+

કારના ટાયરમાં ફસાઇ હતી યુવતી, CCTV ફૂટેજ આવ્યા સામે, વીડિયો ચોંકાવી દેશે

જે સમયે લોકો નવા વર્ષને આવકારી રહ્યા હતા તે સમયે દેશની રાજધાની દિલ્હીમાં એક એવો બનાવ બન્યો જે સાંભળી તમારા પણ રુંવાટા ઉભા થઇ જશે. જોકે, દિલ્હીમાં ક્રાઈમના સમાચાર સામન્ય બની ગયા છે પરંતુ આ ઘટનાએ તો પોલીસને પણ ચોંકાવી દીધી છે. મળી રહેલી માહિતી અનુસાર, નવા વર્ષની ઉજવણીમાં ડૂબેલા કેટલાક યુવાનોએ દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં સ્કૂટી પર સવાર એક યુવતીને ટક્કર મારી હતી. આ પછી, તેઓ તેને ચ
જે સમયે લોકો નવા વર્ષને આવકારી રહ્યા હતા તે સમયે દેશની રાજધાની દિલ્હીમાં એક એવો બનાવ બન્યો જે સાંભળી તમારા પણ રુંવાટા ઉભા થઇ જશે. જોકે, દિલ્હીમાં ક્રાઈમના સમાચાર સામન્ય બની ગયા છે પરંતુ આ ઘટનાએ તો પોલીસને પણ ચોંકાવી દીધી છે. મળી રહેલી માહિતી અનુસાર, નવા વર્ષની ઉજવણીમાં ડૂબેલા કેટલાક યુવાનોએ દિલ્હીના સુલતાનપુરી વિસ્તારમાં સ્કૂટી પર સવાર એક યુવતીને ટક્કર મારી હતી. આ પછી, તેઓ તેને ચારથી વધુ કિલોમીટર સુધી ખેંચીને લઈ ગયા હતા. આ ઘટનામાં યુવતીનું કરૂણ મોત નીપજ્યું હતું. હવે આ ઘટનાનો એક વીડિયો તાજેતરમાં સામે આવ્યો છે. 
યુવતી ચીસો પાડતી રહી પણ… 
દિલ્હીના સુલતાનપુરીમાં યુવતીને કાર સાથે ખેંચી જવાના નવા CCTV ફૂટેજ સામે આવ્યા છે. CCTV ફૂટેજમાં અકસ્માત સર્જનાર કાર રસ્તા પર યુ-ટર્ન લેતી જોવા મળે છે. આ દરમિયાન યુવતી કારની નીચે ફસાયેલી જોવા મળે છે. CCTV ફૂટેજ સામે આવ્યા બાદ દિલ્હી પોલીસે કહ્યું છે કે, અમારી તપાસ મુજબ આ એક ભયાનક અકસ્માત હતો. કારમાં હાજર તમામ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મૃતકનું પોસ્ટમોર્ટમ ડોકટરોના બોર્ડ દ્વારા કરવામાં આવશે. ડીસીપી હરેન્દ્ર કુમાર સિંહે કહ્યું કે, FIRમાં આઈપીસીની કલમ 304 પણ ઉમેરવામાં આવી છે જેથી આરોપીને સરળતાથી જામીન ન મળે. મહત્વનું છે કે, પોલીસની અત્યાર સુધીની તપાસમાં એ વાત સામે આવી છે કે કારમાં સવાર યુવકોએ સ્ટીરીયો (મ્યુઝિક સિસ્ટમ)નો અવાજ વધારી દીધો હતો. જેના કારણે યુવતીની ચીસો કોઈ સાંભળી શક્યું ન હતું. સુલતાનપુરી પોલીસ સ્ટેશનની પોલીસે તપાસ બાદ આ ખુલાસો કર્યો છે. પોલીસ બેદરકારીના કારણે મોતની કલમ હેઠળ કેસ નોંધીને મામલાની તપાસ કરી રહી છે. તેમજ CCTV કેમેરાના ફૂટેજ પણ કબજે કર્યા છે.

યુવતીની માતાના શબ્દો હ્રદય કંપાવી દેશે
મૃતક યુવતીની માતાએ જણાવ્યું હતું કે, ઘટનાની રાત્રે નવ વાગ્યાની આસપાસ મારી તેની (પુત્રી) સાથે વાતચીત થઈ હતી, તેણે કહ્યું હતું કે, તે 3-4 વાગ્યા સુધીમાં પરત આવી જશે. તેણી લગ્ન માટે ઇવેન્ટ પ્લાનર તરીકે કામ કરતી હતી. સવારે મને પોલીસનો ફોન આવ્યો અને અકસ્માતની જાણ કરવામાં આવી. મને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી અને રાહ જોવાનું કહેવામાં આવ્યું. મૃતકની માતાએ કહ્યું કે, જ્યારે મારો ભાઈ પીએસ પાસે પહોંચ્યો ત્યારે તેને મારી પુત્રીના મૃત્યુની જાણ થઈ. મારા ભાઈએ મને તેના વિશે કહ્યું. અમારા પરિવારમાં મારી પુત્રી એકમાત્ર કમાણી કરનાર સભ્ય હતી. તેણે ઘણા બધા કપડા પહેર્યા હતા પરંતુ તેના શરીર પર એક પણ કપડું નહોતું.

પરિવાર માટે એક માત્ર સહારો હતી યુવતી
અકસ્માતમાં 20 વર્ષની અંજલિના મોતથી તેનો પરિવાર રસ્તા પર આવી ગયો છે. અંજલિનો પરિવાર અમન વિહારના કરણ વિહાર વિસ્તારમાં રહે છે. તેના પિતા સતવીરનું પાંચ વર્ષ પહેલા અવસાન થયું હતું, જ્યારે બે મોટી બહેનો પરિણીત છે. હવે પરિવારમાં માતા રેખા, ત્રણ નાના ભાઈઓ અને એક બહેન છે. માતાની બંને કિડની ખરાબ છે અને તે હૃદયની બીમારીથી પીડિત છે. અંજલી તેના પરિવારનું ગુજરાન ચલાવતી હતી.
પોલીસે નોંધ્યો બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગનો મામલો
આ ઘટનામાં મૃત્યુ પામનાર યુવતીના શરીર પર કપડા નહોતા. આ સિવાય તેના ઘણા અંગો પણ તૂટી ગયા હતા. શરૂઆતમાં, આ કેસમાં જાતીય સતામણીની આશંકા હતી, પરંતુ બાદમાં પોલીસે કહ્યું કે આ બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગનો મામલો છે. પીડિતાના પરિવારજનોએ જણાવ્યું હતું કે આ અકસ્માત થયો હોય તેવું લાગતું નથી. તેમની પુત્રી પર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો. જો તે અકસ્માત હતો તો તેની પુત્રી પર કપડું કેમ ન હોતું. રાષ્ટ્રીય મહિલા આયોગે પણ દિલ્હી પોલીસને પત્ર લખીને આ મામલામાં નિષ્પક્ષ તપાસની સૂચના આપી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter