Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કાશ્મીર અને લદ્દાખમાં હિમવર્ષાને કારણે તાપમાનનો પારો ગગડ્યો, હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું

05:08 PM Oct 19, 2023 | Hiren Dave

કાશ્મીરમાં હિમવર્ષા બાદ તાપમાનમાં ભારે ઘટાડો થયો છે અને ત્યાં ઠંડી વધી છે. દરમિયાન પ્રવાસીઓ બરફવર્ષાની મજા માણી રહ્યા છે. કાશ્મીર ખીણ અને લદ્દાખ વિસ્તારોમાં હિમવર્ષા બાદ હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. આ હિમવર્ષાને કારણે ઠંડી વધી ગઈ છે અને ખીણના તમામ દૂરના વિસ્તારો સાથેનો માર્ગ સંપર્ક પણ અસ્થાયી રૂપે તૂટી ગયો છે. દરમિયાન કાશ્મીરના સોનમર્ગ અને ગુલમર્ગમાં પર્યટકો હિમવર્ષાની મજા માણી રહ્યા છે. બીજી તરફ ગુજરાતમાં દિવસે દિવસે તાપ તીવ્રતા વધારી રહ્યો હોય એવો માહોલ ગુજરાતીઓ ફીલ કરી રહ્યા છે.

 

જે પર્યટકો ઋતુનો આનંદ માણવા કાશ્મીર ખીણમાં પહોંચ્યા હતા. હિમવર્ષા જોઈને તે પોતાને નસીબદાર ગણાવી રહ્યો છે. હરિયાણાથી કાશ્મીરની મુલાકાતે આવેલી નિશા કહે છે કે કાશ્મીર સ્વર્ગ જેવું જ છે, ગઈકાલે ત્યાં બરફવર્ષા થઈ હતી અને અમે નસીબદાર છીએ કે આજે અમે સોનમર્ગ ફરવા આવ્યા અને અમને બરફ મળ્યો, તે બરફ સાથેની સારી યાદ છે.

 

પર્યટન સાથે સંકળાયેલા સ્થાનિક લોકો પણ સમય પહેલા હિમવર્ષાથી ખુશ છે, કારણ કે તેના કારણે ગુલમર્ગ, સોનમર્ગ અને શ્રીનગરના વિસ્તારોમાં આવતા પ્રવાસીઓનું બુકિંગ વધી ગયું છે. સ્થાનિક લોકોને આશા છે કે, હિમવર્ષાથી કાશ્મીરમાં ટૂંક સમયમાં વિન્ટર ટુરીઝમ આવશે અને તેમના બિઝનેસને વેગ મળશે.

 

ગુલમર્ગમાં હિમવર્ષાને લઈને દરેક લોકો ઉત્સાહિત છે, દરેક લોકો બરફની રાહ જોઈ રહ્યા છે, કારણ કે તેનાથી ખુશીની સાથે રોજગાર પણ મળે છે. 15 ઓક્ટોબરથી, રાજધાની શ્રીનગર સહિત કાશ્મીરના મોટાભાગના મેદાની વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને પીર પંજાલ રેન્જ, મુગલ રોડ, પીર કી ગલી, તંગધાર, માછિલ, ગુરેઝ, સોનમર્ગ, ઝોજિલા જેવા ઉપરના વિસ્તારોમાં સારો બરફ પડ્યો છે.

ગુલમર્ગ અને સોનમર્ગ કાશ્મીરના સિંથાન ટોપ અને અફરવત વિસ્તારમાં છ ઈંચથી વધુ હિમવર્ષા નોંધાઈ હતી. જો કે, વરસાદને કારણે બાંદીપોરા-ગુરેઝ રોડ, શ્રીનગર-કિશ્તવાર રોડ, શ્રીનગર-લદ્દાખ રોડ અને મુગલ રોડ સહિત ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે.

 

આ  પણ  વાંચો –શરદ પવારનું નિવેદન પરેશન કરનારૂ છે,આવી માનસિકતા બંધ કરોઃ ગોયલ