+

એપ્રિલની GST ટેક્સ ચુકવણીની મુદતમાં કરવામાં આવ્યો વધારો

GST પોર્ટલ પર કરદાતાઓ દ્વારા સામનો કરવામાં આવી રહેલી તકનીકી ખામીઓને કારણે સરકારે એપ્રિલની કર ચૂકવણીની નિયત તારીખ 24 મે સુધી લંબાવી છે અને ઇન્ફોસિસને આ સમસ્યાને વહેલી તકે ઉકેલવા માટે સૂચના આપવામાં આવી છે. ઇન્ફોસિસને GSTની ટેકનિકલ જવાબદારી સંભાળવા અને જાળવવા માટે 2015માં રૂ. 1,380 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સે મોડી રાત્રે એક ટ્વà
GST પોર્ટલ પર કરદાતાઓ દ્વારા સામનો કરવામાં આવી રહેલી તકનીકી ખામીઓને કારણે સરકારે એપ્રિલની કર ચૂકવણીની નિયત તારીખ 24 મે સુધી લંબાવી છે અને ઇન્ફોસિસને આ સમસ્યાને વહેલી તકે ઉકેલવા માટે સૂચના આપવામાં આવી છે. ઇન્ફોસિસને GSTની ટેકનિકલ જવાબદારી સંભાળવા અને જાળવવા માટે 2015માં રૂ. 1,380 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સે મોડી રાત્રે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે એપ્રિલ 2022 મહિના માટે GSTR-3B ફોર્મ ભરવાની નિયત તારીખ 24 મે, 2022 સુધી લંબાવવામાં આવી છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ જણાવ્યું હતું કે એપ્રિલ 2022 ના GSTR-2B અને પોર્ટલ પર GSTR-3B ના ઑટો જનરેશનમાં તકનીકી સમસ્યાઓ ઊભી થઈ છે. આને ધ્યાનમાં રાખીને સરકારે ઇન્ફોસિસને તેને સુધારવા માટે કહ્યું છે.
સામાન્ય રીતે ગત મહિનાની વિગત 12મી તારીખે ઉપલબ્ધ હોય છે. તેના આધારે જ ટેક્સ ચૂકવવામાં આવે છે. કરદાતાઓની વિવિધ વિભાગો  માટે અલગ-અલગ તારીખો નક્કી કરવામાં આવી છે. રવિવારે, GST નેટવર્કે એક એડવાઇઝરી જારી કરી હતી જેમાં જણાવ્યું હતું કે એપ્રિલ, 2022ના GSTR-2Bમાં કેટલીક માહિતી જોઈ શકતી નથી. 
Whatsapp share
facebook twitter