+

ઈરાનમાં સુરક્ષાકર્મીઓની ક્રૂરતા, હિજાબ વિરુદ્ધ પ્રદર્શન કરનારી યુવતીની બર્બરતાથી કરી હત્યા

ઈરાન (Iran)માં હાલમાં મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન (Protest) જોવા મળી રહ્યું છે. આ વિરોધ હિજાબની વિરુદ્ધમાં છે. આ વિરોધે હવે એક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે જે બાદ સરકાર પૂરી રીતે હચમચી ગઇ છે. પ્રદર્શનકારીઓને કાબુમાં લેવા માટે અલગ-અલગ જગ્યાએ ઈન્ટરનેટ (Internet)ની સુવિધાઓ અને મોટા પ્રમાણમાં લોકોની ધરપકડ (Arrest) કરવામાં આવી રહી છે. આ વિરોધ પ્રદર્શનની શરૂઆત એક ઘટના બાદ શરૂ થઇ હતી અને તે માશા અમિની (Mahsa Ami
ઈરાન (Iran)માં હાલમાં મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન (Protest) જોવા મળી રહ્યું છે. આ વિરોધ હિજાબની વિરુદ્ધમાં છે. આ વિરોધે હવે એક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે જે બાદ સરકાર પૂરી રીતે હચમચી ગઇ છે. પ્રદર્શનકારીઓને કાબુમાં લેવા માટે અલગ-અલગ જગ્યાએ ઈન્ટરનેટ (Internet)ની સુવિધાઓ અને મોટા પ્રમાણમાં લોકોની ધરપકડ (Arrest) કરવામાં આવી રહી છે. આ વિરોધ પ્રદર્શનની શરૂઆત એક ઘટના બાદ શરૂ થઇ હતી અને તે માશા અમિની (Mahsa Amini) ની હત્યા છે.
અમિનિના મૃત્યુએ ઈરાનમાં નવી ક્રાંતિને જન્મ આપ્યો
ઈરાનમાં મોટી સંખ્યામાં મહિલાઓ રસ્તે આવી વિરોધ પ્રદર્શન કરી રહી છે. હવે આ હિજાબ વિરોધી પ્રદર્શન દરમિયાન ચર્ચામાં આવેલી 20 વર્ષની યુવતી નજફી હાદીસ (Najafi Hadis)ને સુરક્ષાકર્મીઓએ કથિત રીતે ગોળી મારી દીધી છે. જણાવી દઈએ કે, આ મહિનાની શરૂઆતમાં ઈરાનમાં 22 વર્ષની યુવતી માશા અમિની (Mahsa Amini) ને ખોટી રીતે હિજાબ ન પહેરવા બદલ પોલીસે કસ્ટડીમાં લીધી હતી. આ દરમિયાન પોલીસની અત્યાચારને કારણે અમિનીનું મોત થયું હતું. પરંતુ, અમિનિના મૃત્યુએ ઈરાનમાં એક પ્રકારની નવી ક્રાંતિને જન્મ આપ્યો છે.

નજફીના ચહેરા અને ગરદન પર મારી ગોળી
આ વિરોધ પ્રદર્શનોમાં નજફી હદીસ (Najafi Hadis) પણ મુખ્ય રીતે સામેલ હતા. તેના એક વિડીયોએ તેને દુનિયાભરમાં ચર્ચામાં લાવી દીધી હતી. પરંતુ હવે પોલીસે તેની નિર્દયતાથી હત્યા કરી દીધી છે. રવિવારે ઈરાની પત્રકાર ફરઝાદ સેફિકરાને અહેવાલ આપ્યો હતો કે, કરજ શહેરમાં સુરક્ષા કર્મચારીઓ દ્વારા ચહેરા અને ગરદનમાં અનેક ગોળી વાગ્યા બાદ નજફી હદીસનું મૃત્યુ થયું હતું. રવિવારે નજફીના પરિવારે તેના અંતિમ સંસ્કારનો વિડીયો પોસ્ટ કર્યો હતો. 

શું છે સમગ્ર મામલો
13 સપ્ટેમ્બર 2022 ના રોજ માશા અમિનીનો પરિવાર કરદિસ્તાનથી તેહરાન તેમના સંબંધીને મળવા આવી રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં તેમને પોલીસની ગાડી રોકે છે જેને મોરાલિટી પોલીસ (Molarity Police) કહે છે જેને ઈરાનમાં સ્પેશિયલ પાવર્સ આપવામાં આવ્યા છે. તેમને મહિલાઓ યોગ્ય રીતે કપડા પહેરે છે કે નહીં તે તપાસ કરવા માટે તૈનાત કરવામાં આવે છે. આ પોલીસ માશા અમિનીના પરિવારને રોકે છે જે દરમિયાન અમિનીએ યોગ્ય રીતે હિજાબ પહેર્યો નહતો. અહીં તેમના પરિવારના જણાવ્યા અનુસાર, માશાને જબરદસ્તી પકડી પોલીસે તેમની ગાડીમાં બેસાડે છે અને આ દરમિયાન તેનો ભાઈ કિરાસ પ્રયત્ન કરે પોલીસ સાથે વાત કરવાની પણ જવાબમાં પોલીસે તેને કહ્યું કે, તેની બહેનને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવશે. તેની એક કલાક રીએજ્યુકેશન ક્લાસ થશે. આ તમામ બાબત માશાના પરિવારે હ્યુમન રાઇટ એક્ટિવિસ્ટને જણાવી. અમિનીના ભાઈની માનીએ તો પોલીસ સ્ટેશનની અંદરથી અમિનીની બૂમો આવી રહી હતી. તે કઇ વિચારે તે પહેલા તેને એક એમ્બ્યુલન્સ જોવા મળી, જેમા અમિનીને બેસાડી તેને કાસરા હોસ્પિટલ લઇ જવામાં આવી. પોલીસના મતે અમિનીને હાર્ટ એટેક આવ્યો છે. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે, માશા અમિની એક 22 વર્ષની યુવતી છે અને તે પૂરી રીતે સ્વથ્ય હતી. માશાના ભાઈને પોલીસ દ્વારા જણાવવામાં આવે છે કે, તેની બહેન કોમામાં છે. ત્યારબાદ આ ઘટનાના બે દિવસ બાદ એટલે કે 15 સપ્ટેમ્બરે તહેરાનની પોલીસ એક ઓફિશિઅલ સ્ટેટમેન્ટ બહાર પાડે છે. તેમનું કહેવું છે કે, અમિનીના અરેસ્ટ થયા બાદ તેને હાર્ટ એટેક આવ્યો હતો. આ પછીના દિવસે 16 સપ્ટેમ્બરે સમાચારા આવે છે કે માશા અમિની હવે આ દુનિયામાં નથી. આ એક ઘટનાએ સમગ્ર ઈરાનને હચમચાવી દીધું. અહીં જે લોકોએ આ સમગ્ર ઘટના પોતાની આંખે જોઇ છે તેમનું કહેવું છે કે, માશાને પોલીસ દ્વારા ખૂબ જ મારવામાં આવી હતી. જ્યારે સરકારમાં બેઠેલા ઈન્ટિરિયર મિનિસ્ટર અહમદ વાહિદી કહે છે કે, માશા અમિનીને પહેલાથી જ કોઇ બીમારી હતી. કહેવામાં આવે છે કે, વળી મોરાલિટી પોલીસ પાસે કોઇ હથિયાર હોતા નથી કે કોઇને મારી શકે. આ એક ઘટના બાદ સમગ્ર ઈરાનમાં મહિલાઓ હિજાબના વિરોધમાં રસ્તે ઉતરી છે. પાવર અને પબ્લિક વચ્ચેની આ જંગ હવે આગળ કેટલો સમય ચાલે છે તે જોવું રહ્યું. 
Whatsapp share
facebook twitter