Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ડ્રાઈવર અને ક્લીનરે જ કરી લેપટોપ ભરેલા કન્ટેનરની ચોરી, પોલીસે 4 આરોપીઓની કરી ધરપકડ

04:23 PM Jun 04, 2023 | Hardik Shah

બારડોલી અને મહારાષ્ટ્રની નાગપુર પોલીસે એક મોટી ચોરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 685 નંગ લેપટોપ અને મોનીટરની થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. બેંગલોરથી લેપટોપ અને મોનીટર ભરીને દિલ્હી જવા નિકળેલા કન્ટેનરમાંથી લેપટોપ અને મોનીટરની ચોરી થઈ હતી. કન્ટેનરમાં 685 નંગ લેપટોપ અને મોનીટર ભર્યા હતા.

કન્ટેનરનો ચાલક આસિફ અને ક્લીનર સહિદ આ લેપટોપ અને મોનીટરને દિલ્હી ખાતે લઈ જવા માટે નીકળ્યા હતા પરંતુ આટલા મોટા પ્રમાણમાં લેપટોપ તેમજ મોનીટરના જથ્થાને જોઈ કન્ટેનરના ચાલક અને ક્લીનરની દાનત બગડી હતી અને તેમણે ચોરી કરવાનું મન બનાવી લીધું હતું. લેપટોપ અને મોનીટરની ચોરી કરવા માટે મહારાષ્ટ્રના નાગપુર ખાતે ચાલક તેમજ ક્લીનરે લેપટોપ અને મોનીટરને બીજા કન્ટેનર ભરી દીધા હતા અને માલ વેચવા માટે મુસ્તફા અને હાઝિકનો સંપર્ક કરી બારડોલી આવ્યા હતા. આરોપીઓએ બારડોલીના કોબા પાર્ક નજીક 2 દિવસથી કન્ટેનર પાર્ક કર્યું હતું. લેપટોપ તેમજ મોનીટરની ચોરી કરનારે બારડોલીના ઈરફાન પટેલ નામના ઈસમને 253 લેપટોપ આપ્યા હતા. ચોરીનો માલ લેનાર ઈરફાન પટેલ એક લેપટોપનું સેમ્પલ લઈ મુંબઈ ગયો હોવાથી હાલ પોલીસ પકડથી દૂર છે.

સમગ્ર ઘટનાની જાણ મહારાષ્ટ્રની નાગપુર પોલીસને થઈ હતી જેથી નાગપુર પોલીસે બારડોલી પોલીસનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ચોરીનો ભેદ ઉકેલવા માટે બારડોલી અને નાગપુર પોલીસે બારડોલી ખાતે તપાસ શરૂ કરી હતી જેમાં તપાસ દરમિયાન બારડોલીના ઈરફાન પટેલનું નામ બહાર આવ્યું હતું. ઈરફાન પટેલના ઘરની તપાસ કરાતા ઇરફાનના ઘરેથી 253 લેપટોપ મળી આવ્યા હતા. બારડોલી અને નાગપુર પોલીસના સંયુક્ત ઓપરેશનથી એક મોટી ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ચોરીની ઘટનામાં 9 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે તો પોલીસે 4 આરોપીઓની ધરપકડ પણ કરી છે. ચોરીનો માલ લેનાર બારડોલીનો ઈરફાન પટેલ હાલ ફરાર છે. ત્યારે પોલીસે ઈરફાન પટેલને વોન્ટેડ જાહેર કર્યો છે.

આ પણ વાંચો – હ્રદય દ્વાવક દ્રશ્યો, પિતા પગે પડ્યા, આજીજી કરી પણ દીકરી ટસની મસ ન થઇ અને પ્રેમી સાથે…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ – ઉદય જાદવ