Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

S Jaishankar On China: પૂર્વ લદ્દાખમાં ચીન સાથે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ પર વિદેશ મંત્રીએ આપી પ્રતિક્રિયા

05:53 PM Dec 10, 2023 | Aviraj Bagda

ભારતીય સૈનિકો દ્વારા ખૂબ જ મજબૂતાઈથી જવાબ આપવામાં આવ્યો

પૂર્વી લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલા વિવાદ પર વિદેશ મંત્રી એસ જયશંકરે નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું હતું કે ભારતે છેલ્લા ત્રણ વર્ષમાં ઉત્તરીય સરહદો પર ભારે મુશ્કેલી ભરેલા પડકારનો સામનો કર્યો છે, પરંતુ આ વિકટ પરિસ્થિતિમાં દેશે ખૂબ જ શક્તિશાળી જવાબ આપ્યો છે અને રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી સૈન્ય તૈનાતી જાળવી રાખી છે.

જો કે આ પરિસ્થિતિ કોવિડની વચ્ચે પણ જોવા મળી હતી. તો પણ ભારતીય સૈનિકો દ્વારા ખૂબ જ મજબૂતાઈથી જવાબ આપવામાં આવ્યો અને આજની તારીખમાં ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા માટે જે પણ જરૂરી છે તે માટે દેશ તૈયાર છે. વિદેશ મંત્રીએ આ વાત FICCIમાં પોતાના એક સંબોધનમાં કહી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે મોદી સરકાર કેવી રીતે એક પછી એક પડકારને આત્મવિશ્વાસ સાથે લે છે અને પછી ભલે તે ગમે તેટલા મુશ્કેલ હોય.

ભારત દેશ દ્વારા આવા સંજોગોમાં કાંટાની ટક્કર આપવામાં આવી

ભારતીય અને ચીની સૈનિકો ત્રણ વર્ષથી વધુ  પૂર્વીય લદ્દાખમાં અમુક ક્ષેત્રોમાં લડી રહ્યાં છે, તેમ છતાં બંને પક્ષોએ વ્યાપક રાજદ્વારી અને લશ્કરી વાટાઘાટો પછી ઘણા વિસ્તારોમાંથી સૈનિકો પાછા ખેંચી લીધા છે.

જયશંકરેએ વિષય પર પણ ધ્યાન દોર્યું કે કેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતે આતંકવાદ સામે વૈશ્વિક જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો અથવા ક્વાડ ફ્રેમવર્ક હેઠળ સહકાર માટે આગળ વધ્યું,જો કે એવી માન્યતા હતી કોઈ પણ દેશ ચીનના આ પ્રકારના વલણ સામે ટકી શકે નહીં. પરંતુ ભારત દેશ દ્વારા આવા સંજોગોમાં કાંટાની ટક્કર આપવામાં આવી છે.

અંતે જયશંકરે કહ્યું, આખરે આપણે જે કરવું હોય તે કરવું પડશે. ભલે તે ગમે તેટલું મુશ્કેલ હોય, કારણ કે આ પ્રકારનો અભિગમ આપણને ભારત તરીકે વ્યાખ્યાયિત કરશે.