+

મુંબઈમાં મુશળધાર વરસાદ વચ્ચે પત્તાની જેમ હોર્ડિંગ્સ થયા ઢેર, જુઓ આ ભયાનક Video

દેશના પશ્ચિમ ભાગમાં હવામાન (Weather) માં અચાનક જ પલટો જોવા મળ્યો છે. ગુજરાત સહિત મુંબઈ (Mumbai) માં પવન સાથે મૂશળધાર વરસાદ (Heavy Rain) પડી રહ્યો છે. ખાસ કરીને મુંબઈમાં હવામાનની…

દેશના પશ્ચિમ ભાગમાં હવામાન (Weather) માં અચાનક જ પલટો જોવા મળ્યો છે. ગુજરાત સહિત મુંબઈ (Mumbai) માં પવન સાથે મૂશળધાર વરસાદ (Heavy Rain) પડી રહ્યો છે. ખાસ કરીને મુંબઈમાં હવામાનની પેટર્ન (Weather Pattern) અચાનક જ બદલાઈ ગઇ છે. આકાશમાં ગાઢ વાદળો છવાઈ ગયા બાદ ધૂળની ડમરીઓ અને વરસાદ (Rain) શરૂ થયો હતો. આજે બપોરથી જ મુંબઈમાં જોરદાર પવનો ફૂંકાવા લાગ્યા અને પછી કેટલીક જગ્યાએ વરસાદ (Rain) પણ જોવા મળ્યો હતો. જણાવી દઇએ કે, મુંબઈમાં ધૂળના તોફાન વચ્ચે એક બિલબોર્ડ તૂટી (Billboard Collapsed) પડતાં સાત લોકો ઘાયલ થયા હતા. તેટલું જ નહીં આ ધૂળની ડમરીના કારણે અનેક લોકોના મોત થયાના પણ અહેવાલ છે.

ભારે વરસાદે સર્જ્યો મોટો અકસ્માત

દેશની આર્થિક રાજધાની (Financial Capital) મુંબઈ હાલમાં ખરાબ હવામાન (Bad Weather) નો સામનો કરી રહ્યું છે. અહીં સોમવારે ઘાટકોપરના પંતનગર વિસ્તારમાં એક પેટ્રોલ પંપ (Petrol Pump) પર મોટો અકસ્માત સર્જાયો હતો. અહીં ભારે વરસાદ (Heavy Rain) અને વાવાઝોડા (Storm) ને કારણે એક મોટું હોર્ડિંગ અને શેડ ધરાશાયી થઈ ગયો હતો. BMCએ આ ઘટના અંગે કહ્યું કે, હોર્ડિંગ પડી જતાં 54 લોકો ઈજાગ્રસ્ત (Injured) થયા છે અને 100 થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે. શોધ અને બચાવ (Search and Rescue) ની કામગીરી કાર્યરત છે. આ તોફાનનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે. બિલબોર્ડ (Billboard) પડવાની ઘટના મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં બની હતી. તેમાં ઘણા લોકો દબાયા હોવાનું પણ સામે આવ્યું છે. પેટ્રોલ પંપ (Petrol Pump) ની સામે બિલબોર્ડ લગાવવામાં આવ્યું હતું, જે તોફાન આવતાં પંપની વચ્ચે પડી ગયું હતું, જ્યાં કેટલાક લોકો હાજર હતા. બીજી તરફ ખરાબ હવામાનના કારણે ફ્લાઈટના સંચાલનને પણ અસર થઈ હતી. જેના કારણે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટે લગભગ 66 મિનિટ સુધી ફ્લાઈટ્સનું સંચાલન બંધ કરી દીધું હતું.

35 લોકો ઈજાગ્રસ્ત, 100 થી વધુ લોકો ફસાયા

BMC એ જણાવ્યું છે કે, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પંતનગરમાં ઘાટકોપર ઈસ્ટના પોલીસ ગ્રાઉન્ડ પેટ્રોલ પંપ પર લોખંડનું હોર્ડિંગ પડતાં 35 લોકો ઈજાગ્રસ્ત થયા છે. વળી, અધિકારીનું કહેવું છે કે 100 અન્ય લોકો ફસાયા હોવાની આશંકા છે. BMC સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે. વળી, જોરદાર પવનને કારણે ઘણી જગ્યાએ મોટા બાંધકામો પડી ગયા છે. હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ આગામી 1 કલાક સુધી 50 થી 60 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાવાની સંભાવના છે અને કેટલાક ભાગોમાં વરસાદની પણ સંભાવના છે. તેની વધુ અસર થાણે અને પાલઘરમાં પણ જોવા મળશે. દરમિયાન, મુંબઈના ઘણા ભાગોમાં મોટી ઇમારતો ધરાશાયી થવાના અહેવાલો છે. મળતી માહિતી મુજબ વાડલામાં બિલ્ડીંગની બહાર બનાવેલી લોખંડની સીડીઓ રોડ પર પડી ગઈ છે. વળી, ઘાટકોપરના રમાબાઈમાં કેટલીક દુકાનો પર બિલ બોર્ડ પડી ગયા છે. આટલું જ નહીં, મુંબઈમાં આવેલા જોરદાર તોફાનને કારણે ઘણી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઈટોને અન્ય શહેરો તરફ વાળવામાં આવી છે.

મુંબઈના વરસાદ અને તોફાન વિશે IMDએ શું કહ્યું?

ભારતીય હવામાન વિભાગ (IMD) કહે છે કે, મુંબઈની આસપાસના ઘણા વિસ્તારોમાં વરસાદ ચાલુ રહી શકે છે. થાણે, પાલઘર અને મુંબઈમાં વીજળી, મધ્યમથી ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. IMD એ આ અંગે નાઉકાસ્ટ ચેતવણી જારી કરી છે. વળી, ઇલેક્ટ્રિક વાયર પર બિલબોર્ડ પડવાને કારણે આરે અને અંધેરી ઈસ્ટ વચ્ચે મેટ્રો ચાલી શકી નથી. ભારે પવનને કારણે થાણે અને મુલુંડ વચ્ચેના રૂટ પરનો એક પોલ ઝૂકી જતાં ટ્રેનોને અસર થઈ હતી. મધ્ય રેલ્વેના મુખ્ય પ્રવક્તાએ જણાવ્યું કે, મુખ્ય લાઇન પર ઉપનગરીય સેવા બંધ કરી દેવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે ગરમીથી થોડી રાહત મળી હતી, પરંતુ કાલવા અને થાણેના અન્ય કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થવાને કારણે સમસ્યા વધી હતી.

આ પણ વાંચો – MONSOON : આનંદો..નિયત સમય કરતા આગળ ચાલી રહ્યું છે ચોમાસું..!

આ પણ વાંચો – મુંબઈના વાતાવરણમાં પલટો, દિવસ દરમિયાન જોવા મળ્યું રાત્રિ જેવું દ્રશ્ય

Whatsapp share
facebook twitter