+

સુરતની યુવતીને અપાઈ અંતિમ વિદાય, હિબકે ચડી જનમેદની

અંતિમયાત્રામાં જનમેદની સુરતમાં યુવતીની હત્યાથી સુરતવાસીઓમાં ભારે રોષ છે. તો યુવતી જ્યાં રહેતી હતી તે આખી સોસાયટી હિબકે ચડી હતી . યુવતીની અંતિમયાત્રા કાઢવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. ભારે હૈયે લોકોએ યુવતીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.સુરતના કામરેજના પાસોદરા પાટિયા નજીક 12 ફેબ્રુઆરીના રોજ માથાભારે આરોપી ફેનિલે જાહેરમાં યુવતીનું ગળું કાપી હત્યાને અંજામ આપ્à
અંતિમયાત્રામાં જનમેદની 
સુરતમાં યુવતીની હત્યાથી સુરતવાસીઓમાં ભારે રોષ છે. તો યુવતી જ્યાં રહેતી હતી તે આખી સોસાયટી હિબકે ચડી હતી . યુવતીની અંતિમયાત્રા કાઢવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી. ભારે હૈયે લોકોએ યુવતીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
સુરતના કામરેજના પાસોદરા પાટિયા નજીક 12 ફેબ્રુઆરીના રોજ માથાભારે આરોપી ફેનિલે જાહેરમાં યુવતીનું ગળું કાપી હત્યાને અંજામ આપ્યો હતો. યુવતીની ઘાતકી હત્યાને લઈને ખળભળાટ મચ્યો છે. યુવતીના પિતા આફ્રિકામાં હોવાથી ગ્રીષ્માના અંતિમસંસ્કાર બે દિવસ બાદ કરવામાં આવ્યા છે. દીકરીની હત્યાના સમાચાર મળતા પિતા આઘાતમાં સરી પડ્યા છે. આખી સોસાયટીમાં શોકનો માહોલ હતો. 
ઈજાગ્રસ્ત ભાઈએ ભારે હૈયે અગ્નિદાહ કર્યો 
યુવતીની અંતિમ યાત્રાને લઈને સોસાયટીને કોર્ડન કરવામાં આવી હતી. તો પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. યુવતીની અંતિમ વિદાય થતા તેના માતાપિતા ચોધાર આંસુએ દીકરીને વિદાય આપી હતી. યુવતીની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં માનવમેદની ઉમટી પડી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. સુરતની આ હ્રદય કંપવનારી ઘટનાથી લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. લોકોએ બે હાથ જોડીને યુવતીને ભારે હૈયે વિદાય આપી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે યુવતીની અંતિમયાત્રા નીકળી હતી. સ્મશાન યાત્રામાં લોકો પોતાની બાઈક લઈને જોડાયા હતાં. બે કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી હતી. યુવતીના ઈજાગ્રસ્ત ભાઈએ અશ્વિનીકુમાર સ્મશાનગૃહમાં ભારે હૈયે બહેનને અગ્નિદાહ આપ્યો હતો. સાથે જ લોકોએ આ ઘટનાને લઈને રોષ વ્યક્ત કર્યો હતો અને હત્યારા ફેનિલને આકરામાં આકરી સજા આપવામાં આવે તેવી માગ કરી હતી.
ગૃહ રાજ્યમંત્રી વિરૂદ્ધ પોસ્ટરો લાગ્યા
સુરતમાં આ ઘટનાના પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ વરાછા, યોગીચોક, સરથાણા સહિતના વિસ્તારોમાં રાતના સમયે પોસ્ટર લાગ્યાં છે, જેમાં લખ્યું છે ભાઉના રાજમાં સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત, ગૃહ રાજ્યમંત્રી રાજીનામું આપે’ જોકે આ પોસ્ટર કોણે લગાવ્યા તે બહાર આવ્યું નથી. ક્રાઈમ કેપિટલ બનતા સુરતમાં લોકોનો રોષ ફાટી નિકળ્યો છે અને હત્યારાને ફાંસીની સજા થાય તેવી માગ ઉઠી છે. 
Whatsapp share
facebook twitter