+

સર્જરી માટે હોસ્પિટલ જઈ રહ્યા હતા ડોક્ટર, ટ્રાફિકમાં કાર મૂકીને 45 મિનિટ દોડીને પહોંચ્યા

બેંગ્લોર  ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે બેંગ્લોર શહેરની ટ્રાફિકની સમસ્યાથી અજાણ હશે. સોશિયલ મીડિયા પર તમે બેંગ્લોર ટ્રાફિકના મીમ્સ જોયા હશે, બેંગ્લોર ટ્રાફિક પર કોમેડિયન સ્ટેન્ડ અપ પણ કરતા હોય છે. પરંતુ આ એક ગંભીર મુદ્દો છે. ટ્રાફિકને કારણે ટ્રેન કે ફ્લાઈન મિસ થઈ જવી, શાળા કે ઓફિસ માટે મોડા પડવું અને એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ જવી, આ સમસ્યાઓ બેંગ્લોરના લોકોએ વેઠવી પડે છે. બેંàª
બેંગ્લોર  ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે બેંગ્લોર શહેરની ટ્રાફિકની સમસ્યાથી અજાણ હશે. સોશિયલ મીડિયા પર તમે બેંગ્લોર ટ્રાફિકના મીમ્સ જોયા હશે, બેંગ્લોર ટ્રાફિક પર કોમેડિયન સ્ટેન્ડ અપ પણ કરતા હોય છે. પરંતુ આ એક ગંભીર મુદ્દો છે. ટ્રાફિકને કારણે ટ્રેન કે ફ્લાઈન મિસ થઈ જવી, શાળા કે ઓફિસ માટે મોડા પડવું અને એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ જવી, આ સમસ્યાઓ બેંગ્લોરના લોકોએ વેઠવી પડે છે. બેંગ્લોર ટ્રાફિકને લગતી આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક ડોક્ટરે સાબિત કરી બતાવ્યું કે તેમને ઈશ્વરનું એક સ્વરુપ કેમ કહેવામાં આવે છે.
શહેરની મણિપાલ હોસ્પિટલમાં ગેસ્ટ્રેએન્ટરોલોજી સર્જન ડોક્ટર ગોવિંદ નંદકુમાર 30મી ઓગસ્ટના રોજ ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા. તેઓ પોતાની કાર લઈને હોસ્પિટલ જઈ રહ્યા હતા ત્યારે સરજાપુર-મરાઠાહલ્લી રોડ પર તેમની કાર ફસાઈ ગઈ. તેમણે એક દર્દીની પિત્તાશયની સર્જરી કરવાની હતી, જેના માટે તેઓ ઉતાવળમાં પણ હતા. સર્જરીનો સમય નિશ્ચિત હતો, માટે સમયસર હોસ્પિટલ પહોંચવા તેમણે જે કર્યું તે વખાણવાલાયક છે.

ડોક્ટર ગોવિંદ નંદકુમારે વિચાર કર્યો કે તેમના દર્દીની સર્જરીની તૈયારી થઈ ગઈ હશે અને સ્ટાફ તેમની રાહ જોતો હશે. આ સિવાય અન્ય દર્દીઓ પણ પોતાનો વારો આવે તેની રાહ જોઈને બેઠા હશે. ત્યારપછી તો સર્જન ગોવિંદ કારમાંથી ઉતર્યા અને હોસ્પિટલ તરફ દોટ મૂકી. હોસ્પિટલ લગભગ 3 કિલોમીટર દૂર હતી, પરંતુ તેમણે તે સમયે આ જ વિકલ્પ યોગ્ય સમજ્યો.


ડૉક્ટર ગોવિંદા નંદકુમારે જણાવ્યું કે, ’30 ઓગસ્ટના રોજ હું ટ્રાફિક જામમાં ફસાઈ ગયો હતો. મને ચિંતા હતી કે સર્જરીમાં વિલંબ થશે. બીજો કોઈ વિકલ્પ ન હોવાથી મેં ગૂગલ મેપ્સની મદદથી હોસ્પિટલ જવાનું નક્કી કર્યું. હું કારમાંથી ઉતર્યો અને સરજાપુર-મરાઠાહલ્લી રૂટ પર દોડીને બાકીની મુસાફરી કવર કરવાનું નક્કી કર્યું. મારા માટે દોડવું સરળ હતું કારણ કે હું નિયમિત જીમ કરું છું. હું હોસ્પિટલ 3 કિમી દોડ્યો અને સમયસર સર્જરી કરી.
 

Whatsapp share
facebook twitter