હવે નાઈજીરિયામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નાઈજીરિયાની સરકારે META ને મોટો દંડ ફટકાર્યો છે. આ દંડની રકમ શું છે અને શા માટે ફટકારવામાં આવ્યો છે આ દંડ. ચાલો જાણીએ સમગ્ર બાબત. મળતી માહિતીના અનુસાર, નાઈજીરિયાની સરકારે META ઉપર US $220 મિલિયનનો દંડ લગાવ્યો છે. આ દંડ લગાવવા પાછળના કારણ વિશે સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તેમની તપાસમાં જાણવા મળ્યું છે કે કંપની ફેસબુક અને વોટ્સએપ સંબંધિત દેશના ડેટા પ્રોટેક્શન અને ગ્રાહક અધિકાર કાયદાનું “ઘણી વખત” ઉલ્લંઘન કરી રહી છે. તેનો અર્થ એ છે કે સરકારને સુરક્ષાના દૃષ્ટિકોણથી મેટા યોગ્ય લાગ્યું નથી.
META ને ફટકાર્યો US$220 મિલિયનનો દંડ
Nigeria fines Meta $220 million for violating consumer, data laws https://t.co/qoWvmENoZl pic.twitter.com/pcA40xqKaj
— Reuters Africa (@ReutersAfrica) July 20, 2024
ઉલ્લેખનીય છે કે , ફેડરલ કોમ્પિટિશન એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન કમિશન ( નાઈજીરિયા ) ના એક નિવેદનમાં મેટાએ શ્ચિમ આફ્રિકન દેશમાં ડેટા કાયદાનું ઉલ્લંઘન કરવાની પાંચ રીતો સૂચિબદ્ધ કરી છે. નાઈજિરિયન સરકારના જણાવ્યા અનુસાર, મેટા કંપની નાગરિકોની ગોપનીયતા અને રાષ્ટ્રીય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરી રહી હતી. ઉલ્લંઘનના અનેક મામલા સામે આવ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. FCCPC એ Meta US$220 મિલિયનનો દંડ ફટકાર્યો અને કંપનીને સ્થાનિક કાયદાઓનું પાલન કરવા અને નાઇજિરિયન ગ્રાહકોનું “શોષણ” કરવાનું બંધ કરવાનો આદેશ આપ્યો.
હજી સુધી આ બાબતે META રહ્યું છે મૌન
મળતા અહેવાલોના અનુસાર, રેકોર્ડ પરના નોંધપાત્ર પુરાવાઓથી સંતુષ્ટ થયા પછી અને META પક્ષકારોને તેમની સ્થિતિ સમજાવવાની દરેક તક પૂરી પાડ્યા પછી, કમિશને હવે અંતિમ આદેશ જારી કર્યો છે અને પક્ષકારો પર મેટા દંડ લાદવામાં આવ્યો છે. જો કે આ મામલે હજી પણ META દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
આ પણ વાંચો : X ના માલિક એલોન મસ્ક PM Modi પર કેમ થયા ઓળઘોળ…?