SHARE MARKET: ભારતીય શેરબજારમાં ગુરુવારે ઘટાડો અને ફરી રિકવરી જોવા મળી. સેન્સેક્સ દિવસના નીચલા સ્તરથી 562 અંક રિકવર થઈ 109 અંકના ઘટાડા સાથે 80,039ના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 196 અંકની રિકવરી જોવા મળી હતી. નિફ્ટી સાત અંકના ઘટાડા સાથે 24,406ના સ્તર ઉપર બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેર્સમાંથી કુલ 16 શેરમાં ઘટાડો અને 14માં તેજી જોવા મળી હતી. જ્યારે નિફ્ટીના 50 શેર્સમાંથી 25માં ઘટાડો અને 25માં તેજી રહી હતી. આ અઠવાડિયાના ચાર કારોબારી સેશનમાં બજાર ઘટીને જ બંધ થયું હતું. બજાર બંધ સમયે નિફ્ટીના 50 શેરોમાંથી 25 શેર લીલા નિશાન પર અને 25 શેર લાલ નિશાન પર હતા.
આ શેર્સમાં વધારો જોવા મળ્યો હતો
નિફ્ટી પેક શેરોમાં સૌથી વધુ વધારો ટાટા મોટર્સમાં 5.97 ટકા, ONGCમાં 4.83 ટકા, BPCLમાં 3.67 ટકા, SBI લાઇફમાં 3.62 ટકા અને લાર્સન એન્ડ ટુબ્રોમાં 2.91 ટકાનો વધારો નોંધાયો હતો. આ સિવાય સૌથી મોટો ઘટાડો એક્સિસ બેન્કમાં 5.08 ટકા, નેસ્લે ઈન્ડિયામાં 2.50 ટકા, ICICI બેન્કમાં 2.14 ટકા, ટાઇટનમાં 2.11 ટકા અને ટાટા સ્ટીલમાં 1.75 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
નિફ્ટી મેટલમાં સૌથી મોટો ઘટાડો
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે નિફ્ટી મેટલમાં સૌથી વધુ 1.29 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સિવાય નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 0.84 ટકા, નિફ્ટી રિયલ્ટીમાં 0.83 ટકા, નિફ્ટી પ્રાઈવેટ બેન્કમાં 0.92 ટકા, નિફ્ટી પીએસયુ બેન્કમાં 0.58 ટકા, નિફ્ટી આઈટીમાં 0.15 ટકા, નિફ્ટી એફએમસીજીમાં 0.07 ટકા, નિફ્ટી એફએમસીજીમાં 0.50 ટકા અને ફાઈનાન્સિયલ સર્વિસમાં 0.50 ટકાનો ઘટાડો નોંધાયો છે. નિફ્ટી બેન્કમાં 0.83 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સિવાય સૌથી વધુ ઉછાળો નિફ્ટી ઓઈલ એન્ડ ગેસમાં 2.22 ટકા નોંધાયો હતો. આ સિવાય નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેર 0.50 ટકા, નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સ 0.61 ટકા, નિફ્ટી ફાર્મા 0.94 ટકા, નિફ્ટી મીડિયા 0.81 ટકા અને નિફ્ટી ઓટો 1.26 ટકા વધ્યા હતા.
આ પણ વાંચો-SHARE MARKET:શેરબજારમાં રેડ ઝોનમાં બંધ, સેન્સેક્સ 280 પોઈન્ટ તૂટ્યો
આ પણ વાંચો-Budget 2024: BSNLની બદલાશે સૂરત, સરકારે ટેલિકોમ સેક્ટમાં 1.28 લાખ કરોડની કરી ફાળવણી
આ પણ વાંચો-Budget 2024: બજેટમાં આ મંત્રાલયને મળ્યું સૌથી વધુ ફંડ