Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

આ તારીખે થઇ શકે છે એશિયા કપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, જાણો કોણ ઇન, કોણ આઉટ થવાની સંભાવના

05:40 PM Aug 18, 2023 | Vishal Dave

એશિયા કપ 2023 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત સોમવાર, 21 ઓગસ્ટના રોજ થવાની સંભાવના છે. કેપ્ટન રોહિત શર્મા પણ પસંદગી સમિતિની બેઠકનો હિસ્સો બનશે. એશિયા કપ માટે 15 થી 17 સભ્યોની ટીમ પસંદ કરવામાં આવનાર છે અને તેનાથી વર્લ્ડ કપ 2023નું ચિત્ર પણ સ્પષ્ટ થશે. સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, વોશિંગ્ટન સુંદર, આર અશ્વિન અને શ્રેયસ અય્યરમાંથી કયા ખેલાડીઓની પસંદગી કરવી તે અંગે ઘણા પ્રશ્નો પસંદગી સમિતિની સામે છે.

પાકિસ્તાન અને શ્રીલંકામાં યોજાનારી આ 6 ટીમોની ટુર્નામેન્ટ 30 ઓગસ્ટથી શરૂ થવાની છે અને 2 સપ્ટેમ્બરે ભારતીય ટીમ તેની પ્રથમ મેચ રમશે. ભારતે તેની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમવાની છે. લગભગ 14 ખેલાડીઓ ફાઈનલ છે , પસંદગી સમિતિ અને કેપ્ટન રોહિત શર્મા કેટલાક વધુ નામો પર ચર્ચા કરવા જઈ રહ્યા છે. આ બેઠક 21 ઓગસ્ટે નવી દિલ્હીમાં યોજાશે.

કેએલ રાહુલ ફિટ છે, પરંતુ અય્યર નથી

કે.એલ રાહુલ સંપૂર્ણ ફિટ હોવાના સમાચાર છે, પરંતુ શ્રેયસ અય્યર હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. જો તે ફિટ હોય તો પણ તેને કદાચ એશિયા કપમાં સીધો રમવાની તક નહીં મળે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે શ્રેયસની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવ પ્રથમ પસંદગીના મિડલ ઓર્ડર બેટ્સમેન હશે. આ સ્થિતિમાં વિકેટકીપર સંજુ સેમસનને ટીમમાં જગ્યા નહીં મળે. વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચની ટી-20 શ્રેણીમાં તેણે સારું પ્રદર્શન કર્યું ન હતું.

તિલક પર વિચાર

વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર પાંચ મેચની T20 ઈન્ટરનેશનલ સિરીઝમાં શાનદાર દેખાવ કરનાર ડાબોડી બેટ્સમેન તિલક વર્માને ધ્યાનમાં લેવામાં આવી શકે છે. ટીમને મિડલ ઓર્ડરમાં લેફ્ટ હેન્ડેડ બેટ્સમેનની જરૂર છે અને કેપ્ટન રોહિત શર્મા આ ખેલાડી પર દાવ લગાવી શકે છે. તિલક વર્મા ચોથા નંબર પર રમે છે અને જો ભારતીય ટીમ ત્રણ ટોપ-ઓર્ડરના રાઈટી બેટ્સમેન સાથે મેદાનમાં ઉતરે છે , તો તિલક વર્મા ચોથા નંબર પર લેફ્ટ હેન્ડેડ બેટ્સમેનનું એક ઓપ્શન પ્રદાન કરશે