Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અફઘાનની ચાઈનિઝ હોટલ પર આતંકી હુમલો, આતંકીઓએ મચાવી તબાહી

08:44 PM Apr 22, 2023 | Vipul Pandya

  • અફઘાનિસ્તાનના કાબુલની ચાઈનિઝ હોટલ પર આતંકી હુમલો
  • આતંકીઓએ હોટલમાં કર્યો બ્લાસ્ટ
  • ફાયરિંગ કરતાં કરતાં અંદર ઘુસ્યા
અફઘાનિસ્તાનને(AFGHANISTAN)વેરવિખેર કરવા મેદાન પડેલા આતંકીઓએ હવે ચીની સંસ્થાઓને પણ નિશાન બનાવવાનું શરુ કર્યું છે. આતંકીઓ સોમવારે ભારતના 26-11 જેવા આતંકી હુમલાને અંજામ આપ્યો હતો. આતંકીઓ ફાયરિંગ કરતાં કરતાં ચાઈનીઝ હોટલમાં (CHINESE HOTEL ATTACK) ઘુસી ગયા અને ત્યાં પ્રચંડ બ્લાસ્ટ કર્યો હતો જેને પરિણામે હોટલ સળગી ઉઠી હતી. હુમલાખોરોએ કાબુલના શહર-એ-નવા વિસ્તારમાં આવેલી હોટલને નિશાન બનાવી છે

અંદરથી લોકોને બંધક બનાવવાનો આતંકીઓનો ઈરાદો 

હુમલાખોરો ગોળીઓ ચલાવીને હોટલમાં ઘૂસ્યા હતા. સમાચાર એજન્સી એએફપીએ અહેવાલ આપ્યો છે કે ચીનના ઉદ્યોગપતિઓ અને અધિકારીઓ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની તે હોટલની અવારનવાર મુલાકાત લે છે. અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હુમલાખોરો લોકોને અંદર બંધક બનાવવાનું ષડયંત્ર રચી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ 26-11નો આવી જ રીતે હુમલોલ થયો હતો જેમાં આતંકીઓ તાજ હોટલ સહિત ઘણા ઠેકાણે ફાયરિંગ કરતાં કરતાં અંદર ઘુસ્યાં હતા અને લોહીની નદીઓ વહાવી હતી. 

ભારતમાં પણ થયો હતો આવો આતંકી હુમલો

ઉલ્લેખનીય છે કે 26 નવેમ્બર, 2008ના રોજ એકે-47ને લઇ જતા આતંકવાદીઓએ મુંબઇની અનેક ઇમારતોને નિશાન બનાવી હતી. આજે જેમ આ હુમલાખોરો હોટેલમાં ઘૂસ્યા છે, તેવી જ રીતે 2008માં પણ મુંબઇની હોટલ તાજમાં આતંકીઓ હાથમાં બંદૂક લઇને ઘૂસ્યા હતા. એ સમયે આતંકીઓએ વૃદ્ધો અને મહિલાઓને બાળકો પર નિશાન સાધ્યું હતું.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.