાજાની એન્ટ્રી થઇ છે. શહેરના અનેક વિસ્તારોમાં તોફાની વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, બોડકદેવ, સોલા નવરંગપુરા અ
ગુજરાત પણ મેઘ મહેરબાન થયો છે. આજે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ મનમૂકીને વરસી રહ્યો છે. તોફાની પવન સાથે વરસાદ પડવાથી અનેક સ્થળે વૃક્ષ તૂટી પડવા અને વાહનોને નુકસાન પહોંચ્યાની ઘટના ઘટી છે. અમદાવાદમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ આજે વિધિવત રીતે મેઘરાજાની એન્ટ્રી થઇ છે. શહેરના અનેક વિસ્તારોમાં તોફાની વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, બોડકદેવ, સોલા નવરંગપુરા અને વસ્ત્રાપુર વિસ્તારમાં મેઘ મહેર જોવા મળી હતી. વરસાદ અને પવનને પગલે શહેરમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયાં હતાં. અમદાવાદના વેજલપુર વિસ્તાર માં પાણી ભરાયાં હતા. વેજલપુર ચાર રસ્તા પાસે બનેલા અડધા રસ્તા અને પાણીને કારણે સ્થાનિકોની સમસ્યા માં વધારો થયો હતો.શહેરમાં અનેક જગ્યાએ હોડિંગ્સ પડવાની ઘટના થઇ હતી. 
શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો  
તો બીજીતરફ વરસાદમાં અમદાવાદીઓની ગાળવડા ખાવા લાંબા લાઇનો પણ લાગી હતી. ધમાકેદાર વરસાદ વરસાતા શહેરિજનો પ્રફુલ્લિત થઈ ઉઠયા છે તો બીજી તરફ ભારે વરસાદના પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. કડાકા ભડાકા સાથે વરસી રહેલા વરસાદને લીધે અંડરપાસ બ્રિજમાં પાણી ભરાઈ જવાની વકી છે તો બીજી તરફ સુસવાટા સાથે જોરદાર પવન ફુંકાતા શહેરના રસ્તા પર ઝાડ પાડવાની પણ ઘટનાઓ સામે આવી રહી છે.અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદના પગલે માત્ર 30 મિનિટમાં 15થી વધુ ઝાડ ધરાશાયી થયા છે. અમદાવાદ ફાયરબ્રિગેડ અને અલગ અલગ વિસ્તારમાંથી ઝાડ પડવાના કોલ મળી રહ્યા છે.  આમ તો હાલ શહેરમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. સૌથીવધુસેટેલાઈટ,જજીસબંગલો,વસ્ત્રાપુર,શિવરંજની,થલતેજ,વેજલપુર,સરખેજ,નારોલ,ઘાટલોડિયા, ઈસનપુર, વટવા, સોલા નવરંગપુરા અને વસ્ત્રાપુરમાં વરસાદ ધડબડાટી બોલાવી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાથી પણ સમસ્યા સર્જાતાં તંત્રની પ્રિ -મોન્સુનની કામગીરી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.
બોપલ-ઘુમા સહિતના સ્થળોએ વીજળી ગુલ, દાળવડા ખાવા અમદાવાદીઓ લાઈનોમાં 
બોપલ-ઘુમા, સરખેજ, સનાથલ, બાકરોલ વરસાદથી લાઈટો  ગઈ હતી. વરસાદને પગલે દાળવડાની લારીઓ પર અમદાવાદીઓની ભારે ભીડ જોવા મળી હતી.અમદાવાદમાં એક કલાકમાં જોધપુર, સેટેલાઈટ, બોપલ-ઘુમા, ઉસ્માનપુરા, વાડજ અને આશ્રમ રોડ પર એક ઇંચ વરસાદ પડ્યો છે. અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદના પગલે માત્ર 30 મિનિટમાં 15થી વધુ ઝાડ ધરાશાયી થયા છે. અમદાવાદ ફાયરબ્રિગેડ અને અલગ અલગ વિસ્તારમાંથી ઝાડ પડવાના કોલ મળી રહ્યા છે. વસ્ત્રાપુર ફાટક પાસે એક મોટું ઝાડ ધરાશાયી થયું છે. ઉપરાંત બોડકદેવમાં પણ બે વૃક્ષો ધરાશાયી થયા છે.

રાજકોટમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ ખાબકતાં રસ્તાઓ પાણી પાણી થયા 
રાજકોટ : ગેલેક્સી ટોકીઝ પાસે તૂટ્યું વૃક્ષ વરસાદ અને પવનના કારણે વર્ષો જૂનું વૃક્ષ તૂટી પડ્યું હતું. વૃક્ષ કારમાંથી પડતા કારને પહોંચ્યું નુકસાન ફાયર બ્રિગેડ દ્વારા વૃક્ષ ને દૂર કરવામાં આવ્યું. તોફાની વરસાદમાં વધુ એક સ્થળે દુર્ઘટના સર્જાઈ હતી. ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે ભારે પવન ના કારણે વિજપોલ ધરાશાયી થતા એક કારને નુકસાન થયું હતું જો કે કારમાં બેસેલા વ્યક્તિનો થયો આબાદ બચાવથયો હતો.  રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે મેઘરાજાએ મહેર વરસાવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. રાજકોટ જિલ્લામાં પણ પવન સાથે વરસાદ પડ્યો છે. ગેલેક્સી ટોકીઝ પાસે જોરદાર પવન ફૂંકાતા પાર્ક કરેલી કાર પર વર્ષો જુનું વૃક્ષ પડતા કારને નુકસાન પહોંચ્યું હતું .રાજકોટમાં ભારે પવન વરસાદના કારણે શહેરનાં અનેક વિસ્તારોમાં વૃક્ષો થયા ધરસાઈ હતાં. સંત કબીર રોડ પર વૃક્ષ પડતા ઓટો રીક્ષા અને બાઈક ચાલક દબાયા, ત્રણ લોકોનો આબાદ થયો હતો. ઘટનાને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા,  ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી ગયું હતું. વૃક્ષ અને વાહન ને રસ્તા ઉપર થી ખસેડી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.

દક્ષિણ ગુજરાતમાં પણ મેઘો મહેરબાન 
દ્વારકા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો હવામાન વિભાગની આગાહીના પગલે નવસારી જિલ્લામાં ગણદેવી, બીલીમોરા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરાસદ વરસ્યો છે. તો આ તરફ તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડતા અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી 
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને ડાંગ, નવસારી અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરી છે. સાથે દાદરા નગર હવેલીમાં પણ સાર એવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.બીજી બાજુ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગરમાં પણ સારા વરસાદની આગાહી કરાઇ છે. આથી ભારે વરસાદની આગાહી વચ્ચે માછીમારોને 3 દિવસ સુધી દરિયો ન ખેડવા અંગેની સૂચના અપાઇ છે. 
Whatsapp share
facebook twitter