+

દિલ્હી વકફ બોર્ડ પાસે રહેલી 123 સંપત્તિ કેન્દ્ર સરકાર પરત લઇ લેશે

કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે (Union Ministry of Urban Development) દિલ્હીની જામા મસ્જિદ સહિત દિલ્હી વક્ફ બોર્ડ (Delhi Wakf Board)ની 123 મિલકતો પરત લેવા માટે નોટિસ જારી કરી છે. પૂર્વ વડાપ્રધાન…
કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે (Union Ministry of Urban Development) દિલ્હીની જામા મસ્જિદ સહિત દિલ્હી વક્ફ બોર્ડ (Delhi Wakf Board)ની 123 મિલકતો પરત લેવા માટે નોટિસ જારી કરી છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સરકાર દરમિયાન જામા મસ્જિદ વક્ફ બોર્ડને આપવામાં આવી હતી. હવે સરકાર દિલ્હીની 123 મહત્વની મિલકતો પરત લેશે. જે મસ્જિદ પાછી લેવી પડશે તે લાલ કિલ્લા પાસેની જામા મસ્જિદ નથી. આ જામા મસ્જિદ મધ્ય દિલ્હીમાં આવેલી છે.
દિલ્હી વકફ બોર્ડની 123 મિલકતો પર કબજો લેવાનો નિર્ણય
કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે નોન-અધિસૂચિત વકફ મિલકતો પર બે સભ્યોની સમિતિના અહેવાલના આધારે દિલ્હી વકફ બોર્ડની 123 મિલકતો પર કબજો કરવાનો નિર્ણય લીધો છે. જેમાં મસ્જિદો, દરગાહ અને કબ્રસ્તાનોનો સમાવેશ થાય છે. મંત્રાલયે દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ અને AAP ધારાસભ્ય અમાનુતલ્લાહ ખાનને પત્ર લખીને આ નિર્ણયની જાણકારી આપી હતી.
વકફ બોર્ડને કાગળો રજૂ કરવા સૂચના
જે મિલકતો પરત લેવાની નોટિસ આપવામાં આવી છે તે અગાઉ સરકાર પાસે હતી. મનમોહન સિંહ સરકાર દરમિયાન આ મિલકતો વક્ફ બોર્ડને સોંપવામાં આવી હતી. વક્ફ બોર્ડને મોકલવામાં આવેલી નોટિસમાં, કેન્દ્રીય શહેરી મંત્રાલય હેઠળની જમીન અને વિકાસ કાર્યાલયે તેને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા કહ્યું છે, જેમાં બોર્ડ સમજાવી શકે છે કે આ મિલકતોને શા માટે આપવામાં આવે.
વક્ફ બોર્ડને હાઈકોર્ટમાંથી રાહત મળી નથી
વક્ફ બોર્ડે દિલ્હી હાઈકોર્ટમાં પણ અરજી દાખલ કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ તમામ મિલકતોને તોડી પાડવાનું અને રિપેર કરવાનું કામ અન્ય કોઈએ ન કરવું જોઈએ, પરંતુ ગત મે મહિનામાં હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટમાંથી રાહત ન મળતાં કેન્દ્ર સરકારના શહેરી વિકાસ મંત્રાલયે વક્ફ બોર્ડને નોટિસ પાઠવીને કહ્યું છે કે જો તમને લાગે છે કે તમને આ મિલકતો મળવી જોઈએ તો જરૂરી દસ્તાવેજો રજૂ કરો.
Whatsapp share
facebook twitter