+

Jamnagar : પૂનમ માડમ સામેના વિરોધને ડામવા ગૃહ રાજ્યમંત્રીની ક્ષત્રિય આગેવાનો સાથે બંધબારણે બેઠક

લોકસભા ચૂંટણી (Lok Sabha elections) માટે રાજ્યમાં 7 મેના રોજ મતદાન થવાનું છે. જો કે પરશોત્તમ રૂપાલાના (Parshottam Rupala) નિવેદન બાદ પક્ષ સામે ક્ષત્રિય સમાજની નારાજગીને લઈ ભારતીય જનતા પાર્ટી…

લોકસભા ચૂંટણી (Lok Sabha elections) માટે રાજ્યમાં 7 મેના રોજ મતદાન થવાનું છે. જો કે પરશોત્તમ રૂપાલાના (Parshottam Rupala) નિવેદન બાદ પક્ષ સામે ક્ષત્રિય સમાજની નારાજગીને લઈ ભારતીય જનતા પાર્ટી (BJP) સતત ડેમેજ કંટ્રોલના પ્રયાસ કરી રહી છે. ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) જામનગર પહોંચ્યા છે. અહીં, ભાજપના ઉમેદવાર પૂનમ માડમ સામે સતત વધી રહેલા વિરોધના પગલે ગૃહ રાજ્યમંત્રી ડેમેજ કંટ્રોલમાં લાગી ગયા છે. માહિતી મુજબ, જામનગરમાં (Jamnagar) તેઓ ક્ષત્રિય આગેવાનો સાથે બંધબારણે બેઠક કરશે. સૂત્રો મુજબ, ગૃહ રાજ્યમંત્રી PM મોદીના ગુજરાત પ્રવાસ સુધી જામનગરમાં કેમ્પ કરશે.

ક્ષત્રિય અને અન્ય સમાજના આગેવાનો સાથે બંધબારણે બેઠક

લોકસભાની ચૂંટણીમાં (Lok Sabha elections) ક્ષત્રિય સમાજની (Kshatriya Samaj) નારાજગી ભારે ન પડે તે માટે ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલના સતત પ્રયાસ કરાઈ રહ્યા છે, જેના ભાગરૂપે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગર (Jamnagar) પહોંચ્યા છે. માહિતી છે કે અહીં તેઓ ક્ષત્રિય આગેવાનો અને સમાજના લોકો સાથે બંધબારણે બેઠક કરશે. ભાજપના ઉમેદવાર પૂનમ માડમ (Poonam Madam) સામે સતત વધી રહેલા વિરોધ અંગે આ બેઠકમાં ચર્ચા કરશે. અહેવાલ અનુસાર, આજે મોડી રાત સુધી રાજપૂત સમાજ સહિત જુદા જુદા સમાજના અગ્રણીઓ સાથે ગૃહમંત્રીની બંધબારણે બેઠક યોજાઈ શકે છે. સૂત્રો મુજબ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી PM મોદીના ગુજરાત પ્રવાસ સુધી જામનગરમાં કેમ્પ કરશે.

સુરતમાં વિરાટ વિજય વિશ્વાસ સંમેલન

સુરતમાં આહીર સમાજનું સંમેલન, BJP તરફી મતદાન કરવા શપથ

પ્રાપ્ત માહિતી અનુસાર, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી બાદ પરિમલ નથવાણી (Parimal Nathwani) પણ જામનગર પહોંચ્યા છે. તેઓ પણ આવતીકાલે જુદા જુદા સમાજના અગ્રણીઓ સાથે મહત્ત્વની બેઠક કરશે. ત્યાર બાદ સાંજે 4 વાગ્યે મીડિયા સાથે વાતચીત કરશે. બીજી તરફ સુરતમાં (Surat) પણ જામનગરના ઉમેદવાર પૂનમ માડમને જીતાડવા માટે એક સંમેલનનું આયોજન કરાયું હતું. કામરેજના લસકાણા ખાતે આહીર સમાજ દ્વારા વિરાટ વિજય વિશ્વાસ સંમેલન (Virat Vijay Vishwas Sammelan) યોજાયું હતું, જેમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા (Praful Panseria) અને મોટી સંખ્યામાં આહીર સમાજના (Ahir Samaj) લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં આહીર સમાજના લોકોએ ભાજપ તરફી મતદાન કરવા શપથ લીધા હતા. માહિતી મુજબ, પૂનમ માડમને જંગી મતે જીતાડવા દક્ષિણ ગુજરાતમાંથી 200 ગાડીઓ લઈ આહીર સમાજનાં લોકો પ્રચાર માટે જામનગર જશે.

 

આ પણ વાંચો – Gujarat First એ ઉમેશ મકવાણાની ચેલેન્જ સ્વીકારી UNCUT ઇન્ટરવ્યૂ પ્રસારિત કર્યો, શું હવે તેઓ ક્ષત્રિય સમાજની માફી માગશે?

આ પણ વાંચો – Pradyumansingh નો Video વાઇરલ, કહ્યું- અત્યારે કેબિનેટમાં કોઈ પ્યોર રાજપૂત નથી, 67/33 એવા મિનિસ્ટર છે..!

આ પણ વાંચો – Kshatriya Samaj : પદ્મીનીબા એ કેમ કહ્યું કે ખીચડી પકાવાઇ રહી છે?

Whatsapp share
facebook twitter