+

Election : IFFCO માં બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીનો જામ્યો જંગ

Election : આજે વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકો(IFFCO)ની ચૂંટણી(Election)ને લઇને મતદાન (Election)શરૂ થઇ ગયું છે. ઇફકોના સહકારી ઇતિહાસમાં અત્યાર સુધી ન બન્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ભાજપ સામે…

Election : આજે વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકો(IFFCO)ની ચૂંટણી(Election)ને લઇને મતદાન (Election)શરૂ થઇ ગયું છે. ઇફકોના સહકારી ઇતિહાસમાં અત્યાર સુધી ન બન્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ભાજપ સામે બાંયો ચડાવનારા પંકજ પટેલ અંતે ઝુક્યા છે. પંકજ પટેલે મધરાતે ટેકો જાહેર કરીને એક વીડિયો બનાવ્યો છે. મહત્વનું છે કે પહેલા પંકજ પટેલે બાયો ચઢાવી અને પછી પોતે જ ઝૂક્યા હતા.

 

ચૂંટણીની આગલી રાતે ટેકો જાહેર

મહત્વનું છે કે ચૂંટણીની આગલી રાતે વીડિયો જાહેર કરીને ટેકો આપ્યો છે. બિપિન પટેલ ગોતાને ટેકો જાહેર કરતો વિડિયો આવ્યો સામે આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તેઓ ફોર્મ પરત ખેંચવા દિલ્હી જઇને ફરાર થયા હતા. બાથરૂમ જવાનું કહીને દિલ્હીથી ફરાર થયા હતા. જો કે અંતે ચૂંટણીની આગલી રાતે ટેકો જાહેર કર્યો. હવે જયેશ રાદેડીયા અને બિપિન પટેલ વચ્ચે સીધો જંગ છે. ભાજપે બિપિન પટેલ ને મેન્ડેડ આપ્યું છે.

સાંજે 5 વાગે ચૂંટણીનું પરિણામ

મહત્વનું છે કે બોર્ડ ઓફ ડિરેકટરની કુલ 21 બેઠકમાંથી માત્ર ગુજરાતની બેઠકમાં મેન્ડેટ જાહેર કરાયો છે. સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયુ છે  હાઇ વોલ્ટેજ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.

દિલીપ સંધાણીનું જયેશ રાદડિયાને સમર્થન

ઇફકો ડિરેક્ટર પદ માટે ભાજપના બળિયાજૂથ આમને સામને છે.. જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, મેં નિર્ધારિત સમયે ફોર્મ ભરી દીધું છે. હું ચૂંટણી લડીશ. જ્યારે ઇફકો ચેરમેન દિલીપ સંધાણીએ પણ જયેશ રાદડિયાનું સમર્થન કરી જણાવ્યું હતું કે, જયેશ રાદડિયાએ ફોર્મ નિયત સમયે ભર્યું તો બળવો ક્યાં થયો ? આ સાથે રાદડિયાની રાજકીય સાથે સહકારી કારકિર્દી પતાવવાનો કારસો રચાયાનો આક્ષેપ પણ કરાયો હતો.

ચૂંટણી પર સૌની નજર

ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ પહેલેથી જ જયેશ રાદડિયાને સમર્થન આપ્યું છે. જ્યારે, ગોતા વિસ્તારના બિપીન પટેલ કે જેમને મેન્ડેટ અપાયો છે તે પ્રદેશ ભાજપના નજીકના મનાય છે. આથી હવે રાજકોટ લોધિકામાં મેન્ડેટ અનાદર બદલ અગાઉ ભાજપ એ પગલાં લીધા હતા ત્યારે આમાં શું થશે? તેની અટકળોએ વેગ પકડયો છે. નોંધનીય છે કે, દિલીપ સંઘાણી જે બેઠક પર ઉમેદવારી કરેલ તે બેઠક બિનહરીફ થતાં સંઘાણીની સીધી એન્ટ્રી થઇ ગઈ છે. ત્યારે હવે આવતીકાલની ચૂંટણી પર સૌની નજર છે.

રાદડિયા સીટ મેળવવા તલપાપડ છે

બિપિન પટેલ અને જયેશ રાદડિયા બંને સહકારી આગેવાનો છે. રાદડિયા ગત ચૂંટણીમાં ઈફ્કોમાં બિનહરિફ ચૂંટાયા હતા. રાદડિયાએ ફોર્મ ભરી લેતાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે રાદડિયા ભાજપના મેન્ડેટનો અનાદર કરીને પણ ચૂંટણી લડી શકે છે. ઈફ્કોની ચૂંટણી 9મી મેના રોજ છે અને લોકસભાની ચૂંટણી 7મી મેના રોજ છે, સહકારી ક્ષેત્રમાં મેન્ડેટની જરૂર જ નથી હોતી પણ હવે ભાજપ મેન્ડેટ જાહેર કરે છે. ભાજપે ઈફ્કો માટેનો મેન્ડેટ બિપિન પટેલને જાહેર કર્યો છે. આ સ્પષ્ટ છે કે રાદડિયાને સાઈડલાઈન કરાયા છે પણ જયેશ રાદડિયા ઝૂકવાના મૂડમાં જરા પણ નથી.

આ પણ  વાંચો – HSC Result : ધો.12 સામાન્ય-વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર

આ પણ  વાંચો Gujarat WEATHER: અંગ દઝાડતી ગરમીમાં શેકાયું ગુજરાત! આગામી 3 દિવસ રહેશે ગરમી યથાવત

આ પણ  વાંચો – SSC Result : ધોરણ- 10નું પરિણામ આ તારીખે થશે જાહેર

Whatsapp share
facebook twitter