દેશના કરોડો ખેલાડીઓના દિલ ફરી એકવાર તૂટી જવાના છે. PUBG Mobile ના લોકલ વેરિઅન્ટ BGMI ગેમ પર ફરી એકવાર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. સામે આવી રહેલા સમાચાર મુજબ સરકાર ટૂંક સમયમાં આ ગેમને Google Play Store અને Apple App Store પરથી હટાવવાનો આદેશ જારી કરી શકે છે. Krafton ની આ બેટલ રોયલ ગેમ પરનો પ્રતિબંધ ગયા વર્ષે ઉઠાવી લેવામાં આવ્યો હતો. પ્રતિબંધ હટાવ્યા બાદ કેન્દ્ર સરકારે 90 દિવસ સુધી આ ગેમ પર નજર રાખવાનું કહ્યું હતું. જો કે આ ગેમ પર ફરી એકવાર પ્રતિબંધ મુકવામાં આવી શકે છે.
ડેટાના દુરુપયોગની શક્યતા…
PUBG Mobile નિર્માતા Krafton ની આ બેટલ રોયલ ગેમ જૂન 2021 માં લોન્ચ કરવામાં આવી હતી. આ પછી 2022 માં આ ગેમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ ગેમ બનાવનારી કંપની પર ભારતીય યુઝર્સના ડેટાનો દુરુપયોગ કરવાનો આરોપ છે. એક રિપોર્ટ અનુસાર, ભારત સરકારની સાયબર સિક્યોરિટી ટીમે Krafton ને આ ગેમ બંધ કરવાની સૂચના આપી છે. BGMI પર પ્રતિબંધ મૂકવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમાં પ્રથમ અને મુખ્ય કારણ Krafton દ્વારા ભારતીય વપરાશકર્તાઓના ડેટાનો દુરુપયોગ છે. સુરક્ષા સંશોધકોનું માનવું છે કે આ ગેમ યુઝર્સના ડેટાનો દુરુપયોગ કરીને ભારત પર સાયબર એટેક કરી શકે છે. BGMI નો ડેટા અમેરિકન સર્વરમાં સંગ્રહિત થવાની શક્યતા છે. ઉપરાંત, ચાઇનીઝ સર્વર સાથે પણ ડેટા શેર કરવાની સંભાવના છે.
10 કરોડ દૈનિક ગેમર્સ…
અગાઉ પણ સુરક્ષા કારણોસર અને આઈટી એક્ટ 69A ના ઉલ્લંઘનને કારણે BGMI પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, ગેમ ડેવલપર Krafton ના અધિકારીઓ આવતા અઠવાડિયે સરકારી એજન્સીના અધિકારીઓ સાથે બેઠક યોજવાના છે. તાજેતરના FICCI-EY રિપોર્ટ અનુસાર, ભારતમાં કુલ 450 મિલિયન એટલે કે લગભગ 45 કરોડ ગેમર્સ છે, જેમાંથી 100 મિલિયન એટલે કે 10 કરોડ ગેમર્સ દરરોજ મોબાઈલ ગેમ રમે છે. આ બેટલ રોયલ ગેમ બંધ થવાથી ગેમિંગ ઈન્ડસ્ટ્રી પર પણ મોટી અસર થઈ શકે છે.
Free Fire પર પણ પ્રતિબંધ છે…
બીજી લોકપ્રિય બેટલ રોયલ ગેમ Free Fire ભારતમાં પ્રતિબંધિત છે. જો કે, ભારતીય ગેમર્સ તેનું મેક્સ વર્ઝન રમવા માટે સક્ષમ છે. Free Fire ગેમ નિર્માતા Garena એ ગયા વર્ષે ઓગસ્ટ 2023માં Free Fire ઈન્ડિયા ગેમનું ભારતીય વર્ઝન લોન્ચ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ આજ સુધી આ ગેમ લોન્ચ થઈ નથી. કંપનીએ ગેમની લોન્ચિંગની તારીખ થોડા અઠવાડિયા લંબાવવાની જાહેરાત કરી હતી. ત્યારથી, Garena India દ્વારા ગેમ સંબંધિત કોઈ અપડેટ બહાર પાડવામાં આવ્યું નથી.
આ પણ વાંચો : Bengaluru Blast નો આરોપી બોમ્બ પ્લાન્ટ કર્યા બાદ મસ્જિદમાં નમાઝ અદા કરવા ગયો અને પછી…
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ