Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

દિલ્હીના અલીપુરમાં આગ વકરી, આકાશમાં ઉપર સુધી જોવા મળ્યો કાળો ધુમાડો

03:25 PM May 24, 2024 | Hardik Shah

રાજધાની દિલ્હીના અલીપોર વિસ્તાર (Alipore area of the capital Delhi) માં શુક્રવારે ભીષણ આગ (fierce fire) લાગી હતી. અહીંના કાર્નિવલ રિસોર્ટ ( Carnival Resort) માં બપોરે 2 વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી. રિસોર્ટમાંથી ઉંચી જ્વાળાઓ અને કાળો ધુમાડો આકાશમાં ઉછળતો જોવા મળ્યો હતો. ફાયર વિભાગ (Fire Department) ની અનેક ગાડીઓ આગ ઓલવવામાં વ્યસ્ત છે. હાલ કોઈ જાનહાનિની ​​માહિતી નથી. કહેવામાં આવી રહ્યું છે કે આ એક રિસોર્ટની સાથે બેન્ક્વેટ હોલ (banquet hall) પણ છે.

જણાવી દઇએ કે, આગ કેવી રીતે લાગી તે સ્પષ્ટ નથી. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે. થોડી જ વારમાં આગએ સમગ્ર રિસોર્ટને લપેટમાં લીધું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાનું કામ શરૂ કરી દીધું હતું.

  • દિલ્હીના અલીપુરમાં ભીષણ આગ
  • કાર્નિવલ રિસોર્ટમાં ભીષણ આગ લાગી
  • ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે

આ પણ વાંચો – Mumbai: ડોમ્બિવલી ફેક્ટરીમાં બોઈલર ફાટવાને કારણે ભીષણ આગ લાગી, ઘણા લોકો દાઝ્યા…

આ પણ વાંચો – Dombivli Boiler Blast : ફેક્ટરી બ્લાસ્ટમાં અત્યાર સુધી 9 લોકોના મોત, બોઈલર ફાટવાનો સામે આવ્યો Video