Water in Lunar Soil:પૃથ્વી પછી માનવ અવકાશમાં પાણી શોધી રહ્યો છે. મનુષ્યની આ શોધ ચંદ્ર સુધી પહોંચી છે. અહીં ઘણા મિશન મોકલવામાં આવી રહ્યા છે. ભારત, અમેરિકા અને રશિયા બાદ ચીને પણ ચંદ્રની સપાટી પર ઘણા મિશન લેન્ડ કર્યા છે. હવે અહીંથી એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. ચીનના વૈજ્ઞાનિકોએ ચંદ્રની સપાટી પર પાણી શોધી કાઢ્યા છે. ખાસ વાત એ છે કે ભારતના ચંદ્રયાન-1 પહેલા જ આ અંગે સંકેત આપી ચૂક્યા છે. હવે ચંદ્રયાનના દાવાની પુષ્ટિ થઈ ગઈ છે.
ચીનના વૈજ્ઞાનિકોને મળ્યા પાણી પુરાવા
ચીનના ચાંગે-5 મિશન દ્વારા ચંદ્ર પરથી લાવવામાં આવેલી માટીના નમૂનાઓનો અભ્યાસ કરી રહેલા ચીનના વૈજ્ઞાનિકોએ ચંદ્રની ધરતીમાં પાણીના (Water in Lunar Soil)અસંશ મળી આવ્યા છે. આ માહિતી ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સ (CAS) દ્વારા આપવામાં આવી છે. હોંગકોંગ સ્થિત સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે અહેવાલ આપ્યો છે કે આ સંશોધન બેઈજિંગ નેશનલ લેબોરેટરી ફોર કન્ડેન્સ્ડ મેટર ફિઝિક્સ અને ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિક્સ ઑફ CAS અને અન્ય સ્થાનિક સંશોધન સંસ્થાઓના સંશોધકો દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું. સંશોધન અહેવાલ 16 જુલાઈએ નેચર એસ્ટ્રોનોમી જર્નલમાં પ્રકાશિત થયો હતો.
માટીના નમૂનામાં પાણી જોવા મળે છે
CAS એ મંગળવારે જણાવ્યું હતું કે ચીની વૈજ્ઞાનિકોને 2020 માં ચાંગ’ઇ-5 મિશન દ્વારા પાછા લાવવામાં આવેલા ચંદ્રની માટીના નમૂનાઓના આધારે પરમાણુ પાણી ધરાવતું હાઇડ્રેટેડ ખનિજ મળ્યું છે. ચંદ્ર પર પાણીની શોધ કરી રહેલા વિશ્વભરના અવકાશ વૈજ્ઞાનિકો માટે આ એક મોટી સફળતા છે. ચંદ્રની સપાટી પર પાણીના અણુઓ મળ્યા બાદ વૈજ્ઞાનિકોની આશા વધી ગઈ છે.
ભારતના ચંદ્રયાન એ સંકેતો આપ્યા હતા
2009 માં, ભારતના ચંદ્રયાન-1 અવકાશયાનએ ચંદ્રના સૂર્યપ્રકાશવાળા પ્રદેશોમાં ઓક્સિજન અને હાઇડ્રોજન પરમાણુઓના સ્વરૂપમાં હાઇડ્રેટેડ ખનિજોના ચિહ્નો શોધી કાઢ્યા હતા. તેના સાધનોમાં નાસાનું મૂન મિનરોલોજી મેપર (M3), એક ઇમેજિંગ સ્પેક્ટ્રોમીટર પણ સામેલ હતું જેણે ચંદ્ર પરના ખનિજોમાં પાણીની શોધની પુષ્ટિ કરવામાં મદદ કરી હતી.
આ પણ વાંચો –Uganda માં 4 મહિનાથી વિરોધના વાદળા ફરી વળ્યા, વિરોધનો કેન્યા સાથે છે સંબંધ!
આ પણ વાંચો –ઘમંડી ડ્રેગનને Indian Navy એ શીખવ્યો માનવતાનો પાઠ!, કર્યું એવું કે ચોતરફ થઇ વાહવાહી…
આ પણ વાંચો –Nepal Plane Crase : કઈ કંપનીનું હતું પ્લેન, શું હતું કારણ, જુઓ રુઆંટા ઉભા કરે તેવો Video