Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આ દેશની સરકારે કહ્યું વધુને વધુ શરાબ પીવો, ટેક્સની આવક વધારવાનો નવો રસ્તો

08:27 PM Apr 22, 2023 | Vipul Pandya

દારૂ પીવો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે વાત બધા જાણે છે.. સરકાર દ્વારા દારૂની બોટલ પર ચેતવણી પણ આપવામાં આવે છે કે  દારુ પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પરંતુ જ્યારે સરકાર તમને વધુને વધુ દારૂ પીવાનું કહે ત્યારે તમે શું કહેશો. હા,જાપાન સરકાર દ્વારા તેના લોકોને ખાસ કરીને યુવાનોને કંઈક આવી જ અપીલ કરવામાં આવી રહી છે. આ માટે સરકારે અભિયાન પણ શરૂ કર્યું છે.આનું કારણ શું છે અને આ અભિયાન શું છે ચાલો તમને જણાવીએ.
સેક વિવા અભિયાનની પહેલ
જાપાન સરકાર દ્વારા સેક વિવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો હેતુ વધુને વધુ લોકોને વધુને વધુ દારૂ પીવા માટે પ્રેરિત કરવાનો છે. ખાસ કરીને 20 થી 39 વર્ષની વયના યુવાનોને. સરકાર આ અભિયાન દ્વારા દારૂનું વેચાણ વધારીને વધારે ટેક્સની આવક કમાવવા માંગે છે. આ માટે જાપાન સરકારે આ અભિયાન હેઠળ એક સ્પર્ધા પણ શરૂ કરી છે.જેમાં દારૂનું વેચાણ વધારવા માટે આઇડીયાઝ માંગવામાં આવ્યા છે.
ઝુંબેશનું કર જોડાણ
આ અભિયાન પાછળ જાપાનની નેશનલ ટેક્સ એજન્સી કામ કરી રહી છે.આ એજન્સીનું માનવું છે કે આવા અભિયાનથી ટેક્સની આવક વધારવામાં સરકારને મદદ મળશે.જો ટેક્સ કલેક્શન વધુ થશે તો સરકારની તિજોરીમાં વધુ પૈસા આવશે અને અર્થતંત્રને તેનો લાભ મળશે અને દેશની અર્થવ્યવસ્થા મજબૂત થશે.
આ અભિયાન શા માટે શરૂ કરવામાં આવ્યું ?
કોરોના સમયગાળા દરમિયાન જાપાનના ઘણા લોકોએ દારૂ પીવાનું ઓછું કર્યું હતું. ખાસ કરીને જેઓ મોટી ઉંમરના હતા તેમણે લગભગ દારૂ છોડી દીધો હતો. આથી સરકારને મળતા ટેક્સમાં ઘટાડો થયો છે. આવકમાં ઘટાડો જોઈને જાપાનની નેશનલ ટેક્સ એજન્સીને આ વિચાર આવ્યો જેથી અર્થવ્યવસ્થાને પાટા પર લાવી શકાય.