ભારતમાં સૌથી લોકપ્રિય અને વધારે ઉપયોગમાં લેવાતી એપ એટલે વોટ્સએપ.
નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ વોટ્સએપનો ઉપયોગ કરતા થઈ ગયા છે. ત્યારે
વોટ્સએપ પણ તેના યુઝર્સને દિવસે દિવસે નવી નવી સુવિધાઓ પ્રદાન કરી રહ્યું છે.
હાલમાં જ વોટ્સએપમાં એક એવી સુવિધા આપવામાં આવી છે કે તે સાંભળીને તમે ખુશ થઈ જશો.
વ્હોટ્સએપે ગુરુવારે જણાવ્યું હતું કે તે 32 જેટલા
લોકોને ગ્રૂપ વૉઇસ કૉલ્સમાં એકસાથે જોડાવા અને બે ગીગાબાઇટ્સ સુધીની ફાઇલોને શેર
કરવાની મંજૂરી આપશે.
આ સિવાય વોટ્સએપે ઘણા વધુ ફીચર્સ આપવાનું પણ કહ્યું છે. હાલમાં
મોબાઈલ એપનો ઉપયોગ કરીને ગ્રૂપ વોઈસ કોલમાં માત્ર આઠ જ લોકોને ઉમેરી શકાય છે અને
યુઝર્સ વચ્ચે શેર કરવાની ફાઈલની સાઈઝ એક જીબી સુધીની જ છે. વોટ્સએપ ચેટ ગ્રૂપ
એડમિન્સને કોઈપણ સમયે મેસેજ ડિલીટ કરવાની મંજૂરી આપશે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું
હતું કે ડિલીટ કરવામાં આવેલી સામગ્રી ગૃપના
કોઈપણ સભ્યોને દેખાશે નહીં. મેટા પ્લેટફોર્મ્સના સીઈઓ માર્ક ઝકરબર્ગે એક પોસ્ટમાં
જણાવ્યું હતું કે, અમે WhatsApp પરના ગ્રુપમાં
નવા ફીચર્સ પણ ઉમેરી રહ્યા છીએ. જેમાં ફીડબેક, મોટી ફાઇલ
શેરિંગ અને મોટા ગ્રુપ કૉલ્સનો સમાવેશ થાય છે.
WhatsApp ગ્રુપ કોલમાં 32 લોકોને એડ કરવાના ફીચર સાથે જ
યુઝર્સને અપડેટેટ ડિઝાઇન મળશે. જેમાં વોઇસ મેસેજ માટે બબલ અને કોન્ટેક્સ અને ગ્રુપ
માટે ઇન્ફો સ્કોર્સ જેવા ફીચર્સ પણ મળશે. સાથે જ ગેલેક્સીમાંથી પોતાના ફેવરિટ
મીડિયાને પસંદ કરવા જેવા કેટલાક નાના ફીચર્સ પણ નવા અપડેટનો હિસ્સો છે. આ ફીચરને
હાલમાં બ્રાઝિલમાં લોન્ચ કરી દેવામાં આવ્યું છે. વોટ્સએપ તાજેતરમાં જ કમ્યુનિટી
ફીચરની જાહેરાત કરી હતી જે આ વર્ષના અંત સુધીમાં તમામ યુઝર્સને મળશે. કમ્યુનિટીની
મદદથી તમે વિવિધ ગ્રુપને એક જગ્યાએ લાવી શકશો. આ સાથે યુઝર્સને 2 જીબી સુધીની ફાઇલ શેરિંગ કરવાની તક મળશે.