+

Rabindranath Tagore Literary Award 2023: વર્ષ 2023 માટે રવીન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કારની યાદી જાહેર કરાઈ

રવીન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કાર સાહિત્યિક શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા અને સાહિત્યિક અને સામાજિક બંને ક્ષેત્રે આપવામાં આવે છે. આ વર્ષે લેખિકા સુકૃતા પોલ કુમાર અને નોબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જીને છઠ્ઠા…

રવીન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કાર સાહિત્યિક શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા અને સાહિત્યિક અને સામાજિક બંને ક્ષેત્રે આપવામાં આવે છે. આ વર્ષે લેખિકા સુકૃતા પોલ કુમાર અને નોબેલ પુરસ્કાર વિજેતા અભિજીત બેનર્જીને છઠ્ઠા રવીન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

પોલ કુમારને તેમના પુસ્તક ‘સોલ્ટ એન્ડ પીપર: સિલેક્ટેડ પોઈમ્સ’ તરીકે પસંદ કરાયા

આ વર્ષે લેખક અને વિવેચક સુકૃતા પોલ કુમારને તેમના પુસ્તક ‘સોલ્ટ એન્ડ પીપર: સિલેક્ટેડ પોઈમ્સ’ માટે છઠ્ઠા રવીન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. કુમારને સાહિત્યમાં તેમના યોગદાન બદલ તેમને સમારોહમાં US $5,000 ની રકમ, ટાગોરની પ્રતિમા અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સામાજિક કલ્યાણ માટે અને યોગદાન બદલ અભિજિત બેનર્જીની પસંદગી થઈ

આ નોબેલ પુરસ્કાર સામાજિક કાર્ય કરવા બદલ વિજેતા અભિજિત બેનર્જીને સામાજિક કલ્યાણમાં તેમના યોગદાન બદલ આપવામાં આવ્યો હતો. ત્યારે અભિજિત બેનર્જીએ એક નિવેદનમાં કહ્યું, ‘સામાજિક સિદ્ધિ માટે ટાગોર પુરસ્કારથી સન્માનિત થવું એ એક મહાન સન્માનની વાત છે. આ સન્માન દર્શાવે છે કે સામાજિક મુદ્દાઓ માટે બોલવું કેટલું મહત્વપૂર્ણ છે અને વધુ સારા વિશ્વને આકાર આપવા માટે સામૂહિક પ્રયાસોની અસરને પ્રકાશિત કરે છે.”

2018માં આ એવોર્ડની શરૂઆત થઈ હતી

અમેરિકા સ્થિત પ્રકાશક પીટર બુન્ડેલોએ 2018માં આ એવોર્ડની શરૂઆત કરી હતી. રવીન્દ્રનાથ ટાગોર પુરસ્કાર વિશ્વ શાંતિ, સાહિત્ય, કલા, શિક્ષણ અને માનવાધિકાર માટે કરેલા કાર્યોને પ્રોત્સાહન આપવા માટે આપવામાં આવે છે. આ પુરસ્કાર સામાજિક સિદ્ધિઓની સાથે માનવ અધિકાર અને વિશ્વ શાંતિ માટે કરવામાં આવેલા કાર્યોને પણ સન્માન આપે છે.

આ પણ વાંચો: લોકસભામાં ક્રિમિનલ લૉ બિલ પાસ, જાણો… તેને સંલગ્ન જોગવાઈઓ

 

Whatsapp share
facebook twitter