- iPhone 14 Plus ની ખરીદી પર 20 હજારની બચત
- iPhone 12 Mini ની કિંમત 19,999 રૂપિયા નક્કી કરાઈ
- iPhone 14 Plus ના ફિચર્સ અને સુવિધાઓ વિશેની માહિતી
Apple iPhone Discount : Online Shopping માટે પ્રખ્યાત Flipkart છેલ્લા ઘણા દિવસોથી Big Saving Days Sale શરું કરવામાં આવ્યો છે. જોકે આજે Big Saving Days Sale નો અંતિમ દિવસ છે. ત્યારે Big Saving Days Sale માં મોટાભાગની તમામ વસ્તુઓ પર ભારે માત્રામાં ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. તો તેની સાથે વિવિધ વસ્તુઓને લઈ ખાસ ઓફર પણ તૈયાર કરવામાં આવી છે. ત્યારે આ યાદીમાં iPhone 14 Plus નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
iPhone 12 Mini ની કિંમત 19,999 રૂપિયા નક્કી કરાઈ
Flipkart પર iPhone 12 Mini ની કિંમત 19,999 રૂપિયા જાહેર કરવામાં આવી છે. તો જોકે કંપનીએ 2020 માં આ વેરિએન્ટને લોન્ચ કર્યો હતો. જોકે iPhone 12 ની સિરીસનો આ સૌથી નાનો ફોન હતો. જેમાં દમદાર ફિચર્સ રાખવામાં આવ્યા હતાં. જોકે બે વર્ષની અંદર કંપનીએ આ ફોનનું ઉત્પાદન બંધ કરી નાખ્યું હતું. iPhone 12 Mini માં 5.4 ઈંચની સ્ક્રીન હોય છે. તો આ iPhone 12 Mini એ iPhone SE કરતા હળવો અને લંબાઈમાં નાનો છે. જોકે એપલે આ ફોનને હિટ પ્રોડક્ટ તરીકે લોન્ચ કર્યો હતો. જોકે ગ્રાહકોને આ ફોન પસંદ આવ્યો ન હતો.
આ પણ વાંચો: YouTube માંથી પૈસા કમાવવા થશે સરળ…આ નવું ફીચર કરશે મદદ
Iphone 15 price 55,999/- (discount 14,000)
Iphone 15 plus price 60,999/- (discount 19,000)@thetanmay
#BigBillionDays @Flipkart
@flipkartsupport— aditya goel (@adig2507) September 16, 2024
iPhone 14 Plus ની ખરીદી પર 20 હજારની બચત
iPhone 13 લોન્ચ કર્યા બાદ કંપનીએ આ કારણોસર iPhone 12 ની સિરીસનું ઉત્પાદન બંધ કરી નાખ્યું હતું. તે ઉપરાંત iPhone 12 ની સિરીઝમાં બેટરીની પણ ખામીઓ સામે આવી હતી. તે ઉપરાંત Flipkart ઉપર iPhone 14 Plus ની કિંમતમાં પણ 20 હજારનો ચોખ્ખો નફો મળે છે. અને તે આ Big Saving Days Sale અંતર્ગત શક્ય બન્યું છે. જોકે iPhone 14 Plus ની ભારતીય બજારમાં કિંમત 79,900 છે. ત્યારે આ સેલ અંતર્ગત iPhone 14 Plus ની કિંમત 59,999 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ત્યારે સિધી રીતે iPhone 14 Plus ની ખરીદી પર 20 હજારની બચત થઈ શકે છે.
iPhone 14 Plus ના ફિચર્સ અને સુવિધાઓ વિશેની માહિતી
iPhone 14 Plus ની વાત કરીએ તો તેમાં કંપનીએ 6.7 ઈંચની સ્ક્રીની સુવિધા સુપર રેટિના XDR સાથે આપી છે. તે ઉપરાંત iPhone 14 Plus માં A15 Bionic પ્રોસેસર મળે છે. જેના કારણે 6-core પ્રોસેસર સાથે મલ્ટીટાસ્કિંગ સરળ થાય છે. તો iPhone 14 Plus માં 12MP+12MP બે કેમેરા આવે છે. તે ઉપરાંત 12MP નો ફ્રન્ટ કેમરા હોય છે. તે ઉપરાંત એપલ કંપની દ્વારા iPhone 14 Plus ને એક 5G ફોન આધુનિક ફોન બનાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો: OTP Frauds અંગે સરકારેની ચેતવણી! કરોડો યૂઝર્સનાં સ્માર્ટફોન થઈ શકે છે હેક!