- હરિયાણાના પૂર્વ CM ચૌટાલાને Helmet ન પહેરવા બદલ દંડ
- દુષ્યંત ચૌટાલાને Helmet ન પહેરવા બદલ રૂ. 2000નો દંડ
- હરિયાણા ચૂંટણી માટે JJP અને આઝાદ સમાજ પાર્ટીનું ગઠબંધન
Riding a Bike Without a Helmet : હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી (Former Haryana Chief Minister) અને જનનાયક જનતા પાર્ટી (JJP)ના નેતા દુષ્યંત ચૌટાલા (Dushyant Chautala) ને ફરીદાબાદમાં રોડ શો દરમિયાન હેલ્મેટ (Helmet) ન પહેરવા બદલ ટ્રાફિક પોલીસે (Traffic Police) દંડ ફટકાર્યો હતો. જાણકારી અનુસાર, ચૌટાલા મોટરસાઇકલ ચલાવતી વખતે માર્ગ સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા, જેના કારણે તેમને રૂ. 2,000નો દંડ ચૂકવવો પડ્યો હતો. આ ઉપરાંત, રોડ શો દરમિયાન પોલીસે 14 મોટરસાઇકલ પણ જપ્ત કરી છે.
રોડ શોમાં નિયમોના ઉલ્લંઘન પર કાર્યવાહી
JJP નેતા કરામત અલીએ ગોચીમાં એક જાહેર સભાનું આયોજન કર્યું હતું, જ્યાં ચૌટાલા મુખ્ય અતિથિ તરીકે પહોંચ્યા હતા. ચૌટાલા જે મોટરસાઇકલ પર સવાર હતા, તે રિયાસત અલી નામના વ્યક્તિના નામે નોંધાયેલી હતી. રોડ શો દરમિયાન, ઓછામાં ઓછા 100 JJP કાર્યકરો હેલ્મેટ વિના બાઇક ચલાવતા જોવા મળ્યા હતા. ફરીદાબાદ ટ્રાફિક પોલીસના મતે, આ તમામ બાઇક ચાલકોના નંબર પ્લેટના આધારે તેમની ઓળખ કરી ચલણ મોકલવામાં આવશે. આ કડક કાર્યવાહી અંતર્ગત કુલ 15 ચલણો જારી કરાયા હતા.
– હરિયાણાના પૂર્વ CM ચૌટાલાને Helmet ન પહેરવા બદલ દંડ
– દુષ્યંત ચૌટાલાને Helmet ન પહેરવા બદલ રૂ. 2000નો દંડ
– પોલીસે 14 મોટરસાઇકલ જપ્ત કરી
– હરિયાણા ચૂંટણી માટે JJP અને આઝાદ સમાજ પાર્ટીનું ગઠબંધન#JJP #DushyantChautala #RoadSafety #HelmetViolation #Faridabad #TrafficFines…— Gujarat First (@GujaratFirst) August 29, 2024
હરિયાણા વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ
દુષ્યંત ચૌટાલાએ જાહેરાત કરી હતી કે હુ 1 ઓક્ટોબરે યોજાનારી હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે તેમની પાર્ટીના ઉમેદવારોના નામને અંતિમરૂપ આપશે. ચૌટાલાએ એ પણ સ્પષ્ટ કર્યું કે સંગઠન સાથે વિશ્વાસઘાત કરનારાઓને પાર્ટીમાં કોઈ સ્થાન આપવામાં નહીં આવે. JJP હાલ સંપૂર્ણ ચૂંટણી મોડમાં છે અને તેની તૈયારીઓ તેજ ગતિએ ચાલી રહી છે.
JJP અને આઝાદ સમાજ પાર્ટી વચ્ચે ગઠબંધન
મંગળવારે અજય સિંહ ચૌટાલાની આગેવાની હેઠળ જનનાયક જનતા પાર્ટી (JJP) અને ચંદ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)એ વિધાનસભા ચૂંટણી માટે તેમના ગઠબંધનની જાહેરાત કરી હતી. ગઠબંધન ફોર્મ્યુલા હેઠળ, JJP 90માંથી 70 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે આઝાદ સમાજ પાર્ટી બાકીની 20 બેઠકો પર ચૂંટણી લડશે.
JJP ની રાજકીય બાબતોની સમિતિની મહત્વપૂર્ણ બેઠક
ચૌટાલાએ આ અંગે વધુમાં જણાવ્યું કે, JJPની રાજકીય બાબતોની સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક 2 સપ્ટેમ્બરે યોજાવાની છે. આ બેઠકમાં પાર્ટીના મોટાભાગના ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે. તેઓએ ઉમેર્યું કે JJP એ આગામી ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને સંગઠનને મજબૂત કરવાની પ્રણાલી તૈયાર કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Bengal Bandh : કાર પર 7 રાઉન્ડ ફાયરિંગ, BJP નેતાએ શેર કર્યો આ ખતરનાક Video