Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

TRP Game Zone ના CCTV Footage માં માલૂમ પડ્યું કે આગ કેમ લાગી, જુઓ વીડિયો…

11:52 PM May 26, 2024 | Aviraj Bagda

TRP Game Zone Video: રાજકોટ TRP Game Zone અગ્નિકાંડમાં જે પ્રકારે લોકોના જીવ ગયા છે, તેને લઈ દેશના દરેક લોકોના જીવ હચમચી ગયા છે. આ ઘટનામાં અનેક લોકોના માસૂમ બાળકો સહિતા મહિલાઓ અને સ્વજનો જીવતા ભૂંજાયા છે. તો અનેક પરિવારજનોના હતભાગીઓ હજુ પણ લાપતા છે, પરિવારજનોને ના તો ઘટના સ્થળ પરથી કોઈ માહિતી મળી છે, ના તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી કોઈ માહિતી મળી છે. આ ઘટનાની અંદક મોતનો આંકડો 33 સામે આવ્યો છે. આ તમામ મૃતક જીવતે જીવતા સળગી ગયા હોય તે માલુંમ પડી રહ્યું છે.

  • રાજકોટના TRP ગેમ ઝોનના આગના દ્રશ્યો આવ્યા સામે

  • સાંજે 5 કલાકને 34 મિનિટે આગ લાગી હતી

  • જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

આખરે આજરોજ TRP Game Zone માં આગ કેવી રીતે લાગી હતી, તેના CCTV Footage સામે આવ્યા છે. અગાઉ એવી માહિતી મળી હતી કે, રાજકોટમાં આવેલા TRP Game Zone ની અંદક છેલ્લા 3 વર્ષથી વેલ્ડીંગનું કામ કરવામાં આવી રહ્યું હતું. તે ઉપરાંત આ કામ TRP Game Zone ની અંદર કાર કરતા વ્યક્તિઓ પાસેથી કરવમાં આવી રહ્યું હતું. તો TRP Game Zone ની અંદર હજારો લીટલ પેટ્રોલ-ડીઝલ રહેતું હતું. ત્યારે ગઈકાલે આવેલા CCTY Footage માં જોવા મળી રહ્યું છે કે, વેલ્ડિંગ કામને કારણે આગ લાગી અને TRP Game Zone માં પડી રહેલા અનેક બાંધકામના સાધનોને કારણે આ આગને વિકરાળ સ્વરૂપ આપ્યું હતું.

આ પણ વાંચો: બેશરમ પોલીસ! RAJKOT આગકાંડનો આરોપી ભાગી ગયો, તેના હમશકલને ઝડપી લીધો

આગ પર કાબૂ મેળવવું અશક્ય સાબિત થયું

સામે આવેલા CCTV Footage માં જોવા મળી રહ્યું છે કે, કેવી રીતે સાંજે 5 કલાકને 34 મિનિટે વેલ્ડીંગને કારણે આગ લાગી હતી. અને જ્યારે આગ લાગી હતી, ત્યારે તેની આસપાસ બાળકો રમી રહ્યા હતા. તે ઉપરાંત TRP Game Zone માં હાજર વ્યક્તિઓ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આગ પર કાબૂ મેળવવું અશક્ય સાબિત થયું હતો.

આ પણ વાંચો: QATAR AIRWAYS: દોહાથી ડબલિન જઈ રહી ફ્લાઈટમાં Air turbulence ની ખામી સર્જાતા મચી અફરા-તફરી

રાજકોટ પોલીસે પકડેલો આરોપી નિર્દોષ સાબિત થયો

ત્યારે જોતજોતામાં આગે વિનાશકારી સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ત્યારબાદની ઘટના શું ઘટી હતી તે આપણે સૌ જાણીએ જ છીએ. TRP Game Zone માં થયેલા આગ્નિકાંડને લઈ દરેક વ્યક્તિ ન્યાયની ગુહાર કરી રહ્યા છે. તો કુલ 6 આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જોકે રાજકોટ પોલીસે સૌ પ્રથમ જે TRP Game Zone ના માલિક તરીકે યુવરાજસિંહ સોલંકીની ધરપકડ કરી હતી, તે TRP Game Zone નો માલિક ન હતો. પરંતુ માનવતાના ભાગરુપે મદદ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ઉપલેટાના ધોબી પરિવારના 5 લોકોનો ઘટનાસ્થળ કે હોસ્પિટલમાં કોઈ નામ-ઓ-નિશાન નહીં!